ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢવાની માગ કરનારા AAP નેતાની કેમ થઈ ધરપકડ ?

વરઘોડો શબ્દ ગુજરાતના પ્રચલિત શબ્દો પૈકીનો એક છે. લગ્નની સિઝનમાં નીકળતા વરઘોડા કરતા લોકોને આરોપીઓના વરઘોડા જોવામાં તેમજ માણવામાં વધુ રસ પડ્યો છે. ગુંડાઓ તેમજ બદમાશ શખ્સોના પોલીસ દ્વારા કઢાતા વરઘોડા કહો કે, સરઘસ કે, પંચનામું કે પછી રિ-કન્સ્ટ્રકશન હાલ...
05:28 PM Jan 07, 2025 IST | Bankim Patel
વરઘોડો શબ્દ ગુજરાતના પ્રચલિત શબ્દો પૈકીનો એક છે. લગ્નની સિઝનમાં નીકળતા વરઘોડા કરતા લોકોને આરોપીઓના વરઘોડા જોવામાં તેમજ માણવામાં વધુ રસ પડ્યો છે. ગુંડાઓ તેમજ બદમાશ શખ્સોના પોલીસ દ્વારા કઢાતા વરઘોડા કહો કે, સરઘસ કે, પંચનામું કે પછી રિ-કન્સ્ટ્રકશન હાલ...
Rajkot

વરઘોડો શબ્દ ગુજરાતના પ્રચલિત શબ્દો પૈકીનો એક છે. લગ્નની સિઝનમાં નીકળતા વરઘોડા કરતા લોકોને આરોપીઓના વરઘોડા જોવામાં તેમજ માણવામાં વધુ રસ પડ્યો છે. ગુંડાઓ તેમજ બદમાશ શખ્સોના પોલીસ દ્વારા કઢાતા વરઘોડા કહો કે, સરઘસ કે, પંચનામું કે પછી રિ-કન્સ્ટ્રકશન હાલ Gujarat ના અખબારો અને ન્યૂઝ ચેનલોની ખબરોમાં ટોપ પર છે. અમરેલીમાં એક યુવતીના કિસ્સામાં વરઘોડો ભારે વિવાદમાં આવ્યો છે અને તેમાં રાજકારણ પણ શરૂ થઈ ગયું. વરઘોડો કેવા વિવાદ લાવશે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. રાજકોટ જિલ્લા (Rajkot District) ના વીંછીયામાં હત્યા કેસના આરોપીઓના વરઘોડાની માગ નહીં સંતોષાતા પોલીસ પર હુમલો થયો અને આપના નેતા (Aam Aadmi Party Leader) સહિત 60 તોફાનીઓની ધરપકડ. વરઘોડાની જાહેરાતે પોલીસ માટે એક મોટી આફત સર્જી છે. રાજકોટના જસદણ તાલુકાના વીંછીયામાં બનેલી ઘટનાની વાસ્તવિકતા જાણવા વાંચો આ અહેવાલ...

હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી

વીંછીયાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઇ રાજપરાએ કેટલાંક શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી. આ મામલે અદાવત રાખી 8 શખ્સોએ ઘનશ્યામભાઇની હત્યા કરી નાંખી હતી. આ મામલે વીંછીયા પોલીસ સ્ટેશન (Vinchhiya Police Station) માં ફરિયાદ થતાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ આરંભી હતી. રિમાન્ડ પર રહેલા આરોપીઓને સાથે રાખીને ગઈકાલે 6 જાન્યુઆરીના રોજ હત્યા સ્થળ પર વીંછીયા પોલીસે પંચનામું - રિકન્સ્ટ્રકશન કર્યું હતું. ત્યારબાદ આરોપીઓની ઓળખ પરેડ કરાવવા માટે તેમને મામલતદાર કચેરી ખાતે લઈ જવાયા હતા. ઓળખ પરેડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને વીંછીયા પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા.

આ પણ વાંચો: POCSO : અમદાવાદના પોલીસ સ્ટેશનમાં પૉક્સો સહિતના ગંભીર કેસોમાં પોલીસ સામે કાળી કમાણીનો આરોપ

પોલીસ સ્ટેશન પર કેમ કરાયો પથ્થરમારો ?

મૃતકના પક્ષે રહેલા સમર્થકો હત્યાના આરોપીઓ પકડાયા બાદ પોલીસની તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યાં હતા. વીંછીયા પોલીસે રિમાન્ડ પર રહેલા આરોપીઓનું સ્થળ પંચનામું કરી ઓળખ પરેડ કરાવવા મામલતદાર કચેરી ખાતે લઈ ગયા હતા. આ સમયે એક મોટું ટોળું મામલતદાર કચેરી બહાર ધરણાં પર બેસી ગયું હતું. પકડાયેલા હત્યાના આરોપીઓનું સરઘસ - વરઘોડો વીંછીયા ગામ (Vinchhiya Village) માં કાઢવા માટેની માગણી હતી. પોલીસ આરોપીઓને લઈને મામલતદાર કચેરીથી પોલીસ સ્ટેશન ચાલી ગઈ હતી. આ સમયે વીંછીયા પોલીસ સ્ટેશનની આસપાસ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ટોળાને ઉશ્કેરવામાં આવતા તોફાની તત્વોએ પોલીસ સ્ટેશન પર ભારે પથ્થરમારો કરતા 5 પોલીસ જવાન ઘવાયા હતા. પોલીસે તોફાની તત્વોને વિખેરવા લાઠીચાર્જ કરી ટીયરગેસ છોડ્યો હતો.

આ પણ વાંચો: Rajkot : વિંછીયામાં પોલીસ પથ્થમારો, 50 થી વધુની ધરપકડ, કર્ફ્યુ જોવા માહોલ

AAP ના હોદ્દેદાર સહિત 60ની ધરપકડ : SP Rajkot Rural

Gujarat First સાથેની વાતચીતમાં રાજકોટ ગ્રામ્ય એસપી હિમકર સિંઘે (Himkar Singh) જણાવ્યું છે કે, મૃતક પક્ષના સમર્થકોએ ખોટી માગ કરી હતી. હત્યાના આરોપીઓનું સ્થળ પંચનામું અને ઓળખ પરેડ થયા બાદ તેમને વીંછીયા ગામમાં સરઘસ સ્વરૂપે ફેરવવા માગ કરી હતી. જે યોગ્ય ન હતી. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર મુકેશ રાજપરા (Mukesh Rajpara AAP) એ આગેવાની લીધી હતી. માગ નહીં સંતોષાતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરતા પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. પોલીસ ચોપડે ગુનો નોંધી મુકેશ રાજપરા સહિત 60 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

Tags :
Aam Aadmi Party LeaderBankim PatelGujarat FirstHimkar SinghMukesh Rajpara AAPRajkot districtSP Rajkot RuralVinchhiya Police StationVinchhiya Village
Next Article