Bhutan Route : ગુનેગારોમાં ભૂતાન રૂટ હૉટ ફેવરિટ, ચકચારી કેસનો આરોપી દુબઇ પહોંચી ગયો
Bhutan Route : દેશ છોડીને નાસી ગયેલા અનેક ગુનેગારો હાલમાં ક્યાં છે અને કયા માર્ગથી વિદેશ પહોંચ્યા તેની સત્તાવાર જાણકારી આજે પણ એજન્સીઓ પાસે નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત છોડીને ભાગી જવા માટે આરોપીઓ માટે વાયા નેપાળ પ્રથમ પસંદગી હતી. હવે દેશ છોડવા માટે ભૂતાન રૂટ ગુનેગારોનો હૉટ ફેવરિટ (Bhutan route hot favorite in criminals) બન્યો છે. કારણ કે, પાડોશી દેશ નેપાળની જેમ ભૂતાન પહોંચવા માટે વિઝા વિના જમીન માર્ગે પ્રવાસ કરી શકાય છે. આનો લાભ લઈને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા એક કેસનો આરોપી Bhutan Route થકી અન્ય દેશમાં પહોંચ્યો હોવાની વાત સામે આવી છે.
નેપાળ કરતાં Bhutan Route વધુ સરળ
છેલ્લાં 5 વર્ષમાં 80 હજાર ભારતીય નાગરિકોએ નેપાળના ત્રિભુવન ઈન્ટરનેશલ એરપૉર્ટ (TIA Nepal) ખાતેથી ત્રીજા દેશમાં પ્રવાસ કર્યો છે. જેમાં મોટાભાગના શખ્સો સંયુક્ત આરબ અમીરાત, હોંગકોંગ, સાઉદી અરેબિયા અને ચીનનો પ્રવાસ કર્યો છે. નેપાળની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ આ મામલે તપાસ ચલાવી રહી છે. સંખ્યાબંધ ભારતીય નાગરિકોએ NOC વિના જ પ્રવાસ કર્યો છે. નેપાળ ખાતેથી છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ગુનેગારોને વીલા મોંઢે પરત ફરવું પડ્યું છે. આ કારણસર હવે ગુનેગારોએ ત્રીજા દેશમાં જવા માટે ભૂતાન રૂટ (Bhutan Route) પર પસંદગી ઉતારી છે. વાયા ભૂતાન થઈને ભાગી રહેલા ગુનેગારો થાઈલેન્ડ, દુબઈ અને હોંગકોંગ પહોંચી રહ્યાં છે. નેપાળ એરપૉર્ટથી ઉડવું અઘરૂં થતાં એજન્ટો Bhutan Route થી ગુનેગારોને સુરક્ષિત રીતે અન્ય દેશમાં પહોંચાડવા તેમજ પરત ફરવામાં મદદ કરી રહ્યાં છે. અત્રે નોંધનીય છે કે, એરપૉર્ટ ઈમિગ્રેશન સ્ટાફ સાથે એજન્ટોની મીલીભગતથી આ રેકેટ ચલાવવામાં આવે છે.
ફરાર થવા અથવા પરત ફરવા રૂટનો ઉપયોગ
કોઈ કેસમાં પોલીસ કે અન્ય એજન્સીએ LOC ઇસ્યુ કરી દીધો હોય ત્યારે ગુનેગાર ભારત સિવાયના દેશમાંથી ત્રીજા દેશમાં ભાગી જાય છે. આર્થિક રીતે સક્ષમ ગુનેગારો આમાં મોખરે છે. લુક આઉટ સરક્યુલર/લુક આઉટ નોટિસ અગાઉ ભારતની ઇમિગ્રેશન ચેકપોસ્ટ પરથી વિદેશ ભાગી ગયેલા આરોપીઓ દેશમાં છાની રીતે પરત ફરવા તેમજ ફરી નાસી જવા માટે નેપાળ રૂટ (Nepal Route) કે ભૂતાન રૂટનો ઉપયોગ કરી રહ્યાં છે. કેન્દ્રીય અથવા સ્થાનિક પોલીસ એજન્સીને દેશ છોડીને નાસી જનારા ગુનેગારની માહિતી મેળવવા કેન્દ્રના વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) ની મદદ લેવી પડે છે અને તેની માહિતી આવતા મહિનાઓ નીકળી જાય છે. આ જ કારણે, આરોપીઓ ત્રીજા દેશમાં ભાગી જવા માટે વાયા નેપાળ અને ભૂતાનની પસંદગી કરે છે.
આ પણ વાંચો : SEBI Raid માં અમદાવાદના કંપની સેક્રેટરી સાથે ત્રિપુટી ઝપટમાં આવી
ચકચારી કેસના આરોપીઓ ફરાર, એક દુબઇમાં
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર અમિત ખૂંટ આપઘાત કેસમાં ગોંડલ પોલીસે (Gondal Police) અનિરૂદ્ધસિંહ, રાજદીપસિંહ સહિત અન્ય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ ચોપડે ગુનો નોંધાય તે અગાઉ જ કેટલાંક આરોપીઓએ ભૂર્ગભમાં ઉતરી ગયા હતા. આ કેસના આરોપી અનિરૂદ્ધસિંહ રીબડા (Aniruddhasinh Ribada) રાજદીપસિંહ અનિરૂદ્ધસિંહ રીબડા અને રહીમ મકરાણી ધરપકડથી બચવા ફરાર થઈ ગયા છે. અનિરૂદ્ધસિંહ દક્ષિણ ગુજરાતમાં છુપાયા છે અને પુત્ર રાજદીપસિંહ રીબડા (Rajdeepsinh Ribada) દુબઇ પહોંચી ગયા છે. જ્યારે રહીમ મકરાણી પણ દેશ છોડી દીધો છે અથવા તૈયારીમાં છે.
રાજદીપ રીબડાને ભૂતાનથી કોણે ઉડાડ્યો ?
Rajdeepsinh Ribada ને ભારત છોડવા માટે Dubai સ્થિત બે શખ્સોએ મદદ કરી હોવાની વાત સામે આવી છે. Gujarat Police સહિત કેન્દ્રીય એજન્સીઓના ચોપડે કબૂતરબાજ તરીકે પંકાયેલો અને 'ખબરી' તરીકે ઓળખાતા શખ્સે રાજદીપસિંહને વાયા ભૂતાન તેમજ બેંગકોક થાઈલેન્ડ (Bangkok Thailand) થઈને દુબઇ મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. રાજદીપ રીબડાને Bhutan Route થી બેંગકોક અને પછી દુબઇ લાવવા માટે ગુજરાતનો એક શખ્સ એરપોર્ટ ખાતે વ્યવસ્થા ગોઠવવા મહિના અગાઉ ખુદ ભૂતાન ગયો હતો. કબૂતરબાજે હવાલા થકી રૂપિયા 15 લાખ લઈને Rajdeep Ribada ને દેશ છોડવા માટે ગોઠવણ કરી આપી હોવાની એક ચર્ચા સામે આવી છે.
આ પણ વાંચો : Ahmedabad Rath Yatra : અમદાવાદની રથયાત્રામાં 22 કરોડનો ખર્ચ, સૌથી મોટી રકમ ક્યાં ખર્ચાય છે ?


