Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : દિવાળી પૂર્વે SOG નો સપાટો! ફૂડ વિભાગ સાથે કર્યું સર્ચ ઓપરેશન

મકાનનાં ઉપરનાં માળે આ ઘી બનાવવામાં આવતું હતું. ફૂડ વિભાગે રૂ. 1.37 લાખની કિંમતનું ઘી સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
bhavnagar   દિવાળી પૂર્વે sog નો સપાટો  ફૂડ વિભાગ સાથે કર્યું સર્ચ ઓપરેશન
Advertisement
  1. તહેવારો પહેલા Bhavnagar માં SOG નો સપાટો
  2. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કરી તપાસ
  3. ભગાતળાવ નાગરપોળના ડેલમાં હાથ ધર્યું ચેકિંગ
  4. ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના લીધા નમૂના
  5. 1.37 લાખની કિંમતનું 210 કિલો ઘી સીઝ કર્યું
  6. મકાનના ઉપરના માળે બનાવવામાં આવતું હતું ઘી

Bhavnagar : ભાવનગર શહેરમાં SOG ની ટીમએ ફૂડ વિભાગને (Food Department) સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરનાં ભગાતળાવ-નાગરપોળના ડેલામાં આવેલ એક મકાનમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનાં સેમ્પલ મળ્યા હતા. દરમિયાન, 14 જેટલા ઘીનાં ડબ્બામાં રહેલો 210 કિલો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. મકાનનાં ઉપરનાં માળે આ ઘી બનાવવામાં આવતું હતું. ફૂડ વિભાગે રૂ. 1.37 લાખની કિંમતનું ઘી સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Mehsana : વિસનગરમાં સગીરા પર ગેંગરેપ મામલે 6 આરોપીનાં રિમાન્ડ મંજૂર

Advertisement

Advertisement

Bhavnagar નાં ભગાતળાવ-નાગરપોળના ડેલમાં મકાનમાં હાથ ધર્યું ચેકિંગ

ભાવનગર શહેરમાં (Bhavnagar) ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને નકલી વસ્તુઓનાં વેચાણ સામે વધતી કડકાઈ વચ્ચે, SOG અને ફૂડ વિભાગની ટીમોએ (Department of Food and Drugs) સંયુક્ત રીતે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગરનાં ભગાતળાવ-નાગરપોળ વિસ્તારમાં આવેલા એક ડેરા (મકાન) માં ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ઘીનાં ઉત્પાદનનું કારખાનું મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ કાર્યવાહીમાં 210 કિલોગ્રામથી વધુનો નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આશરે 1.37 લાખ રૂપિયા જેટલી છે.

આ પણ વાંચો - Rajkot : વધુ એક મહિલા પોલીસકર્મીનો આપઘાત, ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

1.37 લાખની કિંમતનું 210 કિલો ઘી સીઝ કર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, SOG ની ટીમે ફૂડ વિભાગનાં અધિકારીઓની સાથે મળીને ભગાતળાવ-નાગરપોળ વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ મકાનનાં ઉપરનાં માળ પર ગુપ્ત રીતે ઘીનું ઉત્પાદન ચાલતું હતું, જેમાં સસ્તા અને શંકાસ્પદ પદાર્થોની ભેળસેળ કરીને નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું. ફૂડ વિભાગનાં અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરી, જેમાં ઘીના નમૂના લઈને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દીધા છે. ચેકિંગ દરમિયાન 14 ડબ્બામાં 210 કિલોગ્રામ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘીની કુલ કિંમત આશરે 1.37 લાખ રૂપિયા જેટલી છે. જપ્ત કરાયેલા જથ્થાને કાયદેસર રીતે સીલ કરીને નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું પ્રેરણાદાયી પગલું, સહપરિવાર સફાઈ દૂતો સાથે કર્યું ભોજન

Tags :
Advertisement

.

×