ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : માણાવદર નજીક નદીનાં પટમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર!

યુવકની બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
10:24 PM May 11, 2025 IST | Vipul Sen
યુવકની બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Junagadh_Gujarat_first main
  1. જૂનાગઢનાં (Junagadh) માણાવદરમાં યુવકનો મૃતદેહ મળ્યો
  2. નદીના પટમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર
  3. યુવકને બોથડ પદાર્થ વડે મારી હત્યા કરાઈ હોવાના પ્રાથમિક અનુમાન
  4. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો, પોલીસે કાર્યવાહી હાથ ધરી

Junagadh : માણાવદરમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નદીનાં પટમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી મળતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો છે. યુવકની બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Dwarka : જિલ્લાના લોકોએ સ્વયંભૂ કર્યું બ્લેક આઉટ, જગત મંદિરમાં આરતી કર્યા બાદ લાઈટો બંધ કરવામાં આવી

માણાવદર નજીક નદીનાં પટમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢનાં જિલ્લાનાં (Junagadh) માણાવદર (Manavadar) નજીક આવેલ નદીનાં પટમાંથી એક યુવકની લાશ મળી આવતા સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકનાં મૃતદેહને પીએમ અર્થે માણાવદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક યુવકને કાન પાસે પાછળનાં ભાગે કોઈ બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ છે.

આ પણ વાંચો - India Pakistan Ceasefire : દ્વારકામાં લોકોએ સ્વૈચ્છાએ લાઈટો કરી બંધ, દ્વારકાધીશ મંદિરની લાઈટો પણ બંધ કરવામાં આવી

યુવકની હત્યા કે પછી આત્મહત્યા ? રહસ્ય અકબંધ

માહિતી અનુસાર, મૃતક યુવક કોણ છે ? યુવકની હત્યા કરાઈ છે કે પછી તેણે આત્મહત્યા કરી છે ? યુવકને ઇજા કેવી રીતે પહોંચી ? સહિતની પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. નદીનાં પટમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા સ્થાનિક લોકોમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, આ મામલે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - Gujarat Weather: રાજ્યમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામા, હવામાન વિભાગની ત્રણ દિવસની આગાહી

Tags :
body of a young mangujaratfirstnewsJunagadhJunagadh Crime NewsJunagadh PoliceManavadarManavadar PoliceTop Gujarati New
Next Article