Ahmedabad Plane Crash : ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ DNA મેચિંગ પ્રક્રિયા સંદર્ભે કરી રીવ્યૂ મીટિંગ
- FSL વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે DNA મેચિંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે
- આ સમગ્ર પ્રક્રિયા સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ એક રીવ્યૂ મીટિંગ કરી છે
- FSL ની ટીમ સતત 24 કલાક કામ કરી રહી છે : Harshabhai
- 36 ફોરેન્સિક એક્સપર્ટ્સ કામ કરી રહ્યા છે : Harshabhai
Ahmedabad Plane Crash : 12મી જૂને ગુરુવારે અમદાવાદમાં ભયંકર અને ગમખ્વાર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 241 પેસેન્જર્સ સહિત 265 લોકોના મૃત્યુ થયા હતા. આ મૃતકોના મૃતદેહ પરિવારોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારના FSL વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ એક રીવ્યૂ મીટિંગ કરી છે. જેમાં FSL વિભાગના અધિકારીઓ, ગૃહ સચિવ તથા IBના IGPએ ભાગ લીધો હતો.
FSLની ટીમ 24 કલાક કામ કરી રહી છે : હર્ષભાઈ
અમદાવાદમાં એર ઈન્ડિયાની A-171 ફ્લાઈટ અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં કુલ 256 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાંથી 241 પેસેન્જર્સ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. આ મૃતકોના મૃતદેહોને પરિવારને સોંપવા માટે યુદ્ધના ધોરણે DNA ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારનો FSL વિભાગ અત્યારે ખડે પગે ફરજ બજાવી રહ્યો છે. આ DNA મેચિંગ પ્રક્રિયા સંદર્ભે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ એક રીવ્યૂ મીટિંગ યોજી છે. આ મીટિંગમાં તેમણે DNA મેચિંગ પ્રક્રિયા વિશે અપડેટ્સ મેળવ્યા છે. તેમણે જણાવ્યું કે, FSL ખાતે ગઈકાલથી ક્રમશઃ સેમ્પલ લવાઈ રહ્યા છે. FSLની ટીમ સતત 24 કલાક કામ કરી રહી છે. 36 ફોરેન્સિક એક્સપર્ટ્સ કામ કરી રહ્યા છે.
DNA મેચિંગ પ્રક્રિયાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી રીવ્યુ બેઠક
FSLના અધિકારી, ગૃહ સચિવ તથા IBના IGP સાથે યોજી બેઠક
હર્ષભાઈ અધિકારીઓ સાથે ક્રેશ સાઈટની પણ કરી સમીક્ષા
રીવ્યુ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન
સેમ્પલ FSL ખાતે લાવવામાં આવી રહ્યા છે:હર્ષભાઈ@CMOGuj… pic.twitter.com/f6eoBxch3G— Gujarat First (@GujaratFirst) June 14, 2025
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : બી. જે. મેડિકલના 4 મૃતક વિદ્યાર્થીઓના નામ જાહેર કરાયા
ભારત સરકારના FSLના એક્સપર્ટ પણ જોડાયા
એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી A-171 ફ્લાઈટ ટેકઓફ બાદ ગણતરીની સેકન્ડ્સમાં જ ધડાકાભેર તૂટી પડી હતી. આ અકસ્માતમાં 256 લોકોએ જીવ ખોયો હતો. આ મૃતકોના પરિવારજનોને સમયસર મૃતદેહ સોંપવા માટે યુદ્ધના ધોરણે DNA ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારનો FSL વિભાગ અત્યારે ખડે પગે ફરજ બજાવી રહ્યો છે. FSLની 36 એક્સપર્ટ્સની ટીમ સતત 24 કલાક કામ કરી રહી છે. DNA ટેસ્ટિંગ પ્રક્રિયામાં હવે ભારત સરકારના FSL વિભાગના કર્મચારીઓ પણ જોડાઈ રહ્યા છે. જેનાથી આ DNA ટેસ્ટિંગ પ્રક્રિયાને વેગ મળશે અને વિનાવિલંબે મૃતદેહોની સોંપણી પરિવારજનોને કરી શકાશે.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે


