ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિન્ડીકેટ કરપ્શનનો પર્દાફાશ, ખાણ ખનીજ કચેરીનો સ્ટાફ 2 લાખની લાંચમાં Gujarat ACB ની ઝપટે ચઢ્યો

Gujarat ACB : ગુજરાત રાજ્યના ખૂણેખૂણે બેફામ ખનીજ ચોરી અને ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. આ મામલે વિપક્ષ વિધાનસભામાં પણ ભાજપ સરકાર (BJP Government) પર પસ્તાળ પાડી ચૂક્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોમાં ખાણ ખનીજ વિભાગના અનેક અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની...
05:57 PM May 13, 2025 IST | Bankim Patel
Gujarat ACB : ગુજરાત રાજ્યના ખૂણેખૂણે બેફામ ખનીજ ચોરી અને ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. આ મામલે વિપક્ષ વિધાનસભામાં પણ ભાજપ સરકાર (BJP Government) પર પસ્તાળ પાડી ચૂક્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોમાં ખાણ ખનીજ વિભાગના અનેક અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની...

Gujarat ACB : ગુજરાત રાજ્યના ખૂણેખૂણે બેફામ ખનીજ ચોરી અને ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. આ મામલે વિપક્ષ વિધાનસભામાં પણ ભાજપ સરકાર (BJP Government) પર પસ્તાળ પાડી ચૂક્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોમાં ખાણ ખનીજ વિભાગના અનેક અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો હોવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું. Gujarat ACB એ વડોદરામાં આવેલી ખાણ ખનીજ વિભાગની કચેરીમાં છટકું ગોઠવીને 2 લાખના લાંચ કેસમાં બે અધિકારીઓને ઝડપી લીધા છે. જ્યારે બે અધિકારી ધરપકડથી બચવા ભૂર્ગભમાં ઉતરી ગયા છે. Team ACB એ વડોદરા શહેરમાં કરેલી ટ્રેપમાં સંયુક્ત રીતે લેવાયેલી લાંચ (Syndicate Corruption) ની ઘટના પ્રથમ વખત સામે આવી છે.

 

Gujarat ACB ને શું મળી હતી ફરિયાદ ?

વડોદરા ખાતે રેતીનો સ્ટૉક કરવા અંગે એક વેપારીએ ગુજરાત ખાણ ખનીજ વિભાગ (Mines and Minerals Department Gujarat) માં ઑનલાઈન અરજી કરી હતી. વડોદરા કોઠી કચેરીમાં આવેલી ખાણ ખનીજ કચેરી ખાતે સિનિયર કલાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ અરજદારને તાજેતરમાં અરજી અનુસંધાને મળ્યા હતા. અરજી મંજૂર કરવા પેટે તમામ સ્ટાફને વ્યવહાર પેટે 2 લાખ રૂપિયા આપવા પડશે તેમ યુવરાજ ગોહિલે કહ્યું હતું. Gujarat ACB ના ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય તેમણે આ મામલે ફરિયાદ આપી હતી.

રેસ્ટોરન્ટમાં સ્વીકારી યુવરાજે 2 લાખની લાંચ

ઑનલાઈન અરજી મંજૂર કરવા પેટે નક્કી થયેલી લાંચની રકમ લઈને યુવરાજ ગોહિલે (રહે. અવધ ઉપવન, બીલ રોડ, અટલાદરા, વડોદરા) અરજદારને ગઈકાલે ઘર પાસે બોલાવ્યા હતા. અટલાદરા BAPS Hospital પાસે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં યુવરાજે લાંચ લેવાનું નક્કી કર્યું હતું. આ અંગેની માહિતી Gujarat ACB ના પીઆઈ ડી. ડી. વસાવા (PI D D Vasava) ને અગાઉથી મળી ગઈ હોવાથી તેમણે પંચો સાથે વૉચ ગોઠવી હતી. મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી રવિ કમલેશકુમાર મિસ્ત્રી (રહે. બાપુનગર, અમદાવાદ), IT એક્ઝીક્યુટીવ કિરણ કાંતીભાઈ પરમાર અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર સંકેત પટેલે 2 લાખની લાંચ સ્વીકારવા યુવરાજને સંમતિ આપી હતી. યુવરાજે 2 લાખની લાંચ સ્વીકારતા તેને Team ACB એ ઝડપી લઈ વિધિવત રીતે નાણા કબજે કર્યા હતા.

આ પણ  વાંચો -Ahmedabad CP ઑફિસમાં IPS જેવો વટ ધરાવતા 'સાહેબ' ઘર ભેગા, શહેર પોલીસ આનંદો

લાંચના કેસના ત્રણ આરોપી અન્ય સ્થળે હતા

યુવરાજ ગોહિલે 2 લાખની લાંચ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમો એક્ટિવ થઈ ગઈ હતી. Vadodara ACB Police Station ખાતે નોંધાયેલા લાંચ કેસમાં કિરણ પરમારની વડોદરા એસીબી ટીમે ધરપકડ કરી લીધી હતી. જ્યારે રવિ મિસ્ત્રી અને સંકેત પટેલને ટ્રેપની ગંધ આવી જતા ભૂર્ગભમાં ઉતરી ગયા છે. અત્રે નોંધનીય છે કે, ખાણ ખનીજ વિભાગ કચેરી વડોદરાના ઈન્સ્પેક્ટરને બાદ કરતાં તમામ સ્ટાફ Gujarat ACB ના ચોપડે લાંચ કેસના આરોપી તરીકે ચઢી ગયો છે.

આ પણ  વાંચો -Indian Passport : 500 જેટલાં પાસપોર્ટધારકોની તપાસ કેમ કરી રહી છે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ?

વર્ગ-1ના નરેશ જાનીને સરકારે નોકરીમાંથી કાઢી મુક્યા

ખાણ-ખનિજ વિભાગના ફલાઈંગ સ્કવૉડના તત્કાલિન મદદનીશ નિયામક નરેશ જાનીના વચેટિયા કપિલ પ્રજાપતિને સુરત ખાતેથી ACB એ જૂન-2024માં 2 લાખની લાંચ લેતા પકડ્યો હતો. ધરપકડથી બચવા ફરાર થઈ ગયેલા નરેશ જાનીએ સુરત સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટ (High Court Gujarat) ખાતે આગોતરા જામીનના નિષ્ફળ પ્રયાસ બાદ એસબીની શરણાગતિ વ્હોરી હતી. મહિને 1 કરોડનો હપ્તો ઉઘરાવતા લાંચિયા નરેશ જાનીને ગુજરાત સરકારે (Gujarat Government) નોકરીમાંથી કાયમી રૂખસદ આપી દીધી હતી.

Tags :
Bankim PatelBAPS HospitalBJP GovernmentGujarat ACBGujarat FirstGujarat GovernmentHigh Court GujaratPI D D VasavaSyndicate CorruptionTeam ACBVadodara ACB Police Station
Next Article