ચૈત્ર નવરાત્રી નિમિત્તે Tamanna Bhatiaના ઘરે માતાની ચૌકીનું કરાયું આયોજન
- Tamanna Bhatiaના ઘરે માતા કી ચૌકીનું આયોજન કરાયું
- આ પ્રસંગે રવિના ટંડનની પુત્રી Rasha Thadani પણ ઉપસ્થિત
- બંનેએ માતા દેવીના ભક્તિ સોન્ગ પર નૃત્ય કર્યુ
Mumbai: અત્યારે દેશભરમાં ચૈત્રી નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. વિવિધ સેલીબ્રિટીઝ પણ માતાજીની પૂજા અર્ચના કરતા જોવા મળે છે. આ શ્રેણીમાં દેશની મોસ્ટ ફેવરિટ અભિનેત્રી Tamanna Bhatia પણ જોડાઈ છે. તમન્નાએ પોતાના ઘરે Mata Ki Chowkiનું આયોજન કર્યુ હતું. જેમાં તેણીના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાશા અને તમન્ના એકબીજાના સારા મિત્રો છે. તેથી રાશાએ પણ પોતાના ઘરે માતાની ચૌકીનું આયોજન કર્યુ હોય તે રીતે ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી હતી.
તમન્ના અને રાશાએ કર્યુ ભક્તિ નૃત્ય
તમન્ના અને રાશા થડાની વચ્ચે સારી મિત્રતા છે. તેથી માતાની ચૌકીમાં ભાગ લેવા રાશા પણ તમન્નાના ઘરે પહોંચી ગઈ હતી. બંને માતા દેવીના ભજન પર ભક્તિમાં નાચતા જોવા મળ્યા. આ ડાન્સના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
તમન્ના અને રાશાના ઘણા વીડિયો વાયરલ
પ્રખ્યાત અભિનેત્રી તમન્ના ભાટિયાએ નવરાત્રિ દરમિયાન પોતાના ઘરે Mata Ki Chowki રાખી હતી. આ અવસર પર રવિના ટંડનની દીકરી Rasha Thadani પણ માતા રાનીની ભક્તિમાં ડૂબેલી જોવા મળી હતી. તમન્ના અને રાશાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે, વિજય વર્મા ક્યાંય દેખાયા ન હતા. એવા સમાચાર છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.
આ પણ વાંચોઃ 62 વર્ષની ઉંમરે પણ યુવા જેવો જોશ! જુઓ અનિતા રાજનો વર્કઆઉટ વીડિયો
તમન્ના અને રાશાનું વર્કફ્રન્ટ
રવિના ટંડનની પુત્રી રાશા વિશે વાત કરીએ તો, તેણી બોલિવૂડમાં પ્રવેશી ચૂકી છે. તેમની પહેલી ફિલ્મનું નામ 'આઝાદ' છે. તેનું ગીત 'ઓયે અમ્મા' ખૂબ જ લોકપ્રિય થયું અને રાશાના નૃત્યના ખૂબ વખાણ થયા. તમન્નાના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો તે સિકંદર કા મુકદ્દર પછી ઓડેલા 2માં જોવા મળશે. તેની રેન્જર ફિલ્મની પણ જાહેરાત થઈ ગઈ છે, જે 2026માં રિલીઝ થશે.
વિજય વર્મા ગેરહાજર
તમન્નાના ઘરે તેના બધા નજીકના લોકો જોવા મળ્યા હતા, પરંતુ વિજય વર્મા ગેરહાજર રહ્યો હતો. હોળી પહેલા જ સમાચાર આવ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. હોળીના દિવસે પણ તેઓ એક જ છત નીચે હતા, પણ તેમના ફોટા પણ ક્લિક થયા ન હતા. જોકે, આ અંગે બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ પણ વાંચોઃ Allu Arjun પોતાના નામમાં કરશે નાનકડો ફેરફાર....જાણો આ પાછળનું ખાસ કારણ


