Download Apps
Home » Parshottam Rupala Vivad : આવતીકાલે ક્ષત્રિય સમાજ કોર કમિટીની બેઠક, PT જાડેજાએ કરી આ અપીલ

Parshottam Rupala Vivad : આવતીકાલે ક્ષત્રિય સમાજ કોર કમિટીની બેઠક, PT જાડેજાએ કરી આ અપીલ

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala Vivad) ના વિરોધ અંગે આવતીકાલે રાજકોટમાં (Rajkot) ક્ષત્રિય સમાજની કોર કમિટીની (core committee) મહત્ત્વની બેઠક યોજાશે. જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ આગેવાન પી.ટી.જાડેજાનો (PT Jadeja) એક ઓડિયો મેસેજ પણ વાઇરલ થયો છે, જેમાં તેઓ પાટીદાર સમાજ (Patidar Samaj) અને ક્ષત્રિય સમાજને ખાસ અપીલ કરતા સંભળાઈ રહ્યા છે.

6 એપ્રિલે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક

રાજકોટમાં (Rajkot) આવતીકાલે એટલે કે 6 એપ્રિલના રોજ 11 વાગ્યે ક્ષત્રિય સમાજની કોર કમિટીની (core committee) મહત્ત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં પરશોત્તમ રૂપાલાના વિવાદને (Parshottam Rupala Vivad) લઈ ચર્ચા કરવામાં આવશે. માહિતી મુજબ, આ બેઠકમાં મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજા, સંકલનકર્તા સુખદેવસિંહ વાઘેલા (Sukhdevsinh Vaghela), કન્વીનર વાસુદેવસિંહ ગોહિલ, કોર કમિટીના સભ્ય કરણસિંહ ચાવડા અને મહિલા પ્રતિનિધિ તરીકે તૃપ્તિબા રાઓલ (Truptiba Raol) સહિતના કેટલાક આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં રૂપાલાના વિરોધ અંગે યોગ્ય રણનીતિ ઘડવા અંગે ચર્ચા કરવામાં આવશે.

પી.ટી.જાડેજાનો ઓડિયો મેસેજ વાઇરલ

બીજી તરફ રૂપાલાના વિવાદને લઈ હવે ક્ષત્રિય સમાજ આગેવાન પી.ટી.જાડેજાનો ( PT Jadeja) એક ઓડિયો મેસેજ પણ વાઇરલ થયો છે. આ ઓડિયો મેસેજમાં તેમણે બંને સમાજ પાટીદાર (Patidar Samaj) અને ક્ષત્રિય સમાજને (Kshatriya Samaj) ખાસ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો બે સમાજને આમને સામને કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજને માત્રને માત્ર પરશોત્તમ રૂપાલાનો વિરોધ છે. પરંતુ, આ વચ્ચે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજને આમને-સામને કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આથી બંને સમાજનાં લોકોને આપીલ કરવામાં આવે છે કે કોઈ ગેરમાર્ગે દોરાશો નહિ.

આ પણ વાંચો – Parshottam Rupala Vivad : રાજકોટમાં PAAS સંગઠન આવ્યું રૂપાલાનાં સમર્થનમાં! પ્રચાર પણ યથાવત્

આ પણ વાંચો – Parshottam Rupala Vivad: વિવાદો વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના દર્શન કરી શરૂ કર્યા પ્રચાર

આ પણ વાંચો – Parshottam Rupala : રુપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ

જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા