Download Apps
Home » IPL 2024 : IPLની ઓપનિંગ સેરેમની યોજાઇ, AR Rahma ના પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજવ્યુ

IPL 2024 : IPLની ઓપનિંગ સેરેમની યોજાઇ, AR Rahma ના પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજવ્યુ

IPL 2024  : દેશમાં ક્રિકેટના સૌથી મોટા તહેવાર IPLની 17મી સિઝનનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. IPL 2024 ની ઓપનિંગ સેરેમની શરૂ થઈ ગઇ છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની સ્ટેજ પર એન્ટ્રી થઇ છે. રંગારંગ સમારોહની શરૂઆત અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ દ્વારા ‘સારે જહાં સે અચ્છા..’ સોન્ગ સાથે થઈ હતી. પછી તેણે ‘હબીબી’ ગીત પર પરફોર્મ કર્યું. હબીબી ગીત પર ટાઈગરે સોલો પરફોર્મ કર્યું હતું

 

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનું પરફોર્મન્સ

અક્ષય અને ટાઇગર ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં સાથે કામ કર્યુ છે. અક્ષયે દેશી બોયઝના ગીત ‘સુબહ હોને ના દે..’ પર પરફોર્મ કર્યું હતું. ત્યારબાદ તેણે ભૂલ ભુલૈયા ગીત પર પરફોર્મ કર્યું. ‘પાર્ટી ઓલ નાઈટ..’ ગીત પર પણ પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત બન્નેએ ‘ચુરા કે દિલ મેરા ગોરિયા ચલી ગીત..’ પર પરફોર્મ કર્યું હતું.

 

અક્ષય કુમારે હાઉસફુલ 4 ના બાલા-બાલા ગીત પર ડાન્સ કર્યો હતો. ત્યારબાદ અક્ષય અને ટાઇગર બાઇક પર સુનો ગૌર સે દુનિયાવાલો ગીત પર સ્ટેડિયમની આસપાસ ફર્યા હતા. આ જોઈને ચાહકો પોતાની ઉત્તેજના પર કાબૂ રાખી શક્યા નહીં. ચાહકોએ બંનેને ખૂબ જ ચીયર કર્યા હતા.

સોનુ નિગમ અને એઆર રહેમાનનું પરફોર્મ

અક્ષય-ટાઈગર પછી સોનુ નિગમે પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો. તેમણે વંદે માતરમ ગાયું અને ચાહકોનું દિલ જીતી લીધું. સોનુ નિગમ પછી, એઆર રહેમાને મા તુઝે સલામ ગીત પર પરફોર્મ કર્યું.

 

તેમણે પોતાના અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. એઆર રહેમાનને સાથ આપવા મોહિત ચૌહાણ પહોંચ્યા. મોહિતે ઈશ્ક મિટ્ટા ગાયું. ત્યારબાદ મોહિતે રહેમાન દ્વારા રચિત ફિલ્મ દિલ્હી-6નું મસકલી ગીત ગાયું હતુ.

નીતિ મોહને કર્યું પરફોર્મન્સ

નીતિ મોહન પણ પરફોર્મ કરવા આવી છે. તેણે બરસો રે મેઘા-મેઘા ગીત પર પરફોર્મ કર્યું હતું. અન્ય મહિલા ગાયિકાએ તેને સાથ આપ્યો. આ બંનેએ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પોતાના પ્રદર્શનથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત સોનુ નિગમે ચેપોક ખાતેના ઉદઘાટન પોતાના ગીત સતરંગી રે પર સમગ્ર સ્ટેડિયમને મંત્રમુગ્ધ કરી દીધુ હતું.

 

 

એઆર રહેમાને પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજવ્યુ

એઆર રહેમાને આખી ટીમ સાથે લોકપ્રિય ગીત ચલ છૈયાં છૈયાં પર પરફોર્મ કર્યું હતું. એઆર રહેમાન સાથે આખી ટીમ સાથે જય હો ગીત પર પરફોર્મ કર્યું હતું. આ ગીતે ઓસ્કાર એવોર્ડ પણ જીત્યો હતો. આ ગીત સાથે, રહેમાન, મોહિત ચૌહાણ અને નીતિ મોહન સાથે મળીને પર્ફોર્મન્સ કરી ઓપનિંગ સેરેમનીનુ સમાપન કર્યું.

આ  પણ  વાંચો – World record : MS Dhoni IPL માં વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવશે 

આ  પણ  વાંચો –IPL 2024 Opening Ceremony LIVE Updates: IPL 2024ની ઓપનિંગ સેરેમની શરૂ થઈ, અક્ષય કુમારે મચાવી ધમાલ

આ  પણ  વાંચો – CSK New Captain : CSKએ નવા કેપ્ટનની કરી જાહેરાત, ધોનીની જગ્યાએ બન્યો આ કેપ્ટન

 

IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો