Home » ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ, ટિકિટ મેળવવા દાવેદારોના ટોળા ઉમટ્યા
ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ, ટિકિટ મેળવવા દાવેદારોના ટોળા ઉમટ્યા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
124
ગુજરાત વિધાનસભા ચૂંટણી( Gujarat Assembly Election)માં ઉમેદવાર પસંદગી કરવા માટે ભાજપ (BJP)ના નિરીક્ષકો દ્વારા 33 જિલ્લા અને 8 મહાનગરમાં સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી રહી છે. સેન્સ પ્રક્રિયા (Sense Process)નો આજે બીજો દિવસ છે અને તમામ બેઠકો પર દાવેદારોના ટોળે ટોળા નિરીક્ષકો સમક્ષ ઉમટી પડ્યા છે. ભાજપના કાર્યાલયોમાં દાવેદારો પોતાને ટિકિટ મળે તે માટે નિરીક્ષકો સમક્ષ દાવેદારી રજૂ કરી રહ્યા છે ત્યારે કોને ટિકિટ મળશે અને કોને નહીં મળે તે વિશે લોકોમાં અને ભાજપના કાર્યકરોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
અમદાવાદ
ભાજપ નિરીક્ષકો દ્વારા શરુ કરાયેલી સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે અમદાવાદ શહેરની 8 બેઠક પર આજે સેન્સ પ્રક્રિયા યોજાઇ રહી છે. અમદાવાદના મણિનગર, અમરાઈવાડી, વટવા, જમાલપુર બેઠક તથા એલિસબ્રિજ, બાપુનગર, ઠક્કરબાપાનગર અને નિકોલ બેઠકની આજે સેન્સ પ્રક્રિયા યોજાઇ રહી છે. આ બેઠકો પર ભાજપના નિરીક્ષકો અભયસિંહ ચૌહાણ અને અમિતાબેન પટેલ તથા ગણપત વસાવા,ઈશ્વર પટેલ, રંજનબેન ભટ્ટ હાજર છે. મણિનગર આવકાર હોલ ખાતે અમરાઈવાડી, મણિનગર, જમાલપુર ખાડિયા અને વટવા બેઠક માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઇ છે જ્યારે ઓસ્વાલ ભવન ખાતે ઠક્કરબાપા નગર, બાપુનગર, નિકોલ, અને એલિસબ્રિજ બેઠક માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે.
વડોદરા
વડોદરા શહેર જીલ્લામાં પણ સેન્સ પ્રક્રિયા શરુ થઇ છે. માંજલપુર બેઠક, શહેર બેઠક , સયાજીગંજ, અકોટા અને રાવપુરા બેઠકના દાવેદારોને નિરીક્ષકો જનક પટેલ, શંકર ચૌધરી અને વીણાબેન સાંભળી રહ્યા છે.
ગાંધીનગર
આ સાથે ગાંધીનગર જિલ્લાની 2 બેઠકના દાવેદારોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. નિરીક્ષકો આર.સી.ફળદુ, ઉદય કાનગડ,નીમુબેન બાંભણીયા ગાંધીનગર દક્ષિણ અને દહેગામ બેઠકના દાવેદારોને સાંભળી રહ્યા છે.
રાજકોટ શહેર
બીજી તરફ રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. નિરીક્ષક ડૉ.કિરીટ સોલંકી,ભરત બારોટ,વંદનાબેન મકવાણા રાજકોટ શહેરની 4 બેઠકની સેન્સ પ્રક્રિયા યોજી રહ્યા છે. નિરિક્ષકોરાજકોટ ગ્રામ્ય,દક્ષિણ,પૂર્વ અને પશ્ચિમ બેઠકની સેન્સ લઇ રહ્યા છે.
રાજકોટ જીલ્લો
તો રાજકોટ જિલ્લાની ગોંડલ,જેતપુર,ધોરાજી,જસદણ બેઠકની સેન્સ પ્રક્રિયા પણ ચાલી રહી છે. જિલ્લાના નિરીક્ષક કિર્તીસિંહ વાઘેલા,દિનેશ અનાવાડીયા,રીટાબેન પટેલ દાવેદારોને સાંભળી રહ્યા છે. દાવેદારોને ટોળા-સમર્થકો સાથે ન આવવા અપીલ કરાઇ છે.
જામનગર
ઉપરાંત જામનગર જિલ્લાની 3 બેઠક જામનગર ગ્રામ્ય,કાલાવડ,જામજોધપુર બેઠકની સેન્સ ચાલી રહી છે. નિરીક્ષક પ્રદિપભાઈ પરમાર, સુરેશ ગોધાણી, રેખાબેન ડુંગરાણી તમામ બેઠક પર દાવેદારોને સાંભળી રહ્યા છે.
સુરત
આ સાથે સુરતમાં પણ ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. સુરત પશ્ચિમ, લિંબાયત બેઠક અને સુરત પૂર્વ અને ઉત્તર બેઠકની સેન્સ પ્રક્રિયા આજે ચાલી રહી છે. ગઇ કાલે પ્રથમ દિવસે કુલ 6 બેઠક માટે સેન્સ લેવાઈ હતી.
નવસારી
નવસારી જિલ્લામાં પણ ભાજપ દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ગણદેવી અને નવસારી બેઠક પરના દાવેદારોને નિરીક્ષક અર્જુનસિંહ ચૌહાણ,રાજેશ પાઠક,ડૉ.દર્શનાબેન દેશમુખ સાંભળી રહ્યા છે.
ભાવનગર
ભાવનગર જિલ્લાની 5 બેઠક પાલિતાણા, ગારિયાધાર, ભાવનગર ગ્રામ્ય બેઠકની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે
મહુવા અને તળાજા બેઠકના દાવેદારોને પણ સાંભળવામાં આવી રહ્યા છે. નિરીક્ષક આઈ.કે.જાડેજા,મહેન્દ્ર પટેલ,પૂનમબેન માડમ દાવેદારોને મળી રહ્યા છે.
જૂનાગઢ
આ સાથે જૂનાગઢની બે બેઠક વિસાવદર અને જૂનાગઢ બેઠક પર નિરીક્ષક રમણભાઈ વોરા,જુગલજી ઠાકોર,ચંદ્રિકાબેન લીંબાચીયા દાવેદારોને સાંભળી રહ્યા છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકની સેન્સ પ્રક્રિયા પણ આજે ચાલી રહી છે જેમાં ભાજપ નિરીક્ષકો કે.સી.પટેલ,મયંક નાયક,પુષ્પાબેન મિસ્ત્રી દ્વારા વઢવાણ,ચોટીલા,ધ્રાંગધ્રા તથા લીંબડી,દસાડા બેઠકના દાવેદારોની સેન્સ લેવાશે
વલસાડ
વલસાડ જિલ્લાની બે બેઠક વલસાડ અને ધમરપુર બેઠકના દાવેદારોની સેન્સ લેવાશે. નિરીક્ષક રાજેન્દ્ર ત્રિવેદી,રાજેશ પટેલ,નયનાબેન પટેલ દાવેદારોને સાંભળશે.
પંચમહાલ
પંચમહાલ જિલ્લાની 5 બેઠકમાં આજે મોરવા હડફ,કાલોલ,હાલોલ બેઠકની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં નિરીક્ષક પૂર્ણેશ મોદી, મહેન્દ્રસિંહ સરવૈયા, ભારતીબેન શિયાળ દાવેદારોને મળી રહ્યા છે.
સાબરકાંઠા
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જીલ્લાની 4 બેઠક હિંમતનગર, ઈડર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા બેઠક પર સેન્સ પ્રક્રિયા યોજાઇ રહી છે. નિરીક્ષક પ્રદિપસિંહ જાડેજા,પ્રશાંત કોરાટ,સીતાબેન નાયક તમામ બેઠક પર દાવેદારોને સાંભળી રહ્યા છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject