ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: ભાવનગર પોલીસને ખુલ્લો પડકાર! શહેરમાં અસમાજિક તત્વોએ મચાવ્યો ફરી આતંક

Bhavnagar: શહેરમાં ડોન ચોક વિસ્તારમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા કાર ચાલક યુવકને જાહેરમાં માર મારીને અપહરણ
11:13 AM Dec 31, 2024 IST | VIMAL PRAJAPATI
Bhavnagar: શહેરમાં ડોન ચોક વિસ્તારમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા કાર ચાલક યુવકને જાહેરમાં માર મારીને અપહરણ
Open Challenge to Bhavnagar police
  1. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આંતક
  2. કાર ચાલક યુવકને જાહેરમાં માર મારીને અપહરણ કરવામાં આવ્યું
  3. સમગ્ર અપહરણ અને મારામારીની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી

Bhavnagar: ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા એળે ગયા હોય તેવું લાગી રહ્યું છે, સામાન્ય વાતમાં લોકો હિંસા પર ઉતરી આવતા હોય છે. ભાવનગર શહેરમં અસામાજિક તત્વોમાં અત્યારે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. તેમનો આંતક સતત વધી રહ્યો છે. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ફરી એક વખત આંતક સામે આવ્યો છે, જેના લઈને પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો: Bhuj : યુવતીનાં અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકા રાખી પ્રેમીએ કરી ક્રૂર હત્યા

ભાવનગર પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી

ઘટનાની વાત કરવામાં આવે તો, ભાવનગર શહેરમાં ડોન ચોક વિસ્તારમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા કાર ચાલક યુવકને જાહેરમાં માર મારીને અપહરણ કરવામાં આવ્યું હોવું સામે આવ્યું છે. જે મામલે અત્યારે ભાવનગર પોલીસે તપાસ પણ હાથ ધરી છે. નોંધનીય છે કે, કારચાલકને માર મારતા હોવાનો લાઈવ વીડિયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં રૂપિયા માટે મડદાં ઉખેડ્યા, વડગામના વેપારીનું તરકટ જોઈ ચોંકી ઉઠશો

ભાવનગર પોલીસને ખુલ્લો પડકાર આપતો વીડિયો વાયરલ

વાયરલ વીડિયોની વાત કરવામાં આવે તો, શહેરમાં ભાઈગીરી કરી રહેલા ઈસમો સામાન્ય બાબતે ઝઘડો કરી રહ્યા છે અને જાહેરમાં માર મારીને કાયદાને પણ ચેલેન્જ આપી રહ્યા છે. આ ભાવનગર પોલીસને ખુલ્લો પડકાર છે. સમગ્ર અપહરણ અને મારામારીની ઘટનાને લઈ બી.ડિવિઝન પોલીસનો કાફલો બનાવ સ્થળ ઉપર પહોંચ્યો છે. જેમાં હવે કેવી કાર્યવાહી થયા છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: નવા વર્ષને આવકારવા યુવાહૈયાઓમાં થનગનાટ: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં થશે ઉજવણી

Tags :
BhavnagarBhavnagar Anti-social elementsBhavnagar PoliceCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati PoliceGujarati Top NewsLatest Gujarati Newsopen challenge to Bhavnagar policeOpen Challenge to policeTop Gujarati News
Next Article