Download Apps

Lok Sabha Election : દેશમાં આ રાજ્યના લોકોએ કર્યું સૌથી વધુ મતદાન

by Hardik Shah
0 comment
Lok Sabha Election First Phase

Lok Sabha Election : લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા (first phase) નું મતદાન (Voting) આજથી શરૂ થઇ ગયું છે. આ પ્રથમ તબક્કામાં મતદારો 21 રાજ્યો (21 State) અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો (102 Seats) માટે મતદાન (Voting) કરી રહ્યા છે. આ સાથે કુલ 1625 ઉમેદવારોનું ભાવિ EVM માં ​​સીલ થઈ જશે. આ પહેલા ચૂંટણી પંચે પ્રથમ તબક્કા માટે ખાસ તૈયારીઓ કરી છે. વૃદ્ધ અને વિકલાંગ મતદારો માટે પિક એન્ડ ડ્રોપની સુવિધા આપવામાં આવશે. વળી, 50 ટકાથી વધુ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

આ દિગ્ગજ નેતાઓ પ્રથમ તબક્કામાં નસીબ અજમાવી રહ્યા છે

ઘણા દિગ્ગજ ઉમેદવારો પ્રથમ રાઉન્ડમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કેટલાક મોટા ઉમેદવારોની વાત કરીએ તો, પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્રની નાગપુર લોકસભા સીટથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, અરુણાચલ પશ્ચિમથી કિરેન રિજિજુ, બિહારની જમુઈ સીટથી LJPના અરુણ ભારતી, તમિલનાડુની શિવગંગાઈ સીટથી કાર્તિ પી ચિદમ્બરમ અને મધ્યપ્રદેશની છિંદવાડા લોકસભા સીટ પરથી નકુલનાથ ચૂંટણી લડી રહ્યા છે.

Live

ત્રિપુરાના લોકોએ સૌથી વધુ મતદાન કર્યું

April 19, 2024 4:34 pm

પ્રથમ તબક્કામાં ભારતની 102 બેઠકો પર બપોરે 3 વાગ્યા સુધી 49.9 ટકા મતદાન થયું હતું. ત્રિપુરામાં સૌથી વધુ મતદાન થયું હતું, જ્યાં રાજ્યમાં 68.4 ટકા મતદાન થયું હતું. જ્યારે પશ્ચિમ બંગાળ બીજા સ્થાને છે. બપોરે 3 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો - અલીપુરદ્વાર, કૂચ બિહાર અને જલપાઈગુડી પર 66.34% મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન જલપાઈગુડીમાં થયું હતું.

છિંદવાડામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ

April 19, 2024 4:32 pm

મધ્યપ્રદેશના છિંદવાડામાં એક મતદાન કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી હતી. છિંદવાડાના વોર્ડ 25માં પોલિંગ બૂથ નંબર 278 પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને પક્ષના કાર્યકરો દ્વારા ઉભા કરાયેલા પંડાલમાં સામસામે મારામારી થતાં ખુરશીઓ તૂટી પડી હતી. મતદાર યાદીઓ ફાડી નાખવામાં આવી હતી. પોલીસ દળે ચાર્જ સંભાળી લીધો છે. છિંદવાડાથી પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ અને ભાજપના બંટી સાહુ વચ્ચે મુકાબલો છે.

બપોરે 3 વાગ્યા સુધી રાજ્યોમાં મતદાનની ટકાવારી

April 19, 2024 4:31 pm

મણિપુરના 5 બૂથ પર મતદાન અટક્યું

April 19, 2024 3:12 pm

ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે, મણિપુરમાં પાંચ બૂથ પર મતદાન અટકાવી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ અહીં ગેરરીતિઓનો આરોપ લગાવીને હંગામો મચાવ્યો હતો, ત્યારબાદ પૂર્વ ઇમ્ફાલમાં 2 અને પશ્ચિમ ઇમ્ફાલમાં 3 મતદાન મથકો પર મતદાન અટકાવવામાં આવ્યું હતું.

મતદાન અંગે મીસા ભારતીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

April 19, 2024 3:03 pm

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના દિવસે, આરજેડી સુપ્રીમોની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતીએ કહ્યું કે, આજે મતદાન INDIA ગઠબંધનના પક્ષમાં છે. અમને જનતા તરફથી પુષ્કળ સમર્થન મળી રહ્યું છે. હું જમીન પર વાત કરી રહી છું કારણ કે અમે લોકો વચ્ચે મુદ્દા ઉઠાવ્યા છે અને તેથી અમારા સમર્થનમાં મતદાન થઈ રહ્યું છે. એનડીએના 400 સીટો જીતવાના સવાલ પર મીસા ભારતીએ કહ્યું કે, મને ખબર નથી કે તેઓ આ વાત કયા આધારે કહી રહ્યા છે. આવું કંઈ જાહેરમાં દેખાતું નથી.

કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાએ મતદાતાઓને અપીલ કરતા ભાજપને વોટ કરવાનું કહ્યું

April 19, 2024 2:20 pm

કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા સંજય નિરુપમ કહે છે, "...લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. હું મતદારોને વિનંતી કરવા માંગુ છું કે તેઓ ભાજપ અને તેના સાથી પક્ષોને પોતાનો મત આપે અને ખાસ કોંગ્રેસ પાર્ટી માટે મતદાન કરીને પોતાનો મત વેડફે નહીં. કૉંગ્રેસ પાર્ટી મુંબઈની હેરિટેજ ઈમારત જેવી છે જે હવે રહેવા લાયક નથી. કૉંગ્રેસના જૂના અને થાકેલા નેતાઓ એ ઈમારતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ તેઓ દેશની સ્થિતિ બદલી શકતા નથી.

કાર્તિ ચિદમ્બરમે મતદાન કર્યું

April 19, 2024 2:11 pm

કોંગ્રેસના ઉમેદવાર કાર્તિ ચિદમ્બરમે તમિલનાડુના શિવગંગાઈ લોકસભા મતવિસ્તારમાંથી પોતાનો મત આપ્યો.

બપોરે 1 વાગ્યા સુધી પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી

April 19, 2024 1:57 pm

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન બપોરે 1 વાગ્યા સુધી બિહારમાં 32.41%, છત્તીસગઢમાં 42.57%, મધ્ય પ્રદેશમાં 44.43%, મહારાષ્ટ્રમાં 32.36%, ઉત્તર પ્રદેશમાં 37.33%, પશ્ચિમ બંગાળમાં 50.96%, જમ્મુ કાશ્મીરમાં 43.11%, રાજસ્થાનમાં 33.73%, ત્રિપુરામાં 53.04%, આસામમાં 45.11%, અરુણાચલ પ્રદેશમાં 37.04% અને તમિલનાડુમાં 39.43% થયું છે. આ દરમિયાન સૌથી વધુ મતદાન ત્રિપુરા અને પશ્ચિમ બંગાલમાં થયું છે.

લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા વર અને કન્યા

April 19, 2024 1:35 pm

મધ્યપ્રદેશના બાલાઘાટમાં મતદાન કેન્દ્રમાં વર અને કન્યા પહોંચ્યા હતા. લગ્ન પહેલા મતદાન કરવું જરૂરી સમજ્યું.

તમિલ હીરોની એન્ટ્રી થતા જ પોલિંગ બૂથ બન્યું સેલ્ફી કેન્દ્ર

April 19, 2024 1:13 pm

તમિલનાડુ: અભિનેતા સુર્યા શિવકુમાર ચેન્નાઈમાં મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાનો મત આપ્યો હતો. આ દરમિયાન પોલિંગ બૂથ સેલ્ફી કેન્દ્ર બની ગયું હતું. મતદાન કેન્દ્રના રૂમમાં જ લોકો અભિનેતા સાથે સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું.

કોમેડિયન અને એક્ટર યોગી બાબુએ કર્યું મતદાન

April 19, 2024 12:47 pm

કોમેડિયન અને એક્ટર યોગી બાબુએ તમિલનાડુના ચેન્નાઈમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

છત્તીસગઢ: બીજાપુરમાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ, CRPF જવાન ઘાયલ

April 19, 2024 12:37 pm

છત્તીસગઢના બીજાપુરના ભૈરમગઢમાં ચિહકા ગામ નજીક ચૂંટણી ફરજ પર હતા ત્યારે IED વિસ્ફોટમાં CRPFના એક સહાયક કમાન્ડન્ટ ઘાયલ થયા હતા. ઘાયલ આસિસ્ટન્ટ કમાન્ડન્ટને સારવાર માટે ભૈરમગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

દુનિયાની સૌથી નાના કદની મહિલાએ કર્યું મતદાન

April 19, 2024 12:29 pm

મહારાષ્ટ્ર: વિશ્વની સૌથી નાના કદની મહિલા જ્યોતિ આમગેએ આજે નાગપુરના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

મણિપુરમાં પોલિંગ બૂથ પર ફાયરિંગ

April 19, 2024 12:21 pm

મણિપુરના મણિપુર લોકસભા મતવિસ્તારની અંદરના મતદાન મથક પર ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં એક મતદાન કેન્દ્ર પર થયેલા ગોળીબારમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ઈમ્ફાલ ઈસ્ટના થોંગજુમાં એક બૂથમાં EVM માં ​​તોડફોડ થઈ હોવાના અહેવાલ પણ છે. જણાવી દઈએ કે, આજે પ્રથમ તબક્કામાં રાજ્યની 2 બેઠકો આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર પર મતદાન થઈ રહ્યું છે. આઉટર સીટના હિંસા પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર 26 એપ્રિલે પણ મતદાન થશે. મણિપુરમાં 3 માર્ચ 2023થી જાતિય હિંસા ચાલુ છે.

પશ્ચિમ બંગાળમાં 4 કલાકમાં 33% થી વધુ મતદાન

April 19, 2024 12:01 pm

21 રાજ્યોની 102 લોકસભા સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન ચાર કલાકમાં કેટલું મતદાન થયું તેની ટકાવારી બહાર આવી છે. આ ચાર કલાકમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 33.56% મતદાન થયું છે.

રાજસ્થાનના આ ગામમાં મતદાનનો બહિષ્કાર, 3 કલાકમાં માત્ર 3 વોટ પડ્યા, જાણો કારણ?

April 19, 2024 11:31 am

રાજસ્થાનમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થતાં જ મતદાન મથકો પર લાઇનો દેખાવા લાગી હતી, જેની અસર મતદાનની ટકાવારી પર પણ જોવા મળી હતી. ચૂંટણી પંચ દ્વારા 9 વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યની 12 લોકસભા સીટો પર 2 કલાકમાં 10.67 ટકા મતદાન થયું છે. આવી સ્થિતિમાં આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી સારી રહે તેવી દરેકને આશા હતી. પરંતુ દૌસા લોકસભા સીટમાં એક ગામ એવું છે જ્યાં 10 વાગ્યા સુધી માત્ર 3 વોટ પડ્યા હતા.

અભિનેતા ધનુષ પોતાનો મત આપવા પહોંચ્યા હતા

April 19, 2024 11:20 am

તમિલનાડુ: અભિનેતા ધનુષ પ્રથમ તબક્કાના મતદાન માટે પોતાનો મત આપવા માટે ચેન્નાઈના અલવરપેટમાં એક મતદાન મથક પર પહોંચ્યો.

નવવિવાહિત યુગલે પહેલા મતદાનને આપ્યું મહત્વ

April 19, 2024 11:07 am

ઉત્તરાખંડની પૌરી ગઢવાલ લોકસભા બેઠક પર નવવિવાહિત યુગલ મતદાન કરવા માટે પહોંચા હતાં. નોંધનીય છે કે, લોકોમાં અત્યારે મતદાન માટે જાગૃતિ આવી રહીં છે. ઉત્તરાખંડમાં પણ કઈક આવું જ જોવા મળ્યું છે. લગ્ન કર્યા બાદ પહેલા જ મતદાન કરવા માટે ગયા છે.

સદ્ગુરુ જગ્ગી વાસુદેવે કર્યુ મતદાન

April 19, 2024 10:58 am

તમિલનાડુ: સદ્ગુરુ જગ્ગી વાસુદેવે કોઈમ્બતુરમાં પોતાનો મત આપ્યો.

યોગ ગુરુ બાબા રામદેવે કર્યું મતદાન

April 19, 2024 10:57 am

ઉત્તરાખંડ: યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ હરિદ્વારમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.

હાથમાં મહેંદી સાથે દુલ્હન પહોંચી મત આપવા

April 19, 2024 10:54 am

લોકસભા ચૂંટણીને લઈને છત્તીસગઢના બસ્તર બેઠક પર મતદાન કરવા માટે મોટી સંખ્યામં મદારો આવ્યા છે. આ બેઠક પર 11 ઉમેદવારો પોતાનું નસીબ અજાવી રહ્યાં છે. લગ્નના જાન આવે તે પહેલા દુલ્હન અહીં મતદાન કરવા આવી હતી. ગીરોલા જાડીપરાના મતદાન મથકે મહેંદી લાગેલા હાથે દીપિકા દિવાન ચૂંટમી કાર્ડ લઈને મતદાન કરવા આવી હતી. મતદાન બાદ પરિવારના સભ્યો લગ્નની વિધિઓ પૂર્ણ કરશે.

અભિનેતા વિજય સેતુપતિએ કર્યું મતદાન

April 19, 2024 10:45 am

તમિલનાડુ: અભિનેતા વિજય સેતુપતિએ ચેન્નાઈમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

કમલ હાસને મતદાન કર્યું

April 19, 2024 10:43 am

તમિલનાડુ: અભિનેતા અને MNMના વડા કમલ હાસને ચેન્નાઈમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે શિવગંગાઈમાં મતદાન કર્યું

April 19, 2024 10:35 am

કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે તમિલનાડુની શિવગંગાઈ બેઠક પરથી મત આપ્યો છે. તેમણે કહ્યું, 'મને ખૂબ જ ખુશી અને ગર્વ છે કે હું લોકસભા ચૂંટણીમાં મારો મત આપી શક્યો. જ્યાં સુધી તમિલનાડુની વાત છે, મને વિશ્વાસ છે કે INIDA ગ્રુપ તમિલનાડુની તમામ 39 સંસદીય બેઠકો જીતશે. આ ચૂંટણીનો પ્રથમ તબક્કો છે, જેમાં સાત તબક્કા છે. આજે સમગ્ર તમિલનાડુમાં મતદાન થઈ રહ્યું છે અને મને વિશ્વાસ છે કે અમે તમામ બેઠકો જીતીશું.

રજનીકાંતે ચેન્નાઈમાં મતદાન કર્યું

April 19, 2024 10:32 am

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે તમિલનાડુના ચેન્નાઈના પોલિંગ બૂથ પર પહોંચીને મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ રજનીકાંતે પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે અરાજકતા

April 19, 2024 10:32 am

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં હંગામો થયો હોવાના અહેવાલ છે. અહીં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો છે.

પ્રથમ તબક્કામાં 102 બેઠક પર મતદાન

April 19, 2024 10:23 am

સવારે 9 વાગ્યા સુધીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંદમાન નિકોબારમાં 9 વાગ્યા સુધીમાં 8.64 ટકા મતદાન, અરૂણાચલમાં 4.95 ટકા મતદાન, આસામમાં 11.15 ટકા મતદાન, બિહારમાં 9.23 ટકા મતદાન, છત્તીસગઢમાં 12.02 ટકા મતદાન, જમ્મુ કાશ્મીરમાં 10.43 ટકા મતદાન, લક્ષદ્વીપમાં 5.59 ટકા મતદાન, મધ્યપ્રદેશમાં 14.12 ટકા મતદાન, મહારાષ્ટ્રમાં 6.98 ટકા મતદાન, મણિપુરમાં 7.63 ટકા મતદાન, મેઘાલયમાં 12.96 ટકા મતદાન, મિઝોરમમાં 9.36 ટકા મતદાન, નાગાલેન્ડમાં 7.79 ટકા મતદાન, પુડુચેરીમાં 7.49 ટકા મતદાન, રાજસ્થાનમાં 10.67 ટકા મતદાન, સિક્કિમમાં 6.63 ટકા મતદાન, તમિલનાડુમાં 8.21 ટકા મતદાન, ત્રિપુરામાં 13.62 ટકા મતદાન, ઉત્તરપ્રદેશમાં 12.22 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં 15.09 ટકા મતદાન અને ઉત્તરાખંડમાં 9 વાગ્યા સુધીમાં 10.41 ટકા મતદાન થયું છે.

PM મોદીએ First ટાઈમ વોટરને કરી અપીલ

April 19, 2024 10:15 am

લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો આજથી શરૂ થયો છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, લોકશાહીનો સૌથી મોટો તહેવાર આજથી શરૂ થાય છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થશે. હું આ તમામ બેઠકોના મતદારોને વિનંતી કરું છું કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા મારા યુવા મિત્રોને મારી ખાસ અપીલ છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે. લોકશાહીમાં, દરેક મત કિંમતી છે અને દરેક અવાજ મહત્વપૂર્ણ છે!

7 તબક્કામાં યોજાશે મતદાન

April 19, 2024 10:12 am

ચૂંટણીપંચે કહ્યું છે કે, પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ પછી 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. આ પછી 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ અલગ-અલગ તબક્કામાં મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે. એક તરફ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની NDA ત્રીજી વખત જીતવાની કોશિશ કરી રહી છે. વળી, કોંગ્રેસ, ડીએમકે સહિત ઘણા પક્ષો વિપક્ષી ગઠબંધન INDIA દ્વારા એક સાથે આવ્યા છે.

You may also like

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00