Ahmedabad : પાલડીની સ્કૂલનાં શિક્ષકની ધરપકડ, વિદ્યાર્થિનીનાં શારીરિક શોષણનો આરોપ
- Ahmedabad ની પાલડી વિસ્તારની અંકુર સ્કૂલનાં શિક્ષકની ધરપકડ
- શારીરિક શોષણ કરવાના મામલે આરોપી શિક્ષકની ધરપકડ
- વિદ્યાર્થિનીના બળજબરી બીભત્સ ફોટો-વીડિયો બનાવ્યા હોવાનો
- શિક્ષક બ્લેકમેલ કરી વિદ્યાર્થિનીને લગ્ન માટે દબાણ કરતો હતો
- સરખેજ પોલીસ સ્ટેશનમાં શિક્ષક યશ વાઘેલાની ધરપકડ
અમદાવાદનાં (Ahmedabad) પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલનાં તત્કાલીન શિક્ષક દ્વારા શારીરિક શોષણ કરવાનાં મામલે આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. સ્પોર્ટ્સ ટીચર સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિધાર્થિનીને ફોર્મ ભરવાનું કહીને હોટેલ પર લઈ જઈને બીભત્સ ફોટો-વીડિયો બનાવી લગ્ન કરવા દબાણ કરતો હોવાનો આરોપ થયો હતો. આ મામલે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Banaskantha: ભાભરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોની ધરપકડ, તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હતો હુમલો
ફોર્મમાં સહી-સ્ટેમ્પ કરાવવાનું કહી એક રૂમમાં લઈ ગયો હતો
માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલનાં (Ankur School) તત્કાલિન શિક્ષક સામે વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ કરવા મામલે ફરિયાદ થતાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 22 એપ્રિલનાં રોજ સરખેજ પોલીસ સ્ટેશનમાં શિક્ષક યશ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ હતી. પાલડી-ફતેપુરાની (Paldi-Fatepura) અંકુર સ્કૂલનાં સ્પોર્ટ્સનાં શિક્ષક વિરુદ્ધ એક વિદ્યાર્થિનીની માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં (Sarkhej Police Station) ફરિયાદ નોંધાવી હતી કે સ્કૂલનાં સ્પોર્ટ્સ ટીચર યશ વાઘેલાએ કબડ્ડીમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવા તેમ જ સ્પોર્ટ્સની ટિકિટ લેવાના બહાને તેમની દીકરીને હોટેલનાં રૂમમાં લઈ ગયો હતો.
-અમદાવાદની પાલડી વિસ્તારની અંકુર સ્કૂલના શિક્ષકની ધરપકડ
-શારીરિક શોષણ કરવાના મામલે આરોપી શિક્ષકની ધરપકડ
-વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કરી ફોટો-વીડિયો ઉતારી લીધાના આરોપ
-શિક્ષક બ્લેકમેલ કરી વિદ્યાર્થિનીને લગ્ન માટે દબાણ કરતો હતો #Gujarat #ahmedabad #StudentExploitation… pic.twitter.com/RsAuuPoSYC— Gujarat First (@GujaratFirst) May 2, 2025
આ પણ વાંચો - Jetpur : શહેરમાં ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલા પકડાઈ, બાંગ્લાદેશનું ચૂંટણીકાર્ડ પણ મળ્યું
બળજબરી બીભત્સ ફોટા-વીડિયો બનાવ્યા, લગ્ન માટે દબાણ કરતો હોવાનો આરોપ
ફરિયાદમાં આરોપ અનુસાર, આરોપી શિક્ષક યશ વાધેલા વિદ્યાર્થિનીને ફોર્મમાં સહી-સ્ટેમ્પ કરાવવા નિકોલ જવાનું છે કહી ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પાસે આવેલી એક હોટેલનાં રૂમમાં લઈ ગયો હતો ત્યાં યશે જબરદસ્તીથી વિદ્યાર્થિનીનાં બીભત્સ ફોટા અને વીડિયો બનાવ્યા હતા અને પછી આરોપી ફરાર થયો હતો. આ કેસમાં સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી બનાવ બાદ રાજ્ય બહાર જતો રહ્યો હતો જે પરત આવતા જ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Dahod : લીમડીનગરમાં ગુમ થયેલ 12 વર્ષીય બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો


