Banas Dairy : પશુપાલકો આનંદો..! આવ્યા ખુશીનાં મોટા સમાચાર
- બનાસનાં પશુપાલકો માટે આનંદનાં સમાચાર (Banas Dairy)
- બનાસ ડેરીએ દૂધનાં ભાવમાં વધારો કર્યો, પ્રતિ કિલો ફેટે રૂ. 25 નો વધારો
- દૂધનાં ભાવ વધારાથી પશુપાલકોને દર મહિને વધારાનાં રૂ. 25 કરોડ ચૂકવાશે
- ડેરીનાં ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી જાહેરાત
બનાસકાંઠાનાં (Banaskantha) પશુપાલકો માટે આનંદનાં સમાચાર આવ્યા છે. બનાસ ડેરીએ (Banas Dairy) દૂધનાં ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટે રૂ. 25 નો વધારો કરવામાં આવ્યો છે. બનાસ ડેરીનાં ભાવ વધારાનાં આ નિર્ણયથી પશુપાલકોને દર મહિને વધારાનાં રૂપિયા 25 કરોડ ચૂકવવા પડશે. બનાસડેરીનાં આ નિર્ણય બાદ પશુપાલકોમાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો - Corona Case: રાજકોટમાં વિદેશથી પરત ફરેલ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ
-બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર
-બનાસ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
-પ્રતિ કિલો ફેટે રૂપિયા 25નો કર્યો વધારો
-પશુપાલકોને દર મહિને વધારાના ચૂકવાશે રૂ. 25 કરોડ
-ભાવવધારાની જાહેરાતથી પશુપાલકોમાં ખુશીનો માહોલ#BanasKantha #BanasDairy #MilkPrice #DairyFarmers #FarmersIncome… pic.twitter.com/nrMuYtiuwc— Gujarat First (@GujaratFirst) May 22, 2025
બનાસ ડેરીએ દૂધનાં ભાવમાં વધારો કર્યો, પ્રતિ કિલો ફેટે રૂ. 25 નો વધારો
બનાસકાંઠામાં (Banaskantha) આવેલ બનાસ ડેરીએ પશુપાલકોનાં હિતમાં એક મોટો નિર્ણય કર્યો છે. માહિતી અનુસાર, બનાસ ડેરીએ (Banas Dairy) દૂધનાં ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકોને ચૂકવવામાં આવતા દૂધનાં ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 25 નો વધારો કર્યો છે. આથી હવે, પશુપાલકોને દર મહિને વધારાનાં રૂપિયા 25 કરોડ ચૂકવાશે. ડેરીનાં ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ (Shankarbhai Chaudhary) આ અંગે જાહેરાત કરી છે. સણાદર દિયોદર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમમાં તેમણે આ જાહેરાત કરી હતી.
બનાસ ના પશુપાલકો માટે આનંદના સમાચાર...!
✓1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25 નો વધારો
✓ગ્રાહકો માટે દૂધના ભાવ યથાવત
✓દર મહિને પશુપાલકોને મળશે વધારાના રૂ. 25 કરોડ!
✓બનાસ ડેરીના સણાદર ખાતેના કાર્યક્રમમાંથી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીની જાહેરાત pic.twitter.com/4PkDUKXnXJ
— Banas Dairy (@banasdairy1969) May 22, 2025
આ પણ વાંચો - Sabarkantha : ઇડર માર્કેટ યાર્ડમાં કર્મચારીઓની ભરતી વિવાદમાં નવો વળાંક!
ડેરીનાં ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી જાહેરાત
માહિતી અનુસાર, બનાસ ડેરી (Banas Dairy) દ્વારા દૂધનાં ભાવમાં વધારો જૂનથી લાગૂ કરવામાં આવશે. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પશુપાલકોને વધુ રકમ ચૂકવાશે પરંતુ, ગ્રાહકો માટે દૂધનાં ભાવ યથાવત રહેશે. બનાસ ડેરીનાં આ ભાવ વધારાની જાહેરાતથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Surat : સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, કાળી કરતૂત સામે 12 વર્ષે ફરિયાદ!


