Download Apps

IPL 2024 Opening Ceremony LIVE Updates: IPL 2024ની ઓપનિંગ સેરેમની શરૂ થઈ, અક્ષય કુમારે મચાવી ધમાલ

by Hiren Dave
0 comment
Opening Ceremony

IPL 2024 Opening Ceremony LIVE Updates: IPLની 17મી સિઝન આજે સાંજે શરૂ થશે. તેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. RCB અને CSK વચ્ચેની આ મેચ ચેન્નાઈમાં રમાશે. આ પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમાં પરફોર્મ કરશે. આ સાથે એઆર રહેમાન અને સોનુ નિગમના ગીતો પણ સાંભળવા મળશે.

This Live Blog has Ended

થોડા જ સમયમાં થશે ટોસ

March 22, 2024 7:34 pm

ઓપનિંગ સેરેમની બાદ હવે ચેન્નાઈમાં સિક્કાનો ટૉસ જોવાનો વારો છે. થોડા જ સમયમાં CSKના નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ વચ્ચે ટોસ થશે.

એઆર રહેમાને પણ બતાવ્યો જલવો

March 22, 2024 7:30 pm

અક્ષય અને ટાઈગર પછી એઆર રહેમાનનું પરફોર્મન્સ જોવા મળ્યું, જેણે સ્ટેડિયમમાં હાજર દર્શકોને તેના ગીતો પર ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા.

નીતિ મોહને બરસો રે મેઘા-મેઘા ગાયું

March 22, 2024 7:14 pm

સોનુ નિગમ, એઆર રહેમાન અને મોહિત ચૌહાણ પછી નીતિ મોહને લોકોને મંત્રમુદ્ધ કર્યા. તેણે બરસો રે મેઘા-મેઘા ગીત ગાયું હતું. અન્ય ફિમેલ સિંગર્સે તેનો સાથ આપ્યો. બંનેએ પોતાના અદ્ભુત ગીતોથી શ્રોતાઓના દિલ જીતી લીધા હતા.

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનું પરફોર્મન્સ

March 22, 2024 7:12 pm

આઈપીએલ 2024નો પ્રથમ બોલ ચેન્નાઈના ચેપોક મેદાન પર ફેંકવામાં આવે તે પહેલા, ઉદ્ઘાટન સમારોહની શરૂઆત ધમાકેદાર રીતે થઈ. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનું પ્રથમ પરફોર્મન્સ.

AR રહેમાનનું પરફોર્મન્સ

March 22, 2024 7:07 pm

અક્ષય અને ટાઈગર પછી એઆર રહેમાનનું પરફોર્મન્સ જોવા મળ્યું, જેણે સ્ટેડિયમમાં હાજર દર્શકોને તેના ગીતો પર ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા.

આઈપીએલની ઓપનિંગ સેરેમની શરુ

March 22, 2024 7:03 pm

અક્ષય અને ટાઈગરે જય જય શિવ શંકર આજ મૂડ હૈ ભાઈકર...દેશી બોયઝ...હરે રામ રામ, ચુરા કે દિલ મેરા...બાલા-બાલા અને સુનો ગૌર સે દુનિયા વાલોં... જેવા ગીતો પર પરફોર્મ કર્યું હતું.

ઉદઘાટન સમારોહ ટૂંક સમયમાં શરૂ થશે

March 22, 2024 6:34 pm

IPL 2024ની ઓપનિંગ સેરેમની સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પરફોર્મ કરશે. અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સોનુ નિગમ અને એઆર રહેમાન જેવા ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ તેમાં પરફોર્મ કરશે.

અત્યારે માત્ર 21 મેચોના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે

March 22, 2024 6:33 pm

હાલમાં, IPL 2024ની માત્ર 21 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને કારણે 7મી એપ્રિલ સુધીની મેચોની માત્ર તારીખો જ જાહેર કરવામાં આવી છે. જો કે, BCCI સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી છે કે આ વખતે સમગ્ર IPL ભારતમાં જ રમાશે.

RCB નવા નામ અને નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે

March 22, 2024 6:32 pm

IPL 2024ના થોડા દિવસો પહેલા RCBએ એક અનબોક્સ ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ટીમને ન માત્ર નવું નામ મળ્યું છે પરંતુ આ વખતે ટીમ નવી જર્સી પહેરીને રમતી જોવા મળશે. અગાઉ RCB રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરીકે ઓળખાતી હતી, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં વિરાટ કોહલીની ટીમ 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુ' તરીકે ઓળખાશે. આ અગાઉ RCB ટીમની જર્સીનું કોમ્બિનેશન લાલ અને બ્લેક રંગનું હતું, પરંતુ હવે જર્સીને કાળાને બદલે વાદળી કરી દેવામાં આવ્યો છે.

CSKની તરફેણમાં રેકોર્ડ

March 22, 2024 6:32 pm

IPLમાં અત્યાર સુધીના રેકોર્ડની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 31 વખત સામસામે આવી ચુક્યા છે. આમાંથી, CSK 20 વખત વિજયી રહી છે અને RCB માત્ર 10 વખત જીતવામાં સફળ રહી છે અને તેમની એક મેચ અનિર્ણિત રહી હતી. કાગળ પર ચેન્નાઈ મજબૂત દેખાય છે અને જો આપણે નજીકથી જોઈએ તો RCBને IPL 2024માં બોલિંગ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. એકંદરે, ચેન્નાઈનું કોમ્બીનેશન વધુ સારું લાગે છે, તેથી બેંગલુરુ માટે જીત સાથે સિઝનની શરૂઆત કરવી સરળ રહેશે નહીં.

You may also like

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00