Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sohail Khan 9 વર્ષ બાદ ડાયરેક્ટ કરશે ફિલ્મ, Sanjay Dutt નો કોમિક ગેંગસ્ટરનો રોલ અત્યારથી જ ચર્ચામાં

ફ્રિકી અલી બાદ Sohail Khan 9 વર્ષે ફરીથી ડાયરેક્ટર બનવાનો છે. તે એક કોમેડી ફિલ્મ ડાયરેકટ કરવાનો છે જેમાં Sanjay Dutt ના રોલ વિશે અત્યારથી જ બઝિંગ શરૂ થઈ ગયું છે. જેમાં સંજય દત્ત ગેંગસ્ટરનો રોલ કોમિક અંદાજમાં કરવાનો છે.
sohail khan 9 વર્ષ બાદ ડાયરેક્ટ કરશે ફિલ્મ  sanjay dutt નો કોમિક ગેંગસ્ટરનો રોલ અત્યારથી જ ચર્ચામાં
Advertisement
  • Sohail Khan સંજય દત્ત અને આયુષ શર્મા સાથે બનાવશે ફિલ્મ
  • Sanjay Dutt નો રોલ ફની ગેંગસ્ટરનો રહેશે
  • સોહેલ ખાને છેલ્લે 9 વર્ષ પહેલા ફ્રિકી અલી ફિલ્મ બનાવી હતી

Mumbai: વર્ષ 2016માં નવાજુદ્દિન સીદ્દીકી સ્ટારર ફ્રિકી અલી બાદ હવે 9 વર્ષે ફરીથી Sohail Khan એક કોમેડી ફિલ્મ ડાયરેક્ટ કરવાનો છે. જેમાં મેઈન રોલ સંજય દત્ત કરશે. આ રોલ ગેંગસ્ટરનો રોલ છે જેને સંજય દત્ત કોમિક રીતે ભજવવાનો છે. આ ફિલ્મમાં Sanjay Dutt ઉપરાંત આયુષ શર્માનું નામ પણ સંભળાઈ રહ્યું છે. 2 હીરો ધરાવતી આ ફિલ્મનું શુટિંગ સત્વરે શરૂ કરી દેવામાં આવશે.

9 વર્ષ બાદ ફરી બનશે ડાયરેક્ટર

સલમાન ખાનનો સૌથી નાનો ભાઈ Sohail Khan લગભગ 9 વર્ષ પછી દિગ્દર્શનની દુનિયામાં વાપસી કરવા જઈ રહ્યો છે. 'ઓઝાર', 'પ્યાર કિયા તો ડરના ક્યા', 'હેલો બ્રધર', 'મૈંને દિલ તુઝકો દિયા', 'જય હો' અને 'ફ્રિકી અલી' જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર સોહેલની આ નવી ફિલ્મમાં સંજય દત્ત અને આયુષ શર્મા હશે. અભિનેતા, લેખક, દિગ્દર્શક અને નિર્માતા સોહેલ ખાનની આ નવી ફિલ્મ એક સંપૂર્ણપણે કોમેડી ફિલ્મ હશે. સોહેલ ખાને 2016 માં 'ફ્રિકી અલી' ડાયરેક્ટ કરી હતી. ઘણા સમયથી ચર્ચા છે કે સલમાન ખાન સાથે 'શેર ખાન' બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. જો કે 'પિંકવિલા'ના નવા અહેવાલ મુજબ, સોહેલે હવે આ નવી કોમેડી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે.

Advertisement

આ પણ વાંચોઃ  Urvashi Rautela નું સેલ્ફ ઓબ્સેશન તો જૂઓ...શું છે SRK સાથે કનેક્શન ?

Advertisement

સંજય દત્તનો રોલ લાર્જર ધેન લાઈફ

Sohail Khan છેલ્લા કેટલાક સમયથી 2 હીરોવાળી કોમેડી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આમાં તે Sanjay Dutt સાથે કામ કરશે. ફિલ્મને લઈને સંજુ અને સોહેલ વચ્ચે ઘણી બેઠકો થઈ છે. બંને સ્ક્રિપ્ટથી ખૂબ ખુશ છે. આમાં સંજય દત્તને એક લાર્જર ધેન લાઈફ રોલમાં ફિલ્માવામાં આવશે. સોહેલે આ ફિલ્મમાં તેના સાળા આયુષ શર્માને પણ કાસ્ટ કર્યો છે, જે અગાઉ 'રુસલાન', 'એન્ટિમ' અને 'લવયાત્રી'માં જોવા મળી ચૂક્યો છે. આ ફિલ્મમાં Sanjay Dutt અને આયુષ શર્મા બંને સમાંતર મુખ્ય ભૂમિકામાં હશે.

23 વર્ષ પછી સાથે કામ કરશે

સોહેલ ખાન અને સંજય દત્ત 23 વર્ષ પછી આ ફિલ્મમાં સાથે કામ કરશે. આ પહેલા, બંનેએ સોહેલ ખાનની પહેલી ફિલ્મ 'મૈંને દિલ તુઝકો દિયા' માં સાથે કામ કર્યુ હતું, જેનું દિગ્દર્શન પણ સોહેલ ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 2002માં રિલીઝ થઈ હતી. સોહેલ ખાન ફક્ત આ ફિલ્મનું દિગ્દર્શન જ નહીં પરંતુ તેનું સહ-નિર્માણ પણ કરશે.

આ પણ વાંચોઃ  બ્લોકબસ્ટર KGF-2ને 3 વર્ષ પૂરા થયા, KGF-3ની કરાઈ જાહેરાત

Tags :
Advertisement

.

×