ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : ACB ની સફળ ટ્રેપમાં સફાયા બે લાંચિયા પોલીસકર્મી, હેરાન નહીં કરવા માગ હતી લાંચ

જમાદાર યુવરાજસિંહ ગોહીલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાએ અરજદારને હેરાન ન કરવા માટે લાંચ માગી હતી.
11:04 PM May 21, 2025 IST | Vipul Sen
જમાદાર યુવરાજસિંહ ગોહીલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાએ અરજદારને હેરાન ન કરવા માટે લાંચ માગી હતી.
Jamnagar_gujarat_first main 1
  1. Jamnagar સિટી એ ડિવિઝન પોલીસનાં 2 કર્મી લાંચમાં ઝડપાયા
  2. અરજદારને હેરાન નહીં કરવા માટે માંગી હતી લાંચ
  3. લોકઅપમાં નહીં રાખવા, જલદી રજૂ કરી દેવા 10 હજારની લાંચ માગી
  4. જમાદાર યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ઝડપાયો

જામનગરમાંથી (Jamnagar) મોટા સમાચાર આવ્યા છે. સિટી એ ડિવિઝન પોલીસનાં (City A Division Police) 2 કર્મચારીઓની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અરજદારને હેરાન નહીં કરવા માટે પોલીસ કર્મચારીઓએ રૂ. 10 હજાર લાંચની માગ કરી હતી. જો કે, ACB એ ટ્રેપ ગોઠવીને લાંચ લેનારા જમાદાર યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહને રંગેહાથ ઝડપી લીધા હતા. આ મામલે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Porbandar : હીરલબા જાડેજા રિમાન્ડ મંજૂર, નિવાસસ્થાને મારામારીનાં CCTV વાઇરલ થતાં ચકચાર!

અરજદારને હેરાન નહીં કરવા માટે માંગી હતી 10 હજારની માગ

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર (Jamnagar) સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓની લાંચ કેસમાં ઘરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે જમાદાર યુવરાજસિંહ ગોહીલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાએ અરજદારને હેરાન ન કરવા માટે લાંચ માગી હતી. લોકઅપમાં નહીં રાખવા અને જલદી રજૂ કરી દેવા માટે રૂપિયા 10 હજારની લાંચ માગી હતી. જો કે, અરજદાર લાંચ આપવા માગતા ન હોવાથી આ અંગે એસીબીને જાણ કરી હતી.

આ પણ વાંચો - Tapi : ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરનાર ઢોંગી તાંત્રિક ઝડપાયો, 1ને વોન્ટેડ જાહેર કરાયો

જામનગર એસીબીએ ટ્રેપ ગોઠવીને બંનેને રંગેહાથ ઝડપી લીધા

આ મામલે ફરિયાદ બાદ જામનગર એસીબીએ (Jamnagar ACB) ટ્રેપ ગોઠવીને જમાદાર યુવરાજસિંહ ગોહીલ (Yuvrajsinh Gohil) અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાને (Pushparajsinh Jadeja) લાંચનાં રૂપિયા લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. જો કે, હવે આ બંને પોલીસકર્મીઓ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ (Corruption Act) મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Surat : ભાજપના વધુ એક નેતા વિરુદ્ધ ગુનો દાખલ, ફરિયાદમાં ગંભીર આરોપ

Tags :
bribe caseCity A Division PoliceCorruption ActGUJARAT FIRST NEWSHead Constable Pushparajsinh JadejaJamadar Yuvrajsinh GohilJamnagarJamnagar ACBJamnagar Crime NewsTop Gujarati News
Next Article