ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : પશુ બલિ અટકાવવા જતા વિજ્ઞાનજાથાની ટીમ, પોલીસ પર સ્થાનિકોનો હુમલાનો પ્રયાસ!

વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પોલીસ સાથે કોઠારિયા સોલવન્ટ પાછળના વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
07:04 PM May 19, 2025 IST | Vipul Sen
વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પોલીસ સાથે કોઠારિયા સોલવન્ટ પાછળના વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
Rajkot_gujarat_first main
  1. Rajkot માં પશુ બલિ અટકાવવા જતા બબાલ થઈ
  2. કોઠારિયા વિસ્તારમાં સ્થાનિકોએ હુમલાનો પ્રયાસ કર્યો
  3. વિજ્ઞાનજાથાની ટીમ, પોલીસનાં સોલવન્ટ વિસ્તારમાં દરોડા
  4. માંડવામાં 7 જેટલા પશુની બલી ચડાવવામાં આવી હતી
  5. સમગ્ર મામલે પોલીસે 6 થી વધુ આરોપીઓને ઝડપ્યા

રાજકોટમાં (Rajkot) પશુ બલિ અટકાવવા જતા મોટી બબાલ થઈ હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિકો દ્વારા વિજ્ઞાનજાથાની ટીમ (Vigyan Jatha) અને પોલીસ પર હુમલો કરવા પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે. વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પોલીસ સાથે કોઠારિયા સોલવન્ટ પાછળના વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. 7 જેટલાં પશુઓની બલિ ચડાવવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે પોલીસે 6 થી વધુ આરોપીને ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Mahesana Collector : કલેકટરને છેતરવા નીકળેલા માથાભારે શખ્સનો દાવ ઊંધો પડ્યો, પ્રાંત અધિકારીએ FIR કરાવી

સ્થાનિકોનું વિજ્ઞાનજાથાની ટીમ અને પોલીસ સાથે ઘર્ષણ!

પ્રાપ્ત મહિતી અનુસાર, રાજકોટનાં કોઠારિયા સોલવન્ટ (Kotharia Solvent) પાછળના વિસ્તારમાં આવેલા માતાજીના માંડવા ખાતે કેટલાક લોકો દ્વારા પશુઓની બલિ ચડાવવામાં આવી રહી હોવાની બાતમી મળતા વિજ્ઞાનજાથાની ટીમ પોલીસ (Rajkot Police) કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી દરોડા પાડ્યા હતા. વિજ્ઞાનજાથાની ટીમ અને પોલીસ દ્વારા પશુઓની બલિ ચડાવતા લોકોને અટકાવવામાં આવ્યા હતા. દરમિયાન, સ્થાનિક લોકોએ વિજ્ઞાનજાથાની ટીમ અને પોલીસ સાથે બોલાચાલી કરી માથાકૂટ કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad : પોલીસ સ્ટેશનમાં માથાભારે મહિલાનો આતંક! મહિલા PSI નું ગળું દબાવી હુમલો કર્યો!

સમગ્ર મામલે પોલીસે 6 થી વધુ આરોપીઓને ઝડપ્યા

માહિતી અનુસાર, કેટલાક સ્થાનિક લોકો દ્વારા વિજ્ઞાનજાથાની ટીમ (Vigyan Jatha) અને પોલીસ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કરાયો હતો. આ મામલે પોલીસે 6 થી વધુ લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, અગાઉ માંડવામાં 7 જેટલા પશુની બલિ ચડાવવામાં આવી હતી.

આ પણ વાંચો - Surat : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, સસ્તી દુકાન લેવાની લ્હાયમાં લાખો રૂપિયા ખોયા

Tags :
Animal SacrificeCrime NewsgujaratfirstnewsKotharia SolventRAJKOTrajkot policeSuperstitionTop Gujarati NewVigyan Jatha
Next Article