Ahmedabad Plane Crash : આ દુર્ઘટનાનો અંદાજિત 4000 કરોડનો ઈન્શ્યોરન્સ ક્લેમ બની રહેશે ઐતિહાસિક
- એર ઈન્ડિયાની ફ્લાઈટ A-171 નો અધધધ....ઈન્શ્યોરન્સ કલેમ
- આ દુર્ઘટનાનો ક્લેમ 4000 કરોડનો હોવાની સંભાવના છે
- જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે આપી માહિતી
Ahmedabad Plane Crash : અમદાવાદમાં 12મી જૂને ગુરુવારના રોજ ગમખ્વાર વિમાન અકસ્માત સર્જાયો હતો. જેમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ A-171 ઉડાન ભરતાની સાથે જ ગણતરીની સેકન્ડ્સમાં જ તૂટી પડી હતી. આ ફલાઈટનો ઈન્શ્યોરન્સ કલેમ ઐતિહાસિક બની રહેવાની શક્યતાઓ છે. જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (General Insurance Corporation of India) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રામાસ્વામી નારાયણન (Ramaswamy Narayan) એ બ્લૂમબર્ગને જણાવ્યું છે કે આ ઉડ્ડયન વીમા દાવો ભારતના ઈતિહાસનો સૌથી મોટો દાવો હોઈ શકે છે.
475 મિલિયન ડોલર (4 હજાર કરોડ રૂપિયા)નો ક્લેમ
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાએ વીમા ઉદ્યોગમાં ખળભળાટ મચાવ્યો છે. જેનું મુખ્ય કારણ તેની રકમ છે. જે ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટી છે. આ દાવાની અંદાજિત કિંમત 475 મિલિયન ડોલર એટલે કે 4 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રામાસ્વામી નારાયણને બ્લૂમબર્ગને જણાવ્યું છે કે આ ઉડ્ડયન વીમા દાવો ભારતના ઈતિહાસનો સૌથી મોટો દાવો હોઈ શકે છે. જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ કંપનીઓ પૈકીની એક છે જેણે એર ઈન્ડિયાને કવરેજ આપ્યું છે.
વાર્ષિક પ્રીમિયમ કરતાં ત્રણ ગણાથી વધુનો દાવો
નારાયણનના મતે, વિમાનના શેલ અને એન્જિન માટેનો દાવો લગભગ $125 મિલિયન એટલે કે એક હજાર કરોડ રૂપિયાથી વધુ છે. તેમણે અંદાજ લગાવ્યો હતો કે મુસાફરો અને અન્ય લોકોના જાનહાનિ માટે વધારાના દાવા લગભગ $350 મિલિયન એટલે કે રૂ.3 હજાર કરોડથી વધુ હશે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર આ ખર્ચ 2023 માં ભારતમાં ઉડ્ડયન ઉદ્યોગ માટે વાર્ષિક પ્રીમિયમ કરતાં ત્રણ ગણાથી વધુ છે.
આ પણ વાંચોઃ G7 Summit : સુરક્ષામાં ગંભીર ચૂક, આલ્બર્ટાના નો ફલાય ઝોનમાં પ્રાઈવેટ પ્લેન ઘુસી ગયું
દુર્ઘટના પછી ઈન્શ્યોરન્સ મોંઘો થશે
ભારતની એવિએશન ઈન્ડસ્ટ્રીમાં વીમા પ્રીમિયમ હવે અથવા પોલિસી રિન્યુઅલ દરમિયાન વધવાની ધારણા છે. એર ઈન્ડિયાના વીમા ચૂકવણી પર, કુલ ખર્ચ વધી શકે છે કારણ કે દુર્ઘટનામાં વિદેશી નાગરિકોના મોત થયા હતા. આ દાવાઓની ગણતરી તેમના સંબંધિત દેશોના નિયમો અનુસાર કરવામાં આવશે. વીમા કંપનીઓ પહેલા વિમાન સંબંધિત કેસનું સમાધાન કરશે, ત્યારબાદ જવાબદારીના દાવાઓ પર કામગીરી કરશે. જો કે જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રામાસ્વામી નારાયણન અનુસાર જવાબદારીના દાવાઓનું સમાધાન કરવામાં થોડો સમય લાગશે.
આ પણ વાંચોઃ Canada G7: 'ઈરાનની હાર નિશ્ચિત છે...', G7 બેઠકમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ટેકો આપ્યો


