Download Apps
Home » સુપ્રીમ કોર્ટને સલામ : તમારા શરીર પર તમારો અધિકાર

સુપ્રીમ કોર્ટને સલામ : તમારા શરીર પર તમારો અધિકાર

કોઈપણ દેશની પ્રગતિ ત્યારે જ શક્ય બને જ્યારે ત્યાંનું ન્યાયતંત્ર ભયમુક્ત હોય. દેશના બંધારણને અનુસરીને નાગરિકોનું રક્ષણ થતું હોય ત્યાં કેટલાક ક્રાંતિકારી નિર્ણયો પણ લેવાતા હોય છે. જે દેશની સ્ત્રીઓને વધુ અધિકાર હોય એ દેશની સંસ્કૃતિ જળવાઈ રહે છે. આ તમામ વાતોનું ઉદાહરણ છે, આપણા દેશની સુપ્રીમ કોર્ટ અને ગઈકાલે સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો. ગઈકાલે  International safe abortion day હતો. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અમને ખબર ન હતી કે, આજે ઈન્ટરનેશનલ સેફ એબોર્શન ડે છે અને અમે આજે એ જ વિષય પર ચુકાદો આપી રહ્યાં છીએ. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જે.બી.પારડીવાલા, જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ એ.એસ.બોપન્નાએ ગઈકાલે એક ચુકાદો આપ્યો કે, વિવાહીત કે અવિવાહીત ભારતીય સ્ત્રી વીસ અઠવાડિયાથી વધુ અને ચોવીસ અઠવાડિયાથી ઓછી ઉંમરના વણજોઈતા ગર્ભનો ગર્ભપાત કરાવી શકશે. અગાઉ આપણું બંધારણ અવાવિહીત કે વિધવા કે છૂટાછેડાં લીધેલી સ્ત્રીને આ ઉંમરના ગર્ભનો ગર્ભપાતની છૂટ નહોતું આપતું. આ અધિકાર ફક્ત વિવાહીત સ્ત્રી પાસે જ હતો. સુપ્રીમ કોર્ટે આમાં બળાત્કાર અને મેરિટલ રેપને પણ આવરી લીધો છે. 
મેરિટલ રેપને આવરી લીધો એ સૌથી વધુ મહત્ત્વનો મુદ્દો છે. આપણે ત્યાં ઘણાં દામ્પત્યજીવન એવી રીતે કણસતાં હોય છે જ્યાં વણજોઈતા સંતાનો મા-બાપના અણગમાનો જાણે અજાણે ભોગ બનતા રહે છે. સુપ્રીમ કોર્ટે સંતાન જોઈએ છે કે નથી જોઈતું એનો અધિકાર સ્ત્રીને આપી દીધો છે. હવે, એ જાગૃતિ કેળવવી પણ એટલી જ જરુરી છે કે, મારું શરીર મારો અધિકાર આ વાતને સ્ત્રીઓ સમજે. પરિવારના દબાણ સામે પોતાના અધિકારને ભોંયમાં ભંડારી દેતી સ્ત્રીઓ માટે આ ચુકાદાની સમજણ હોવી ખૂબ જ જરુરી છે.  
દુષ્કર્મનો ભોગ બનેલી દીકરી માટે વણજોઈતો ગર્ભ એના અસ્તિત્વ સાથેની કુદરતની ક્રૂર રમતથી ઓછું નથી લાગતું. સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીઓને પણ આવરી લીધી છે. સાથોસાથ લિવ ઈન રીલેશનશીપમાં જીવતી સ્ત્રીઓ માટે પણ આ ચુકાદો બહુ જ મહત્ત્વનું પરિબળ બની રહેશે.  
આપણે ત્યાં કરુણતા એ વાતની છે કે, ઘણાં ખરા પરિવારોમાં તો  પરિણીત સ્ત્રીને પૂછવામાં પણ નથી આવતું કે, તને માતા બનવું છે કે, નહીં? લગ્ન કર્યાં એટલે સંતાન કરવાનું જ. બે સંતાનો તો હોવા જ જોઈએ. આ વણલખેલા નિયમોમાં ઘણીવાર સ્ત્રીનું પોતાનું અસ્તિત્વ ખોવાઈ જાય છે. સ્ત્રીઓને પોતાના વિચારો વ્યક્ત કરવાની પણ ઘણાં ઘરોમાં છૂટ નથી હોતી. આપણા બંધારણે સ્ત્રીઓને અનેક અધિકારો આપ્યા છે. પણ એ વાતથી ભાગ્યે જ કોઈ સ્ત્રી માહિતગાર હોય છે.     
ત્રણ સંતાનોની માતા એવી એક સ્ત્રીએ આ ચુકાદો સાંભળીને કહ્યું કે, આજના સમયમાં સોશિયલ મીડિયાથી માંડીને અનેક જગ્યાઓએ આ વાત આવશે એટલે થોડાઘણાં સ્પષ્ટ વિચારો ધરાવતી સ્ત્રીને પોતાના શરીર પોતાનો અધિકાર છે એ વાત ચોક્કસ સમજાવાની છે.  
એક સૌથી મોટી દુઃખદ વાત એ છે કે, દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીને વણજોઈતો ગર્ભ રહી જાય, પરિસ્થિતિ કાબુમાં ન હોય ત્યારે દુષ્કર્મ કરનાર વ્યક્તિ સાથે એને પરણવા માટે સમજાવવામાં આવે છે. સંમતિ વગર બંધાયેલા સંબંધનું પરિણામ જો પિતા વગર ઉછરે તો એ દુષ્કર્મ આચરનાર વ્યક્તિ કરતા એ સ્ત્રીને વધુ સહન કરવાનું આવે છે. આ સંઘર્ષમાંથી ઉગરવા માટે વચગાળાનો રસ્તો કાઢવામાં આવે છે. આ સંજોગોમાં પણ આ ચુકાદો બહુ અગત્યનો માઈલ સ્ટોન બની રહેવાનો છે.  
થોડાં મહિના પહેલા અમેરિકામાં પચાસ વર્ષ જૂના એબોર્શનના કાયદાને રદ કરી દેવામાં આવ્યો ત્યારે હોબાળો મચી ગયેલો. આધુનિક દેશમાં જૂનો કાયદો ફરી અમલમાં મૂકાયો ત્યારે સ્ત્રીઓ રસ્તા ઉપર ઉતરી આવેલી. કોર્ટને અસંવેદનશીલ કહીને સ્ત્રીઓ પોતાના અધિકાર માટે આક્રમક બની ગઈ હતી. ભારતની સુપ્રીમ કોર્ટ હંમેશાં એ માઈલ સ્ટોન સાથે સંવેદનશીલ ચુકાદાઓ આપે છે. અધિકારોમાં ઉમેરો એ વાતની જ સાબિતી છે કે આપણો દેશ બદલાઈ રહ્યો છે.  
jyotiu@gmail.com
 
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ
By Harsh Bhatt
પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ
પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ
By Hardik Shah
DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
વિશ્વમાં આ દેશોમાં પીવાય છે સૌથી વધુ ચા, યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું છે પાછળ પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં જોવા મળ્યો આ ખાસ સંયોગ DRAGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય