Download Apps
Home » Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજવી પરિવારોનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સન્માન

Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજવી પરિવારોનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સન્માન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે  મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50 થી વધુ મોટા રાજવી પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજવી વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું.(royal families honored)આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુરના (vishva umiya foundation) રાજવી, ગોંડલ સ્ટેટના રાજવી, વાંકાનેર સ્ટેટના રાજવીઓનું ઢોલ-નગારાં સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી આવી પહોંચેલા રાજવીઓએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને તમામ રાજવીઓએ શસ્ત્રપૂજન પણ કર્યું હતું. રાજવીઓને શાલ ઓઢાડી, સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું.

મેવાડના રાજવી લક્ષ્યરાજસિંહ ગુજરાત ફર્સ્ટ  સાથે  કરી ચર્ચા 

સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનમાં અનેક રાજવીઓ આવી પહોંચ્યા હતા.. ત્યારે ગુજરાત ફર્સ્ટ  સાથે વાત  કરતાં મેવાડના રાજવી લક્ષ્યરાજસિંહ કે જેઓ સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસિદ્ધ છે, તેઓએ કહ્યું કે ગુજરાતમાં જ્યારે આવીએ ત્યારે જે પ્રેમ મળે છે તેનાથી ખુબ જ ખુશીનો અનુભવ થાય છે. પોતાના સ્ટેટ વિશે વાત કરતા તેઓએ કહ્યું કે, આંધી તુફાન મેં મેવાડને રુકના નહીં શીખા, લાખો નંગી તલવારો કે સામને ઝુકના નહીં શીખા, શીશ કટને કે બાદ ભી ધડ યહાં લડા કરતે હે, ઓર મેવાડને કભી બીકના નહીં શીખા , તેઓએ એ સંદેશ આપ્યો કે સોચ કો કભી ઇતની ગહેરી મત કરના કે ફેંસલે કમજોર હો જાયે…

સરદાર સાહેબ અને રાજવીઓ એક સિક્કાના બે ભાગ છે : રાજવી કેસરીસિંહે

રાજવીઓના સન્માનના આ કાર્યક્રમમાં વાંકાનેરના રાજવી કેસરીસિંહે કહ્યું કે સરદાર સાહેબ અને રાજવીઓ એક સિક્કાના બે ભાગ છે.. તેઓએ કહ્યું કે સરદાર સાહેબનું જે સપનું હતું અને રાજવીઓનો જે ત્યાગ હતો તે બન્નેએ ભેગા થઇને જે કર્યુ તે ખરેખર પ્રશંસનીય છે.. પોતાને જનતાની સેવા કરવાની જે તક મળી તેને લઇને બોલતા તેઓએ કહ્યું કે વાંકાનેરમાં રાજ પરિવાર પહેલેથી જ જનતા વચ્ચે રહ્યો છે.. આજે રાજ્ય સભાના મેમ્બર તરીકે તેમને જનતાની સેવા કરવાનો જે મોકો મળ્યો છે તેની તેમને ખુબ જ ખુશી છે. લોકશાહી અને રાજાશાહી વચ્ચેના ફરકને લઇને બોલતા તેઓએ કહ્યું કે વ્યવસ્થા ભલે નોખી થઇ ગઇ હોય પરંતુ આજેય જનતાની વચ્ચે રાજવીઓનું માન-સન્માન હજુ એમનું એમ છે એવું તેઓ માને છે.

જ્યાં જગતજનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે 100 વીઘા જમીનમાં 100 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરી રહેલ છે. જ્યાં જગતજનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહેલ છે ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષથી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કર્યું છે.

રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ રાષ્ટ્રપ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસાપન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાંતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન થઈ રહ્યું છે. આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના ઋણાનુંબંધના અનુરાગી થવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10 હજારથી વધુ કાર રેલીસ્વરૂપે અમદાવાદમાં કાર્યક્રમ સ્થળે પહોંચી છે.

 

જ્યાં કાર રેલીસ્વરૂપે આવનાર લોકો મેરી મિટ્ટી-મેરા દેશ- મેરાધર્મની ભાવના સાથે પોતાના શહેર અને ગામની માટીની પૂજા કરી કળશમાં લઈને પહોંચ્યા છે. ગુજરાતભરમાંથી આવેલી આ માટીના કળશની પૂજાવિધિ કરી વિશ્વ ઉમિયાધામ દ્વારા નિર્મિત જગતજનની મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

મહત્વનું છેકે જગત જનની મા ઉમિયા આધ્યાત્મિકતાનું ઉદગમ સ્થાન છે. તો લોહપુરુષ સરદાર પટેલએ રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક છે. અખંડ ભારતના નિર્માણમાં જે તે સમયના રાજવીઓએ આપેલા સમર્પણને યાદ કરીને આજની યુવા પેઢીને ધર્મ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થવાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.

આ સાથે જ ઉમા કાઉન્સલિંગ સેન્ટરનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં I.A.S. ACADEMYનો પણ આજના દિવસે શુભારંભ થશે. જ્યાં કોઈપણ સમાજના યુવાનો તાલીમ લઈને IAS થવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. આ સાથે વિશ્વ ઉમિયાધામ દેશના ખેલાડીઓ વૈશ્વિક રમતોમાં ઉત્તમ પ્રદાન કરી શકે તે હેતુથી આગામી ડિસેમ્બરમાં વૈશ્વિક ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. જેમાં દરેક સમાજના ગુજરાત સહિત દેશ-વિદેશનાં એક લાખ જેટલા ખેલાડીઓ ભાગ લઇ પોતાની રમતનું કૌશલ બતાવશે. સામાજિક સમરસતા, દેશના કાયદા પરત્વેનું સન્માન અને રાષ્ટ્ર કર્તવ્યની પરિપૂર્તિ આ મહાસંમેલનનો સંદેશ છે.

 

આ  પણ  વાંચો –PANCHMAHAL : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગોધરા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી

 

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી
By Aviraj Bagda
ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ
ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ
By Harsh Bhatt
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
By Hiren Dave
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
By Hardik Shah
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
By Harsh Bhatt
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
By Harsh Bhatt
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
By Harsh Bhatt
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો