Mukul Dev Passed Away : કોહરામ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે દમદાર ભૂમિકા ભજવનાર એક્ટરનું નિધન
- બોલીવૂડના ફેમસ એક્ટર મુકુલ દેવનું દુઃખદ અવસાન થયું છે
- માત્ર 54 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું
- આજે દિલ્હીમાં કરાયા અંતિમ સંસ્કાર
Mukul Dev Passed Away : બોલીવૂડનો વધુ એક સીતારો ખરી જતા ચકચાર મચી ગઈ છે. માત્ર 54 વર્ષની વયે એક્ટર મુકુલ દેવનું નિધન થયું છે. તેમણે ટીવીથી પોતાની શરુઆત કરી અને ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. મુકુલ દેવ (Mukul Dev) એ ફિલ્મોમાં હીરો તરીકે પણ કામ કર્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી કેરેક્ટર રોલ પ્લે કરવાનું શરુ કર્યુ હતું. તેમણે ભજવેલા કેરેક્ટર રોલ પણ દર્શકોને બહુ પસંદ આવ્યા હતા.
માત્ર 54 વર્ષની વયે નિધન
બોલીવૂડના ફેમસ એક્ટર Mukul Dev નું માત્ર 54 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ટીવી અને ફિલ્મોમાં અનેક ભૂમિકાઓ ભજવી હતી. ટીવી શોથી કારકિર્દી શરુ કરનાર મુકુલ દેવે ફિલ્મોમાં હીરો તરીકે ભૂમિકા ભજવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી મુકુલ દેવ ફિલ્મોમાં કેરેક્ટર રોલ પ્લે કરતા હતા. Mukul Dev ના અચાનક અવસાનથી તેમના પરિજનો સિવાય, સમગ્ર બી ટાઉન અને દર્શકોમાં શોક વ્યાપી ગયો છે. આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવ્યા છે. તેમના અંતિમ સંસ્કારમાં પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામાં તેમના ફેન્સ ઉપસ્થિત રહ્યા હતા.
મુકુલ દેવની ફિલ્મોગ્રાફી
મુકુલ દેવે 1996માં એક ટીવી શોથી ડેબ્યૂ કર્યું હતું. તેઓ ઘણા ટીવી શોમાં દેખાયા અને પછી ફિલ્મોમાં પણ ડેબ્યૂ કર્યુ. તેમની પહેલી ફિલ્મ દસ્તક હતી જેમાં તેમણે એસીપી રોહિત મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી. તેણે કિલા, વજૂદ, કોહરામ, મુઝે મેરી બીવી સે બચાવો, આર... રાજકુમાર, જય હો અને સન ઓફ સરદાર જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. આ ઉપરાંત તેમણે પ્રખ્યાત ટીવી શો પ્યાર જિંદગી હૈ, કહાની ઘર ઘર કી અને કહીં દિયા જલે કહીં જિયામાં પણ અભિનય કર્યો હતો.
આ પણ વાંચોઃ shaktimaan : હવે મુકેશ ખન્ના શક્તિમાનના રોમાંચક કિસ્સાઓ રેડિયો પર સંભળાવશે
વિખ્યાત અભિનેતા રાહુલ દેવના ભાઈ
સન્ની દેઓલ (Sunny Deol) ની ફિલ્મો ચેમ્પિયન, ઈન્ડિયન વગેરેમાં મહત્વના રોલ કરનાર રાહુલ દેવ (Rahul Dev) ના મૃતક મુકુલ દેવ ભાઈ હતા. રાહુલ દેવ પોતાના શરીર સૌષ્ઠવને લીધે બોલીવૂડ અને ફેન્સમાં બહુ લોકપ્રિય બન્યા છે. રાહુલ દેવે બોલીવૂડ ઉપરાંત સાઉથની અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. રાહુલ દેવે અક્ષય કુમારની આવારા પાગલ દિવાના ફિલ્મમાં મુખ્ય ખલનાયકનું પાત્ર ભજવીને ખૂબ વાહવાહી લૂંટી હતી. રાહુલ દેવ પહેલા મુકુલ દેવ શો બિઝનેસમાં આવી ગયા હતા. તેમણે ટીવી શોમાં બહુ પહેલાથી શરુઆત કરી દીધી હતી.
મનોજ બાજપેયીએ પાઠવી શ્રદ્ધાંજલિ
માત્ર 54 વર્ષની વયે બોલીવૂડના ફેમસ એક્ટર મુકુલ દેવે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ઘટનાથી બીટાઉનમાં ચકચાર મચી ગઈ છે. મનોજ બાજપાઈ (Manoj Bajpayee) એ મૃતકને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, મુકુલ એક ભાઈ જેવો હતો. તેની હૂંફ અને જુસ્સો અજોડ હતો. તેમના પરિવારને પરમાત્મા શક્તિ આપે તે માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.
આ પણ વાંચોઃ Hera Pheri-3 : ફિલ્મમાં નહિ પણ હકીકતમાં અક્ષય કુમારે પરેશ રાવલ પર 25 કરોડનો દાવો ઠોક્યો


