Gandhinagar: કમલમ ખાતે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટે સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક
- જિલ્લા પ્રમુખોની નિયુક્તિ પહેલા કમલમ ખાતે બેઠક
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને મળશે બેઠક
- ધારાસભ્યો તાલુકા અને જિલ્લા પ્રમુખો બેઠકમાં રહેશે હાજર
- 580 મંડળ પ્રમુખોમાંથી 300 ની નિયુક્તિ પૂર્ણ
ગુજરાત ભાજપે તેના સંગઠન પર્વની શ્રેષ્ઠ કામગીરી શરૂ કરી છે, જેમાં નવા મંડળ અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટે કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલના અધ્યક્ષસ્થાને યોજાઈ છે. આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. નોંધનીય છે કે, 580 મંડળ પ્રમુખોમાંથી 300 થી વધુ મંડળ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થઇ ગઇ છે.
संगठन को सशक्त करने वाले पितृ पुरुष, श्रद्धेय कुशाभाऊ ठाकरे जी को पुण्यतिथि पर विनम्र नमन।
आपके अद्वितीय नेतृत्व, तप और समर्पण ने भारतीय जनता पार्टी को नई ऊंचाइयों तक पहुंचाया और देशभर में कार्यकर्ताओं की एक मजबूत पीढ़ी को गढ़ा।
आपके विचार, आदर्श और संगठन के प्रति आपकी निष्ठा,…
— C R Paatil (@CRPaatil) December 28, 2024
આ પણ વાંચો: Gujarat: ફરજિયાત મીટર મામલે રિક્ષાચાલકોએ કર્યો વિરોધ, ખખડાવ્યાં હાઇકોર્ટના દ્વાર
જિલ્લા પ્રમુખોની નિયુક્તિને લઈ રૂપરેખા માટે મળી બેઠક
આ બેઠકમાં રાજ્યના ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પ્રમુખો પણ હાજર રહ્યા છે. એટલું જ નહીં પરંતુ નવા જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટે એક રૂપરેખા તૈયાર કરવા માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ દ્વારા આગામી દિવસોમાં અધિકારીઓ અને કાર્યકરોની નવી ટીમ રચવામાં આવશે. અત્યારે કમલમ્ ગાંધીનગર ખાતે સીઆર પાટીલના અધ્યક્ષ સાથે મહત્વની બેઠક યોજાઈ છે.
આ પણ વાંચો: BZ Group Scam: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરી ધરપકડ, હવે અનેક રહસ્યોનો થશે પર્દાફાશ
વધુ સભ્યોને પાર્ટીમાં સામેલ કરવાનો માટે પાટિલનું સન્માન
હવે મંડળ પ્રમુખોની નિયુક્તિનો દોર પૂર્ણ થયા બાદ, આગામી દિવસોમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટેના આયોજનને જાહેર કરવામાં આવશે. આ મહત્વની બેઠકમાં વિવિધ આગેવાનો જેમ કે હર્ષ સંઘવી, પરષોત્તમ રૂપાલા, સી આર પાટિલ, નરહરિ અમીન, રાધામોહન અગ્રવાલ અને રતનાકરજી વગેરે હાજર રહ્યા હતાં. રાધામોહન અગ્રવાલે કે વધુ સભ્યોને પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયાસની શ્રેષ્ઠ કામગીપી માટે પાટિલનું સન્માન કર્યું હતં. આગામી સમયમાં હવે મંડળના પ્રમુખો બાદ જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: BZ Ponzi Scheme: ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહની અટકાયત, હવે થશે A to Z તપાસ


