વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ સુગમતા (LEADS) 2024 રેન્કિંગ જાહેર, સતત 6 વર્ષે Gujarat મોખરે
- વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ સુગમતા (LEADS) 2024 રેન્કિંગ જાહેર
- LEADS રેન્કિંગમાં ગુજરાત સતત છઠ્ઠા વર્ષે દેશભરમાં મોખરે
- ગુજરાત સતત 3 વર્ષથી “એચિવર્સ” કેટેગરીમાં પ્રથમ ક્રમે રહ્યું
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024 માં વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉપલબ્ધતા, સરકારી મંજૂરી મેળવવાની સુગમતા અને રાજ્યમાં લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવાનાં રાજ્ય સ્તરીય પ્રયાસો જેવા વિષયો પર રેન્કિંગ જાહેર કરાયું છે. લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ માટેની સુગમતા માટેની કાર્યક્ષમતા માટે LEADS રેન્કિંગમાં (LEADS 2024) ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેમાં ગુજરાતે (Gujarat) સતત 3 વર્ષથી “એચિવર્સ” કેટેગરીમાં પણ મોખરાનું સ્થાન મેળવ્યું છે, જે રેન્કિંગની ટોચની કાર્યક્ષમ કેટેગરી છે.
ગુજરાત સતત છઠ્ઠા વર્ષે સમગ્ર દેશમાં મોખરે
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal) તથા કેન્દ્રીય ઉદ્યોગ રાજ્યમંત્રી જતીન પ્રસાદ (Jatin Prasad) દ્વારા “લોજિસ્ટિક્સ ઈઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા છે. ગુજરાતે અગાઉ LEADS સૂચકાંકમાં (LEADS 2024) વર્ષ 2018, 2019 અને 2021 ના વર્ષોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. છેલ્લા 3 વર્ષથી રાજ્યોને વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે, જેમાં “એચિવર્સ”, “ફાસ્ટ મૂવર્સ” અને “એસ્પાયરર્સ” છે, જેમાં “એચિવર્સ” એ ટોચની શ્રેણી છે. ગુજરાતે સતત 3 વર્ષ એટલે કે, વર્ષ 2022, 2023 અને 2024 માટે ટોચની શ્રેણીમાં આ સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો - Gandhinagar : 'Mahakumbh-2025' માટે CM ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નિ:શુલ્ક 'વોટર એમ્બ્યુલન્સ' નું ફ્લેગઓફ
Released the Logistics Ease Across Different States (LEADS) 2024 Report and gave away the LEADS & Logistics Excellence, Advancements and Performance Shield (LEAPS) Awards 2024 along with MoS @JitinPrasada ji.
We also released the 'Framework for Assessment of Logistics Cost in… pic.twitter.com/dAfAw1csup
— Piyush Goyal (@PiyushGoyal) January 3, 2025
ઇનોવેટીવ અને ઉત્તમ પ્રદર્શન કરનારી કંપનીઓને એવોર્ડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતનાં દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાજ્યની સક્રિય નીતિઓ અને સુસંગત માળખાને કારણે ગુજરાતે મોખરાનું સ્થાન મેળવ્યું છે. આ બધામાં મુખ્ય ભાગ સુવિધાઓની ઉપલબ્ધતા અને ગુણવત્તા, રાજ્ય સરકાર દ્વારા લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે આપેલી સહાય અને વ્યવસાય સુગમતાનો રહેલો છે. ઉપરાંત, ઇનોવેટીવ અને ઉત્તમ પ્રદર્શન કરનારી કંપનીઓને વિવિધ કેટેગરીમાં “Logistics Excellence, Advancement and Performance Shield (LEAPS)” એવોર્ડ આપવામાં આવ્યા હતા.
ગુજરાત હંમેશા રોકાણ અને માળખાકીય વિકાસ માટે નીતિ આધારિત અભિગમ અપનાવતું આવ્યું છે, જેના પરિણામે ગુજરાત 2021 માં લોજિસ્ટિક્સ ક્ષેત્ર-વિશિષ્ટ પૉલિસી ધરાવતા પ્રથમ રાજ્યોમાં સામેલ થયું હતું. આ નીતિનાં ઉત્તમ અમલીકરણ થકી અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત આજે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે.
આ પણ વાંચો - Surat : બોગસ ડોક્ટર્સ બાદ હવે ડમી શાળાઓ સામે તવાઈ! DEO નો કડક આદેશ
ગુજરાત રાજ્ય હંમેશા આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું મુખ્ય આર્થિક કેન્દ્ર
અત્રે ઉલલેખનીય છે કે, ગુજરાત (Gujarat) રાજ્ય હંમેશા આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું મુખ્ય આર્થિક કેન્દ્ર રહ્યું છે. 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારા સાથે 48 નોન-મેજર પોર્ટ્સ અને કંડલા પોર્ટ સાથે, ગુજરાત (Gujarat) હંમેશા પોર્ટ અર્થવ્યવસ્થા રહી છે, જે ભારતનો 40 ટકા પોર્ટ કાર્ગો હેન્ડલ કરે છે. ઉપરાંત, ગુજરાતે એક વ્યાપક લોજિસ્ટિક્સ માળખાકીય મૂલ્ય શ્રેણી વિકસાવી છે, જેમાં દૂરસ્થ વિસ્તારો સુધી પહોંચતા પહોળા માર્ગોની જાળવણી, DMIC, DFC, એક્સપ્રેસ-વે, પોર્ટ વિકાસ, રેલવે જોડાણ પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.
ઓટોમેશન અને ડિજિટલ ઉકેલોમાં પણ ગુજરાત મોખરે
રાજ્યએ ઓટોમેશન અને ડિજિટલ ઉકેલોમાં પણ મોખરાનું સ્થાન મેળવ્યું છે, જેમ કે પોર્ટ ઓપરેશન્સ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (POFMS), વાહન 4.0 જેમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં 20 થી વધારે ફેસલેસ સેવાઓ, PM ગતિ શક્તિ ગુજરાત અને ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ જેવા ડિઝિટલ ટુલ્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - Gujarat BJP : રાજ્યભરમાં શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ


