Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સલમાન ખાનનો જીવ જોખમમાં..ગેંગસ્ટરની ધમકી બાદ Y+ કેટેગરીની મળી સિક્યુરીટી

સલમાન ખાન ( salman khan)હંમેશા કોઈને કોઈ કારણોસર લાઇમ લાઈટમાં રહેતો હોય છે. લાંબા સમયથી અભિનેતાને મળી રહેલી ધમકીઓ બાદ હવે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી એકવાર મુંબઈ પોલીસે બોલિવૂડના ભાઈજાન સલમાનની સિક્યુરીટી કડક કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી છે. આ એ જ ગેંગ છે જેણે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવા
સલમાન ખાનનો જીવ જોખમમાં  ગેંગસ્ટરની ધમકી બાદ y  કેટેગરીની મળી સિક્યુરીટી
Advertisement
સલમાન ખાન ( salman khan)હંમેશા કોઈને કોઈ કારણોસર લાઇમ લાઈટમાં રહેતો હોય છે. લાંબા સમયથી અભિનેતાને મળી રહેલી ધમકીઓ બાદ હવે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી એકવાર મુંબઈ પોલીસે બોલિવૂડના ભાઈજાન સલમાનની સિક્યુરીટી કડક કરી દીધી છે. 
સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી છે. આ એ જ ગેંગ છે જેણે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી. ત્યારે  આવી સ્થિતિમાં  રાજ્ય સરકાર અભિનેતાની સુરક્ષા સાથે કોઈપણ રીતે સમાધાન કરવા માંગતી નથી. સલમાન સિવાય અક્ષય કુમાર અને અનુપમ ખેરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

સલમાન ખાનને સતત મળતી ધમકીઓને કારણે તેની સુરક્ષા કડક કરવામાં આવી છે. દિલ્હી પોલીસને ધમકી સંબંધિત ઘણી માહિતી મળી રહી હતી. તમને જણાવી દઈએ કે પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા ઘણા આરોપીઓએ પણ સલમાન વિશે ઘણા ખુલાસા કર્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન છેલ્લી વાર ફિલ્મ 'એન્ટીમઃ ધ ફાઈનલ ટ્રુથ'માં તેના સાળા આયુષ શર્મા સાથે જોવા મળ્યો હતો. આગામી સમયમાં ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' સિવાય સલમાન ખાન 'ટાઈગર 3'માં પણ કેટરિના કૈફ સાથે જોવા મળશે. સલમાન-કેટરિનાની ફિલ્મ 'ટાઈગર 3' 2023ની દિવાળી પર રિલીઝ થશે. હવે ઈમરાન હાશ્મી પણ ટાઈગર 3માં એન્ટ્રી કરી ચૂક્યો છે. આ સાથે સલમાન ખાન શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ 'પઠાણ'માં પણ કેમિયો કરશે.
Advertisement
Tags :
Advertisement

.

×