ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

EXclusive: શું હવે ગુજરાતમાં ટોળું ન્યાય કરશે? મહિલાને અર્ધનગ્ન કરી આપી તાલીબાની સજા!

Gujarat First Exclusive: સંજેલી તાલુકાના એક ગામમાં પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ પરણિત મહિલાને માર્યો માર હોવાનો વીડિયો સામે આવ્યું છે.
12:56 PM Jan 31, 2025 IST | VIMAL PRAJAPATI
Gujarat First Exclusive: સંજેલી તાલુકાના એક ગામમાં પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ પરણિત મહિલાને માર્યો માર હોવાનો વીડિયો સામે આવ્યું છે.
Gujarat First Exclusive Story
  1. પ્રેમ સંબંધ હોવાની શંકાએ માર મારી તાલીબાની સજા અપાઈ
  2. દાહોદના સંજેલી તાલુકાના એક ગામમાં બની આ ઘટના
  3. કાયદો હાથમાં લેવાની સત્તા આ લોકોને કોણ આપી?

Gujarat First Exclusive: દાહોદમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને પ્રેમ કરવાની તાલીબાની સજા મળી હોવાનો વીડિયો વાયરલ થયો છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આ મહિલા પરિણિત હતી અને તેને કોઈ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ માર મારવામાં આવ્યો અને તાલીબાની સજા આપવામાં આવી છે. વાત છે, સંજેલી તાલુકાના એક ગામમાં પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ પરણિત મહિલાને માર્યો માર હોવાનો વીડિયો સામે આવ્યું છે.

શું આમની પાસે મહિલાને સજા આપવાનો અધિકાર છે?

પરંતુ સવાલ અહીં એ થાય છે કે, કાયદો હાથમાં લેવાની સત્તા આ લોકોને કોણ આપી? શું આ લોકો સત્તાધીશો છે? શું આમની પાસે મહિલાને સજા આપવાનો અધિકાર છે? આ મહિલાનું અપમાન થયું તેના માટે કોણ જવાબાદ રહેશે? આના માટે દાહોલની સંજેલી પોલીસે કઠોર કાર્યવાહી કરવી જોઈએ. આ ભારત છે, અહીં કાયદાની વ્યવસ્થા છે, ગમે તે આવીને કોઈને સજા કરી જાય તે ન્યાયતંત્રની તોહિન છે. અહીં પરિણિત મહિલાને માર મારવામાં આવે છે અને પછી બાઈક પાછળ બાંધીને અર્ધનગ્ન કરીને ભરબપોરે આખા ગામમાં ફેરવવામાં આવે છે! હવે આ મહિલાને કોણ ન્યાય અપાવશે?

આ પણ વાંચો: Gondal : વેરી તળાવમાંથી અજાણી યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર!

સંજેલી તાલુકાના એક ગામમાં 28મી જાન્યુઆરીને રોજ બની હતી આ ઘટના

આ સમગ્ર ઘટના દાહોદના સંજેલી તાલુકાના એક ગામમાં 28મી જાન્યુઆરીને રોજ બની હતી. નરાધમોએ મહિલાને અર્ધનગ્ન કરીને વરઘોડો આખા ગામમાં ફેરવી, તેનો મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો અને પછી સોશિયલ મીડીયામાં વાયરલ પણ કર્યો! વિગતો એવી પણ મળી છે કે, સંજેલી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાયરલ કરેલી વીડિયો મોબાઈલમાંથી ડિલીટ કરાવ્યાં હતાં પરંતુ તે પહેલા તો આ વીડિયો સમગ્ર જગ્યાએ વાયરલ થઈ ગયાં હતાં.

આ પણ વાંચો: Surat : 6 કિલો ગાંજો બોરામાં ભરી રિક્ષામાં નીકળ્યા, પાંડેસરા દક્ષેશ્વર મંદિર પહોંચ્યા અને..!

પોલીસે 11 પુરૂષ અને 4 મહિલા સહિતના ટોળા સામે ફરિયાદ નોંધી

મળતા અહેવાલો પ્રમાણે ભોગ બનેલ પરણિત મહિલાના નિવેદનના આધારે પોલીસે 11 પુરૂષ અને 4 મહિલા સહિતના ટોળા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે. ચોંકાવનારી વાત એ છે કે, એક વર્ષ અગાઉ પણ સંજેલી તાલુકાના એક ગામમાં આવી જ તાલીબાની સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આખરે કેમ આ લોકોમાં પોલીસ કે કાયદાનો કોઈ ડર નથી? આવી રીતે મહિલાની ઇજ્જત સાથે શા માટે રમત રમવામાં આવે છે? શું મહિલાઓને જીવવાનો અધિકાર નથી? અને જો મહિલાએ ગુનો કર્યો તો આ લોકોને સજા કરવાનો અધિકાર કે, સત્તા કોણે આપી? આવી અનેક સવાલો અત્યારે ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે, પરંતુ સંજેલી પોલીસે મૌન સેવ્યું છે.

આ પણ વાંચો: Banaskantha વિભાજનની ફરિયાદ હોય તો લેખિત રજૂઆત કરો! વિરોધને લઈને કલેક્ટરનો મહત્વનો નિર્ણય

હજી કેટલી મહિલાઓને આવી સજાનો ભોગ બનવું પડશે!

અહીં ખુલ્લેઆમ કાયદાનું, ન્યાયતંત્રનું અને મહિલાના અધિકારોનું હનન થયું છે! છતાં પોલીસ હાથ પર હાથ ધરીને બેસી રહે છે? હજી કેટલી મહિલાઓને આવી સજાનો ભોગ બનવું પડશે! આ મામલે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કારણે કે મહિલાઓ માણસ છે, કોઈ રમકડું નથી! આ વાતનું ધ્યાન પોલીસને પણ રાખવાનું છે, અને સામાન્ય લોકોને પણ રાખવાનું છે કે, કોઈ ગમે તેવો ગુનો કરે તેને સજા કરવાનું કામ ન્યાયતંત્રનું છે, પોલીસનું છે! ગુજરાતમાં દરેક બાબતે ન્યાય કરવા માટે પોલીસ અને અદાલતો છે કોઈ ટોળું આવીને આવી રીતે મહિલને તાલીબાની સજા આપી જાય તે જરાય યોગ્ય નથી!

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
DahodDahod NewsDahod PoliceGujaratGujarat FirstGujarat First exclusive NEwsGujarat First Exclusive News StoryGujarat First Exclusive StoryGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newssanjeli takulaShame on GujaratTaliban punishes in dahodTaliban punishes In GujaratTaliban punishes NewsTaliban punishes SanjeliTaliban punishes Taliban punishes VideoVimal Prajapati
Next Article