Download Apps
Home » Saksham Application: દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવશે Saksham (સક્ષમ) એપ્લિકેશન

Saksham Application: દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવશે Saksham (સક્ષમ) એપ્લિકેશન

Saksham Application: ચૂંટણી પંચ દ્વારા દેશમાં લોકસભા ચૂંટણી 2021 (Lok Sabha Election)ની જાહેરાત કરી દેવામાં આવી છે. વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો દ્વારા ચૂંટણી પંચ (Election Commission) દ્વારા મતદાન જાગૃતિ અંગે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ‘Every vote counts’ના ધ્યેય સૂત્ર સાથે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

ડિજિટલ યુગમાં ટેકનોલોજીની બોલબાલા છે. ત્યારે દેશનું ચૂંટણી પંચ પણ ડિજિટલ ટેકનોલોજી આધારિત વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મતદારોને સુવિધાઓ આપવા તેમજ મતદારોની સમસ્યાઓનું સમાધાન કરીને મતદાન અંગે જાગૃતિ ફેલાવવા અંગે સતત પ્રયાસરત છે. Water Helpline App, CVigil App જેવી ઘણી મોબાઈલ Applicartionથી મતદારો સુપેરે પરિચિત છે. આવી જ એક અન્ય એપ છે Saksham App દિવ્યાંગજનો માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી છે.

Saksham Appથી દિવ્યાંગજનો(PwD)ને શું સુવિધાઓ મળે છે ?

  • મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરી શકે છે.
  • મતદાનના દિવસે Wheelchair માટે વિનંતી કરી શકાય છે
  • Saksham એપ્લિકેશન મતદાન મથકોની માહિતી પૂરી પાડે છે, જેમાં મતદાન મથકનું સ્થાન, મતદાન મથક પર ઉપલબ્ધ સુલભતા સુવિધાઓ અને મતદાન અધિકારીઓની સંપર્ક વિગતો સામેલ હોય છે. આ એપ દિવ્યાંગજનોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતી વખતે તેમને પડતી કોઈપણ સમસ્યાઓ વિશે ફરિયાદ દાખલ કરવાની મંજૂરી આપે છે. 

Saksham Application

કયા ડિવાઈસમાં Saksham App સપોર્ટ કરે છે ?

એન્ડ્રોઇડ અને આઇઓએસ(ios) એમ બંને પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર આ એપ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

Saksham એપનો ઉપયોગ કેવી રીતે કરવો ?

કોઈ પણ ચૂંટણી સેવાઓની વિનંતી કરવા માટે, પ્રથમ વખત ભાગ લઈ રહેલા દિવ્યાંગ મતદારોએ રજિસ્ટ્રેશન કરવા માટે તેમના રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર સાથે તેમનું નામ, સરનામું અને મોબાઇલ નંબરની વિગતો પ્રદાન કરવી પડશે.

જ્યારે નોંધાયેલા મતદારોએ રજિસ્ટ્રેશન માટે તેમના મતદાર ઓળખપત્રમાં ઉપરની બાજુ દર્શાવેલો તેમનો EPIC નંબર આપવો પડશે.

એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ બૂથ-લેવલના અધિકારી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે તેમના ઘરે જશે. તે પછી, મતદાર ઓળખપત્રો તેમના સરનામાં પર મોકલવામાં આવશે. આ એપ દ્વારા માત્ર પીડબ્લ્યુડીને મતદાનના દિવસે વ્હીલચેર માટે વિનંતી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

Saksham Application

Saksham એપના વિવિધ ફીચર્સ

  • Voice assistance (અવાજ સહાય): આ એપ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગજનો માટે અવાજ સહાય પૂરી પાડે છે.
  • Text-to-speech: સાંભળવાની અક્ષમતા ધરાવતા દિવ્યાંગજનો માટે આ એપ્લિકેશન ટેક્સ્ટ-ટુ-સ્પીચ પ્રદાન કરે છે.
  • સુલભતા સુવિધાઓઃ દિવ્યાંગજનો એપનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે તેમાં મોટા ફોન્ટ્સ અને વિશેષ રંગો જેવી સંખ્યાબંધ સુલભતા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

એપ ક્યાંથી ડાઉનલોડ કરવી

અહીં આપેલી લિંક પરથી અથવા પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકાય છે.

  • એન્ડ્રોઇડઃ https://play.google.com/store/apps/details?id=pwd.eci.com.pwdapp
  • ios: https://apps.apple.com/in/app/saksham-eci/id1497864568

આમ, દિવ્યાંગજનો માટે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે અનેકવિધ સુવિધાઓ પ્રદાન કરતી અને એકદમ સરળતાથી ઉપયોગ કરી શકાતી Saksham (સક્ષમ) એપ દિવ્યાંગજનો માટે એક મૂલ્યવાન સાથીની ગરજ સારે છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: FILM : ગુજરાતી ફિલ્મ “ભારત મારો દેશ છે” ને ગુજરાત રાજ્ય પુરસ્કાર 2021માં મળ્યા 6 એવોર્ડ

આ પણ વાંચો: SURAT : ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયા નેટવર્ક મજબૂત કરવા BJP નો પ્રયાસ, CR પાટીલની હાજરીમાં આ ખાસ આયોજન

આ પણ વાંચો: Gujarat BJP : લોકસભાની ચૂંટણી પહેલા આ 4 બેઠકો હાલ ઘણી ચર્ચામાં, ક્યાંક BJP ઉમેદવારોની પીછેહઠ તો ક્યાંક કરાયા દાવા!

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!