Download Apps

Gujarat First Conclave 2024 : ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્કેવેલ, જુઓ

by Hiren Dave
0 comment
GUJARAT FIRST CONCLAVE 2024

Gujarat First Conclave 2024 : લોકસભા ચૂંટણીને લઈને અત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અનેક રાજકીય નેતાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવે છે. જેમાં આકરા અને તીખા સવાલો પણ કરવામાં આવશે.

This Live Blog has Ended

Gujarat First Conclave 2024: Rajkotના રણમેદાનમાં કોણ જીતશે? પત્રકારોનું સૌથી સટિક એનાલિસિસ

April 25, 2024 4:55 pm

Gujarat First Conclave 2024: ટિમ ભાજપ રૂપાલાને અપાવશે લીડ ? | Jaymin Thakkar

April 25, 2024 4:47 pm

ગુજરાત ફર્સ્ટના કોન્ક્લેવમાં જય વસાવડાએ જણાવ્યો રાજકોટનો મિજાજ

April 25, 2024 4:44 pm

જાણો પહેલાની ચૂંટણી અને હવેની ચૂંટણીમાં શું ફરક? નેતાઓને જય વસાવડાએ કરી અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વિષે શું કહ્યું જય વસાવડાએ

Gujarat First Conclave 2024: Dr. Mansukh Mandaviya સામે જંગી લીડથી જીતીશ, Lalit Vasoya નું જાણો ગણિત

April 25, 2024 4:31 pm

ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં મોહન કુંડારીયાનો ખુલાસો

Gujarat First Conclave 2024: ઇન્દ્રનીલ રાજ્યગુરુ કેમ છે પરેશ ધાનાણીથી નારાજ ? જુઓ સૌથી મોટો ખુલાસો

April 25, 2024 3:55 pm

મુખ્યમંત્રીની હરોળમાં બેસી શકે એવા દિગ્ગ્જ નેતા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

Gujarat First Conclave 2024: રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સૌથી મોટી ચર્ચા

April 25, 2024 3:15 pm

Gujarat First Conclave 2024: Pratap Dudhat કેમ વિવાદિત વાણીવિલાસ કરે છે ?સાંભળો દુધાતે શું કહ્યું

April 25, 2024 2:35 pm

લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત ફર્સ્ટના Conclave માં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સાથે રાજકોટની જવાબદારી જેમના સિરે છે તેમનુ નામ છે પ્રતાપ દુધાત. વર્ષ 2004 માં કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જોડાયેલા બાદ અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રુમખની ચૂંટણીમાં વિજેતા થયા અને જિલ્લા યુથ કોંગ્રેસના સૌથી નાની વયના પ્રમુખ બન્યા. વર્ષ 2017 માં ધારાસભ્ય બન્યા બાદ પોતાની સૂજ અને સીનિયરોની આગેવાનીના સાથ અને સહકારથી મજબૂત પકડ બનાવી લીધી હતી. જોકે, વર્ષ 2022 ની ચૂંટણીમાં તેઓ ખૂબ જ ઓછા માર્જીનથી હાર્યા હતા. પાર્ટીના નેશનલ સ્તરના નેતાઓ સાથે નજીકના સંબંધ બનાવી તેમણે સૌરાષ્ટ્રથી લઇને પાર્ટી કમાન સુધી લોકપ્રિયતા મેળવી છે. ત્યારે આજે તેમણે ગુજરાત ફર્સ્ટના તીખા સવાલોના જવાબ આપ્યા હતા.

Gujarat First Conclave 2024: ભાજપ નેતા ઉદય કાનગડ રૂપાલાને અપાવશે લીડ?

April 25, 2024 2:14 pm

GUJARAT FIRST CONCLAVE 2024 : લોકસભાની ચૂંટણી નજીક આવતા ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે  ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ (Gujarat First Conclave) છે. કોન્કલેવમાં ભાજપના રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડ સાથે ખાસ વાત ચીત કરવામાં આવી હતી,

Gujarat First Conclave 2024: જય વસાવડાના ચૂંટણી પર રમુજી અંદાજમાં ચાબખા

April 25, 2024 1:32 pm

Gujarat First Conclave 2024: આજના કાર્યક્રમમાં જાણીતા કટાર લેખક અને મોટિવેશનલ સ્પીકર જય વસાવડા આવ્યા. તેમની સાથે રાજકીય વાતોથી લઈને સાહિત્યની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજકોટમાં યોજાયેલા આ કાર્યક્રમની ભારે સરાહના પણ કરી હતી. નોંધનીય છે કે, ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં આ સૌથી મોટો Conclave ગુજરાત ફર્સ્ટ દ્વારા યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અનેક રાજકીય નેતાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ભારે ધણાસાણ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક માટે પણ અનેક સમીકરણો સામે આવી રહ્યાં છે. રાજકીય નેતાઓ સાથે રમુજી અંદાજમાં વાત કરવા માટે ગુજરાત ફર્સ્ટ સાથે સીધા સંવાદમાં જય વસાવડા પધાર્યા હતા.

Gujarat First Conclave 2024: કડવા પાટીદાર આપશે Dhanani ને મત ? જાણો Lalit Kagathara એ શું કહ્યું

April 25, 2024 1:09 pm

સૌરાષ્ટ્રના રાજકારણની રજેરજ જાણનાર, ખેડૂત આગેવાન અને પાટીદાર નેતા છે. લલિતભાઈ કગથરા વ્યવસાયે ઉદ્યોગપતિ પણ સેવાના અભિગમ સાથે રાજકારણમાં જોડાયેલા કોંગ્રેસના આ કદ્દાવર નેતા પૂર્વ ધારાસભ્યો છે. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં તેઓ રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, તેઓ ભાજપના ઉમેદવાર સામે હારનો સ્વાદ ચાંખ્યો હતો. સ્વભાવે સ્પષ્ટવક્તાની ઓળખ ધરાવતા આ નેતા પરેશ ધાનાણી માટે સતત પ્રચારમાં વ્યસ્ત છે.

ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં લલિત કગથરાએ નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવા પર શું આપી પ્રતિક્રિયા ? Gujarat First Conclave 2024: રાજકારણમાં જ્ઞાતિવાદ પર શું બોલ્યા લલીત કગથરા Gujarat First Conclave 2024: ભાજપની ગેરંટી પર કગથરાએ કર્યો કટાક્ષ ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં ભરત બોધરાનું નિવેદન “રામ માટે નેતાઓ કોંગ્રેસ નથી છોડતા”

Gujarat First Conclave 2024: Paresh Dhanani ઇતિહાસનું કરશે પુનરાવર્તન? પરેશ ધાનાણીનો મોટો ખુલાસો

April 25, 2024 12:08 pm

પરેશકુમાર ધાનાણીએ કોંગ્રેસ સાથે જોડાયેલા ગુજરાતના એક ભારતીય રાજકારણી છે. તેઓ ગુજરાત વિધાનસભાના વિપક્ષના વર્તમાન નેતા છે. તેઓ 2012 થી અમરેલીના ધારાસભ્ય છે. અગાઉ તેમણે 2002થી 2007 દરમિયાન પણ અમરેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આજે તેમણે ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં આવીને ઘણા મોટા ખુલાસાઓ કર્યા છે. શું છે તે ખુલાસ આવો જાણીએ.. ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા પરેશ ધાનાણીએ સૌથી પહેલા શાયરીથી શરૂઆત કરી અને કહ્યું કે, સૌથી લાંબી રેસ તેનું નામ પરેશ અને રાજકોટથી શરૂ કરેલી આ રેસ વાયા ગાંધીનગરથી દિલ્હી સુધી દોડતી જવાની છે. સુરતમાં ભાજપના ઉમેદવારની બિનહરીફ જીતને લઇને અને નિલેશ કુંભાણી વિશે હાલમાં ગદ્દાર શબ્દનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તે અંગે પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જે લોકો લોકશાહીના યજ્ઞમાં આહુતી આપવાની જગ્યાએ પીઠ દેખાડે તેવા જ લોકો આ દેશના ગદ્દાર છે. કોંગ્રેસે ક્યારે પણ નથી વિચાર્યું કે, ભાજપ વિહિન ભારત હોય. લોકશાહીમાં પક્ષ અને વિપક્ષ વૈચારિક વિવિધતાએ જ આ દેશની લોકશાહીને સિંચી ફૂલી ફાલીને વિશ્વમાં મહાસત્તા બનાવવા તરફ દેશને આગળ વધાર્યો હતો પણ કમનસીબે બંધારણથી ડરનારા લોકો તેનો વિરોધ કરનારા લોકો જ બંધારણ ઉપર વારંવાર વાર કરી રહ્યા છે.

Gujarat First Conclave 2024: રાજકોટની રેસમાં 'પરેશ' ક્યાં? સૌથી લાંબી રેસનું નામ 'પરેશ' ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં પરેશ ધાનાણીનું નિવેદન સુરતે બેસાડ્યો દાખલો, લોકશાહીને બચાવવી જરૂરી અહંકારી નેતા રબરસ્ટેમ્પ લોકોને ઉમેદવારી કરાવશે સંવિધાનની સુરક્ષા માટે હું રાજકોટથી રણમેદાનમાં ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં Paresh Dhananiનું નિવેદન માણસને ચકાસવાની લેબોરેટરીની શોધમાં કોંગ્રેસ BJP વિપક્ષને નહીં જનતાના અવાજને રોકે છે કમલમમાં ખોલાય છે કાળાધનના કોથળાં

Gujarat First Conclave 2024: પરશોત્તમ રૂપાલા બાબતે મોહન કુંડારિયાએ કરી મોટી વાત

April 25, 2024 11:24 am

રાજકોટની લોકસભા બેઠકથી સાંસદ મોહન કુંડારિયાએ ભાજપના રાજકોટના લોકસભાના વર્ષ 2024 માટેની ચૂંટણીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા વિશે વાત કરતાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા એવા પરસોતમ રૂપાલાને જ્યારે રાજકોટની બેઠક ઉપરથી ચૂંટણીના મેદાને ઉતારવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે, કાર્યકરોમાં જોમ અને જુસ્સો વધુ ઉત્પન્ન થતો હોય છે. પરસોત્તમ રૂપાલા જ્યારે રાજકોટમાં પ્રવેશ્યા ત્યારે તેમનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું વર્ષોથી જોતો આવું છું કે રાજકોટ શહેરનો મૂડ જ અલગ છે. રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે. દેશને કઈ દિશા તરફ લઈ જવો તેને ધ્યાનમાં લઈને હંમેશા રાજકોટની જનતા ચાલી છે.

Parshottam Rupala ને જીતાડવા રાજકોટ સંગઠનમાં છે વિખવાદ? જાણો રાજકોટ શહેર પ્રમુખે શું કહ્યું

April 25, 2024 11:09 am

રાજકોટની વિવિધ સંસ્થાઓ સાથે મુકેશ દોશી જોડાયેલા છે. ભૂતકાળમાં શહેર ભાજપના મંત્રી તરીકે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તેઓ સેવા પ્રદાન કરી ચુક્યા છે. દર વર્ષે સમૂહ લગ્ન જેવા સામાજીક અને જન હિતના કાર્ય કરી તેમણે જનતા વચ્ચે એક ખાસ જગ્યા બનાવી છે. આ સિવાય સિવેના સર્વાણીનો સેતું બાંધનાર મુકેશભાઈ દોશી વર્તમાનમાં શહેર ભાજપના પ્રમુખ પદની જવાબદારી નિભાવી રહ્યા છે. તેટલું જ નહીં પાર્ટીને સતત મજબૂત કરી રહ્યા છે. તેઓ રાજકોટની જનતાને વર્ષોથી જાણે છે ત્યારે આ વખતે આ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા જીતશે કે નહીં તે અંગે પણ તેમણે જણાવ્યું હતું.

Gujarat First Conclave 2024: Parshottam Rupalaને લઇ Ram Mokariyaનો મોટો ખુલાસો

April 25, 2024 11:05 am

રાજકોટ બેઠક જીતવાની અને 5 લાખની લીડ સુધી પહોંચવાની રણનીતિ વિશે જણાવતા રામ મોકડિયાએ કહ્યું કે, અમારી લીડ તો 7 લાખ ઉપર જશે, રણનીતિએ ખાનગી હોય છે તેના વિશે જાહેરમાં વાત કરવી ના જોઈએ. બધા લોકો અત્યારે કમળને અને રુપાલા સાહેબને ઇચ્છે છે જેનું પરિણામ તમને જવા મળશે જ. તમારી જ ચેનલ ફર્સ્ટ છે એટલે તમે અમને ફર્સ્ટ સમાચાર આપશો કે, સૌથી વધારે મત અમને મળ્યા છે. રામ મોકરિયાએ કહ્યું, હું મોટે ભાગે રૂપાલા સાહેસ સાથે જ ફરૂ છું. બધા જ અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ સોપેલી કામગીરી કરી રહ્યાં છે. અમે પણ એવી રીતે જ કાર્ય કરી રહ્યા છે. અત્યારે તો જે પાર્ટીમાં નથી તે પણ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે કે, અમે 100 ટકા મતદાન કરશું અને વધારે લીડથી જીત અપાવીશું. મોદી સાહેબને 400 પારની લીડ આપવાની છે પણ એ લીડ વાયા રુપાલા સાહેબ દ્વારા આપવાની છે.

Gujarat First Conclave 2024: હનુમાનની ભૂમિકામાં રહ્યા રામ મોકરિયા, ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં રામ મોકરિયાની પ્રતિક્રિયા

રાજકોટ ચૂંટણીમાં લેઉવા પાટીદારના મત રૂપાલાને મળશે? જાણો શું કહ્યું Dhansukh Bhanderi એ

April 25, 2024 10:19 am

આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ કેવી છે તેવા સવાલના જવાબમાં ધનસુખ ભંડેરીએ કહ્યું કે ભાજપમાં બુથ થી લઇ નેશનલ લેવલ સુધીનું ખાસ આયોજન કરાયેલું હોય છે અને રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડી બુથ પ્રમુખ સુધીનું માળખું ગોઠવાયેલું છે. અમે પેજ સમિતીના માધ્યમથી ભાજપનો મેસેજ લોકો સુધી પહોંચાડીએ છીએ. સરકારના કામો પહોંચાડીએ છીએ. તેમણે કહ્યું કે પીએમ વિકાસની રાજનીતી લોકો સમક્ષ લઇ ગયા છે. વિકાસના નામે ચૂંટણી જીતી શકાય છે તે સાર્થક અમે બધી ચૂંટણીમાં કર્યું છે. 10 વર્ષમાં ઉત્તરોત્તર અમારી સીટો વધી છે. તેમણે કહ્યું કે વિધાનસભામાં 156 બેઠક જીતી અને ખાલી જીતીને નહી પણ લોકોનું મન જીતીને જીતી છે. અમારા તમામ સ્તરે જીતવાના પ્રયાસ છે. પ્રજા એટલે જ ભાજપ અને મોદી સાહેબ સાથે છે. આ સિવાય જ્યારે રાજકોટ ચૂંટણીમાં લેઉવા પાટીદારના મત રૂપાલાને મળશે તે અંગે પણ ધનસુખ ભંડેરીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

મને જેટલો આનંદ વરરાજા બનવામાં હોય એનાથી વધારે આનંદ અણવર બનવામાં છે :- ધનસુખ ભંડેરી ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં ધનસુખ ભંડેરીએ કહ્યું કે, દેશમાં વિકાસની રાજનીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાવ્યા છે. તેમણે તે પણ દાવો કર્યો કે ભાજપે જનતાનું દિલ જીત્યું છે. ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં ધનસુખ ભંડેરીનું નિવેદન રાજકોટમાં જૂથવાદ નથી! સૌનો એક જ મોદી પરિવાર

Gujarat First Conclave 2024: સુરતમાં ક્યાં પડ્યો લોચો ? કોંગ્રેસ પ્રવક્તા Hemang Raval નો મોટો ખુલાસો

April 25, 2024 10:17 am

શું કોંગ્રેસને #RamMandir વિશે બોલવાનો અધિકાર છે ? ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં હેમાંગ રાવલનું નિવેદન રામમંદિરને લઈને હેમાંગ રાવલની પ્રતિક્રિયા “રામ મંદિર રાજકીય સ્ટંટ હતો, એટલે અમે નહોતા ગયા” રાજકોટમાં શિક્ષણની સ્થિતિ અંગે નિદિત બારોટના આકરા પ્રહાર ઉમેદવારો બદલવા બાબતે હેમાંગ રાવલના ગુજરાત ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં રામમંદિરને લઈને હેમાંગ રાવલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસે કેમ સુપ્રિમ કોર્ટમાં રામમંદિર પર ઉઠાવ્યા સવાલ.

ભાજપ સમય સાથે અપડેટ થતી પાર્ટી છે : ભરત બોધરા

April 25, 2024 10:16 am

રૂપાલા બાબતે મને જે લોકો વિલન ગણાવે છે તેઓ રાજકારણ રમી રહ્યા છે. મને કોઈ સવાલ કરે તો મારે જવાબ આપવો પડતો હોય છે. રાજકોટના ઇતિહાસમાં ક્યારેય કોઈ સાંસદને આટલી લીડ નહીં મળી હોય તે તમામ રેકોર્ડ આદરણિય પરશોત્તમભાઈના નામે થવાના છે. ભૂતકાળમાં કોઈ લીડ નહીં આવી હોય તેવી લીડ રૂપાલા સાહેબને મળશે.

ભાજપમાં કોઈ ઓપરેશન નથી, વિચારધારા સાથે જોડાયા : ભરત બોધરા

April 25, 2024 10:14 am

ભારત બોઘરાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઓપરેશન થતા હોતા નથી. ભરતભાઈએ કહ્યું કે, ભારતી જનતા પાર્ટી સમય સંજોગ પ્રમાણે અપડેટ થતી પાર્ટી છે. મારે વ્યક્તિગત મત છે કે, કોઇના આવથી કે જાવાથી કાર્યકર્તાને વધારે ફરક પડતો નથી. ભારતીય જનતા પાર્ટીમાં અનેક દિગ્ગજ નેતાઓ આવ્યા તેમાં અમારા કાર્યકર્તાઓ કામ કરતા હોય છે, જે કામગીરીનો એક ભાગ હોય છે. બધા સાથે મળીને કામ કરે છે. ક્યાર કોઈ અણબનાવ કે ખટરાવ છે નહીં.

શું ભાજપે કોંગ્રેસના નેતાઓને રૂપિયાથી ખરીદી લીધા છે કે ધાક ધમકીથી ભાજપમાં જોડી દીધા છે ? જાણો @drbharatboghara નો જવાબ

April 25, 2024 10:13 am

વિરોધ પક્ષના નેતાઓએ એમના પક્ષનું મનોમંથન કરવાની જરૂર છે : ડો. ભરત બોઘરા

April 25, 2024 10:10 am

ભરતભાઈએ કહ્યું કે, કઈ પાર્ટીમાં આતંકરી વિખવાદો નથી થતા. કોંગ્રેસ તો કોઈ વધ્યા નથી આલિયો માલિયો અને જમાલીઓ છે તો પણ રોજ ઝઘડાઓ થાય છે. ભાજપમાં 1 કરોડને 10 લોકોની પાર્ટી છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના નિર્ણયને ક્યારેય અવગણવામાં આવ્યો નથી. અન્ય પાર્રીમાં તો કોઈ છે પણ નહીં છતા પણ ઝઘડાઓ થાય છે. તે કક્ષાએ તો ભારતીય જનતા પાર્ટીનું મેનેજમેન્ટ ઘણું સારૂ છે.

ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં ભરત બોધરાનું નિવેદન પહેલા રાજકોટમાં મહેમાન આવે તો પણ પાણી નહોતું:ભરત બોઘરા આજે રાજકોટમાં 24 કલાક પાણી મળી રહ્યુ છે:ભરત બોઘરા

રાજકોટના આંગણે આટલો સરસ કોન્કલેવ કરી રાજકોટના વિઝનને ગુજરાત સમક્ષ મુકવા બદલ GujaratFirst નો ખુબ ખુબ આભાર : ડો. ભરત બોઘરા

April 25, 2024 10:08 am

ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કેટલા ઓપરેશન પાર પાડ્યા ? અને શું આગામી સમયમાં ઓપરેશન પાર પાડવાની યોજના ખરી?

April 25, 2024 10:06 am

ભરત બોઘરાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં કોઇ ઓપરેશન થતા નથી. છેલ્લા 10 વર્ષમાં PM મોદી જે રીતે રાજનીતિમાં એક પરિવર્તન લાવ્યા, દેશની જનતાને કોઇ પાર્ટીના નેતા પર વિશ્વાસ બેઠો હોય તેવું  વાતાવરણ તે સમગ્ર દેશમાં સર્જાયું. તેમણે આગળ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઓપરેશન થતા હોતા નથી. નરેન્દ્રભાઈ મોદીના 10 વર્ષના કાર્યકાળમાં લોકોને કોઈ નેતા પર આટલો ભરોષો જાગ્યો છે. ભરત બોઘરાએ કહ્યું કે, છેલ્લા 6 મહિનામાં 60 હજાર જેટલા લોકોએ બીજેપીમાં જોડાઈ કેસરિયા ધારણ કર્યા છે. જેમાં આમ આદમી પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના પ્રથમ હરોળના દિગ્ગજ નેતાઓ દિશા હીન પાર્ટીના નેતૃત્વને છોડીને બીજેપીમાં જોડાયા છે. આ લોકોએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરવાનું મન બનાવ્યું છે.

ગુજરાતમાં ઓપરેશન લોટસના કેપ્ટન તરીકે ભરત બોઘરા જાણીતા બન્યા

April 25, 2024 9:59 am

રાજકોટ ખાતે આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા Biggest Conclave નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા જાણીતી અને લોકપ્રિય રાજકીય હસ્તીઓ ગુજરાત ફર્સ્ટના તીખા સવાલોના જવાબ આપશે. આ કાર્યક્રમના સૌથી પહેલા મહેમાન ભરતભાઈ બોઘરા છે કે જેઓ ભાજપના નેતા છે. તેઓ 12મી વિધાનસભા માટે ગુજરાતના જસદણ મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય હતા. તેઓ ભાજપ ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ છે. આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર અને વર્ષ 2009 માં જસદણ બેઠક પરથી કેસરીયો જે ચહેરાને લીધે લહેરાયો હાલમાં અમે તેમની વાત કરીશું. તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલથી લઇને વડાપ્રધાન મોદીની ગુડ બુકમાં તેઓ સામેલ છે. તેમના અભ્યાસની જો વાત કરવામાં આવે તો તેઓ BA, MS ની ડિગ્રી ધરાવે છે. હોસ્પિટલની પ્રક્ટિસ છોડી અને વેપાર ક્ષેત્રે તેઓ આગળ વધ્યા છે. જોકે, બીજી તરફ રાજકીય ઓપરેશન તેઓ ચતુરાઈથી પાર પાડી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ઓપરેશન લોટસના કેપ્ટનથી તેઓ જાણીતા બન્યા છે. વર્ષ 2018 માં તેઓ સરદાર પટેલ જળસંચય નિગમના તેઓ ચેરમેન રહી ચુક્યા છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ તેઓ સંગઠનની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. ત્યારે ચાલો હવે તેમના પણ મતમતાંતર જાણીએ કે તેઓ રાજકોટનું રાજકારણ કઇ દિશામાં જુએ છે.

You may also like

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00