Mahakumbh 2025: પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચેલા સિદ્ધપુરના શાસ્ત્રીગણ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
- મહાકુંભમાં આવેલા અનેક સંતો-મહંતો સાથે વાતચીત કરવામાં આવી
- ગુજરાતમાંથી પણ અનેક સાધુ-સંતો મહાકુંભમાં ગયાં
- સિદ્ધપુરથી આવેલા વિશ્વનાથભાઈ આચાર્ય સાથે ગુજરાત ફર્સ્ટની વાતચીત
Mahakumbh 2025: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અત્યારે અનેક સંતો અને મહંતો પધાર્યાં છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ આ મહાકુંભમાં સંતો-મહંતો સાથે વાતચીત કરવા માટે પહોંચે છે. મહાકુંભમાં આવેલા અનેક સંતો-મહંતો સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાંથી પણ અનેક સાધુ-સંતો મહાકુંભમાં ગયાં છે. એટલું જ નહીં પરંતુ સિદ્ધપુરના શાસ્ત્રીગણ પણ મહાકુંભમાં પહોંચ્યાં છે. જેમની સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી છે. તો ચાલો જાણીએ તેમણે મહાકુંભ વિશે શું કહ્યું...
સાધુ સંતો સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત એવા સિદ્ધપુરથી આવેલા વિશ્વનાથભાઈ આચાર્ય જેમને તેમના ગુરૂ કાળુમહારાજ તરીકે સંબોધે છે, તેમણે જણાવ્યું કે, તીર્થ ક્ષેત્રોમાં પ્રયાગરાજ એટલે રાજા કહેવાય! તીર્થ ક્ષેત્રમાં જવાથી દરેકના પાપો નષ્ટ થઈ જાય છે’. વધુમાં તેમણે સાધુ સંતો વિશે પણ વાત કરી હતી કે, અનેક સાધુઓ છે જે વર્ષોથી તપસ્યા કરી રહ્યાં છે. જ્યારે આ કુંભનો સમય થયા છે ત્યારે આ સાધુઓને ખબર પડી જાય છે. અમે અહીં સંતોના દર્શન કરવા માટે આવ્યાં છે. કારણ કે આવા સંતોના દર્શન કરવા માટે વારે વારે મોકો મળતો નથી.
આ પણ વાંચો: Mahakumbh 2025 : રૂદ્રાક્ષ એ અમૃત સમાન છે, આને પહેરવાથી ઊર્જા મળે છે : રૂદ્રાક્ષધારી બાબા
અહીં આવવાનું ચુકી ગયા તો સમજો ગણું બધુ ચુકી ગયાંઃ આચાર્ય
આચાર્યે કહ્યું કે, આ કુંભ 144 વર્ષે આવ્યો છે. આ પહેલા આપણે હતાં નહીં અને હવે જ્યારે 144 વર્ષ પછી મહાકુંભ હશે તેમાં સિદ્ધ સાધુઓ સિવાય કોઈ હશે નહીં. આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે, આપણને આ સમયે જન્મ આપ્યો છે. આચાર્યે કહ્યું કે, જો તમે પ્રયાગરાજમાં આવવાનું ચુકી ગયા, મહાકુંભ (Mahakumbh)માં આવવાનું ચુકી ગયા તો સમજો તમે ગણું બધુ ચુકી ગયાં!’ સ્વાભાવિક છે કે, આ આચાર્યે કહેલી વાત સાચી પણ છે. કારણે કે, હવે જ્યારે 144 વર્ષ પછી જે મહાકુંભ આવશે તેમાં આપણામાંથી કોઈ પણ આ ધરતી પર હશે નહીં!
આ પણ વાંચો: Mahakumbh 2025 : સત્કર્મ કરવામાં આવે તો તેનું અનંતગણું ફળ મળે છે : અવધકિશોર બાપુ
એક વાર મહાકુંભમાં દર્શન કરવા માટે આવવું જોઈએઃ આચાર્ય
નોંધનીય છે કે, પ્રયાગરાજમાં આવા અનેક સંતો અને સાધુઓ આવેલા છે. જેમની પાસેથી અનેક વાતો જાણવા મળી છે. ખાસ કરીને તેમની સાથે સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે અનેક સંવાદો થયા અને પ્રયાગરાજનો મહિમા જાણવા મળ્યો, મહાકુંભ (Mahakumbh)નો મહિમા પણ જાણવા મળ્યો છે. મહાકુંભ દિવ્ય અને ભવ્ય છે. કરોડોની સંખ્યામાં લોકો અહીં આવેલા છે. એટલે જ નહીં પરંતુ ગણ્યા ગણાય નહીં એટલા સાધુ સંતો પણ અહીં આવેલા છે.
આ પણ વાંચો: Mahakumbh: કિન્નરોને આ વખતે મહાકુંભમાં સ્થાન અને સુવિધા મળી છે: કનકેશ્વરીનંદગીરી દેવી
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો