ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod : 6 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનારા નરાધમને આકરી સજા

ત્યારે પોલીસે મામલાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને ઘટનાનાં માત્ર 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
04:00 PM May 21, 2025 IST | Vipul Sen
ત્યારે પોલીસે મામલાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને ઘટનાનાં માત્ર 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
Dohod_gujarat_first
  1. દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મ કેસ મામલે મોટા સમાચાર (Dahod)
  2. સ્પેશિયલ કોર્ટે આરોપીને ફટકારી આકરી સજા
  3. 10 વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
  4. દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યા કરી હતી

દાહોદમાં (Dahod) 6 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યા કેસમાં મોટા સમાચાર આવ્યા છે. સ્પેશિયલ કોર્ટે આરોપીને 10 વર્ષની આકરી કેદની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ જઘન્ય અપરાધમાં સરકાર પક્ષે ઘટનાનાં માત્ર 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 31 સાક્ષી, દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવાનાં આધારે કોર્ટે (Dahod Special Court) આરોપીને દોષી ઠેરવી સજા ફટકારી છે.

આ પણ વાંચો - Asiatic Lion :16 મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની મુખ્યમંત્રીશ્રી દ્વારા ગૌરવપૂર્ણ જાહેરાત

6 વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજાર્યા બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી

દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજાર્યા બાદ તેણીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આરોપીને ઝડપીને કડક સજા કરવામાં આવે માગ ઊઠી હતી. ત્યારે પોલીસે મામલાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને ઘટનાનાં માત્ર 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 150 સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરાઈ હતી.

આ પણ વાંચો - Asiatic Lion Census : ગુજરાત સિંહોની સંખ્યા 891 થતાં પરિમલ નથવાણીએ સરકારી અભિયાનોની કરી પ્રશંસા

31 સાક્ષી, દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવાનાં આધારે કોર્ટે ચુકાદો આપ્યો

આ મામલે સ્પેશિયલ કોર્ટમાં (Dahod Special Court) 31 સાક્ષી ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા રજૂ કરાયા હતા. તમામ દલીલો અને પુરાવાનાં આધારે કોર્ટે 6 વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કાર કરી હત્યા કરનારા નરાધમ આરોપીને દોષી ઠેરવી 10 વર્ષની આકરી કેદની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સરકારે આ કેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે અમિત નાયરની નિમણૂક કરી હતી.

આ પણ વાંચો - PM Narendra Modi: દાહોદ ખાતે નિર્મિત 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન રાષ્ટ્રને કરશે સમર્પિત

Tags :
DahodDahod Crime NewsDahod PoliceDahod Special CourtDocumentary and Electronic EvidencegujaratfirstnewsMolest Girl in DahhodTop Gujarati New
Next Article