ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ED, એસીબી અને સીઆઈડી ક્રાઈમને આર્થિક કૌભાંડના કેસોમાં મદદ કરનારા CA Durgesh Pandey ખેલાડી નીકળ્યા

Durgesh Pandey : ઈન્ડિયન બેંક એસોસીએશન (Indian Bank Association), કેન્દ્રીય એજન્સી ED તેમજ ગુજરાત પોલીસના જુદાજુદા વિભાગોમાં વર્ષોથી સેવા આપી મેવા ખાતા ચાર્ટડ એકાઉન્ટન્ટ દુર્ગેશ પાંડેય (Durgesh Pandey CA) ની પોલ ખુલી ગઈ છે. DKMS & Associates નામની સીએ ફર્મના...
02:27 PM Jan 23, 2025 IST | Bankim Patel
Durgesh Pandey : ઈન્ડિયન બેંક એસોસીએશન (Indian Bank Association), કેન્દ્રીય એજન્સી ED તેમજ ગુજરાત પોલીસના જુદાજુદા વિભાગોમાં વર્ષોથી સેવા આપી મેવા ખાતા ચાર્ટડ એકાઉન્ટન્ટ દુર્ગેશ પાંડેય (Durgesh Pandey CA) ની પોલ ખુલી ગઈ છે. DKMS & Associates નામની સીએ ફર્મના...
Durgesh Pandey

Durgesh Pandey : ઈન્ડિયન બેંક એસોસીએશન (Indian Bank Association), કેન્દ્રીય એજન્સી ED તેમજ ગુજરાત પોલીસના જુદાજુદા વિભાગોમાં વર્ષોથી સેવા આપી મેવા ખાતા ચાર્ટડ એકાઉન્ટન્ટ દુર્ગેશ પાંડેય (Durgesh Pandey CA) ની પોલ ખુલી ગઈ છે. DKMS & Associates નામની સીએ ફર્મના મેનેજિંગ પાર્ટનર દુર્ગેશ પાંડેયને ગુજરાત સરકારના ગૃહ વિભાગે બ્લેકલિસ્ટમાં મૂકી દીધા છે. ગૃહ વિભાગે (Home Department Gujarat) રાજ્યના તમામ વિભાગોના વડાની કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન અને જાહેર સાહસોને પત્ર લખી Durgesh Pandey ની DKMS & Associates ને સેવામાંથી મુક્ત કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

કોણ છે CA Durgesh Pandey ?

ચાર્ટડ એકાઉન્ટન્ટ દુર્ગેશ પાંડે્ય (Durgesh Pandey CA) એ વર્ષ 2009માં DKMS & Associates નામથી સીએ પેઢી શરૂ કરી હતી. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Sciences University) માંથી દુર્ગેશ પાંડે્યે ફોરેન્સિક એકાઉન્ટીંગ (Doctorate in Forensic Accounting) પર પીએચ.ડી. કર્યું છે. આ ઉપરાંત ICAI (ઈન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા) માંથી Forensic Accounting and Fraud Detection, FCA, DISA (ICAI), CFE (USA) સહિતનો અભ્યાસ ધરાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં CA Durgesh Pandey ગુજરાત તેમજ દેશની તપાસ એજન્સીના અધિકારી સહિત વિશ્વના 35 જેટલા દેશની પોલીસને આર્થિક અપરાધની તપાસ કરવાની તાલીમ આપી ચૂક્યાં છે. દુર્ગેશ પાંડે્ય અને તેમની પેઢી દ્વારા કરાયેલા દાવા મુજબ દેશના સિનિયર IAS, IPS, IRS, Indian Corporate Law Service ના અધિકારીઓ તેમજ Enforcement Directorate, SFIO, Economic Offences Wing, ACB તથા Local Crime Branch ના અધિકારીઓને તાલીમ આપી છે. DKMS & Associates ના સ્થાપક દુર્ગેશ પાંડે્યની પેઢીમાં સીએ વિભા પાંડે્ય (CA Vibha Pandey), સીએ મિનેશ પટેલ (CA Minesh Patel), સીએ પાયલ તોસનીવાલ (CA Payal Tosniwal), સીએ રાધિકા કરવા (CA Radhika Karwa) અને સીએ રાહુલ પાઠક (CA Rahul Pathak) કાર્યરત છે.

આ પણ વાંચો: Nirlipt Rai ના તપાસ રિપોર્ટે પોલીસ બેડામાં મચાવ્યો ખળભળાટ, 4 પોલીસ કર્મી ગેરકાયદે વિદેશ પ્રવાસ બદલ સસ્પેન્ડ

આ વિભાગો સાથે DKMS & Associates સંકળાયેલી છે

Chartered Accountant દુર્ગેશ પાંડે્યની પેઢી ડીકેએમએસ એન્ડ એસોસિએટ્સ CAG માં RBI કેટેગરી ટુ ફર્મ તરીકે નોંધાયેલી છે. ઈન્ડિયન બેંક એસોસીએશન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), એસીબી ગુજરાત (ACB Gujarat), ગુજરાત સીઆઈડી ક્રાઈમ (CID Crime Gujarat), તથા ઈઓડબ્લ્યુ (EOW) સહિતના વિભાગ આર્થિક અપરાધના કેસોની તપાસમાં દુર્ગેશ પાંડે્યની DKMS & Associates ની સેવા લઈ રહ્યાં છે. દુર્ગેશ પાંડે્ય અને તેમની પેઢીના દાવા અનુસાર આર્થિક અપરાધ અને વિવાદના નિરાકરણના 200થી વધુ કેસોની તપાસ હાથ ધરી છે. જેમાંથી મોટા ભાગના કેસોની તપાસમાં કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા નિમણૂક કરાઈ છે.

આ પણ વાંચો: Gujarat: લ્યો બોલો! હવે વરઘોડો ન કાઢવા લીધી લાંચ, પોલીસ માટે કમાણીનું નવુ સાધન

CA પેઢીની સેવા લેવા પર આ કારણે પ્રતિબંધ

વર્ષોથી Gujarat Police, કેન્દ્રીય એજન્સી ED તેમજ ઈન્ડિયન બેંક એસોસીએશનની એમ્પેનલ્ડ પેનલમાં સ્થાન ધરાવતા CA Durgesh Pandey આર્થિક ગુનાની તપાસ (Financial Crime Investigation) માં વર્ષોથી મદદ કરતા હતા. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોમાં ચાલતી એક તપાસમાં સીએ દુર્ગેશ પાંડે્યે નિયમભંગ કર્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા તેમને એમ્પેનલ્ડ પેનલમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માહિતી ગૃહ વિભાગ પાસે પહોંચતા ગુજરાત સરકાર (Gujarat Government) ના તમામ વિભાગોને લેખિતમાં જાણ કરી CA Durgesh Pandey અને તેમની પેઢીની સેવા લેતા હોય તો તેમને તેમાંથી મુક્ત કરવા આદેશ આપ્યો છે.

Tags :
ACB GujaratBankim PatelCA Minesh PatelCA Payal TosniwalCA Radhika KarwaCA Rahul PathakCA Vibha PandeyCAGCID Crime GujaratDKMS & AssociatesDoctorate in Forensic AccountingDurgesh Pandey CAEnforcement DirectorateEOWFinancial Crime InvestigationForensic Accounting and Fraud DetectionGujarat FirstGujarat GovernmentGujarat PoliceHome Department GujaratICAIIndian Bank AssociationIndian Corporate Law ServiceNational Forensic Sciences UniversitySFIO
Next Article