Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DyCM Harsh Sanghvi : અનેક લોકો કચેરીએ આવી તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે : DyCM હર્ષભાઈ સંઘવી

DyCM હર્ષભાઈ સંઘવી દ્વારા MLA જિગ્નેશભાઈ મેવાણી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે. નિમણૂક પત્ર એનાયતના સમારોહમાં નામ લીધા વિના તેમણે આ શાબ્દિક પ્રહાર કર્યા છે. DyCM એ કહ્યું કે, સરકારી નોકરીમાં જોડાયા છો તો તૈયારી આજથી કરી લેજો. તમારા હજારો સાથીમાંથી કોઈ એક નાની-મોટી ભૂલ કરશે તો સો.મીડિયાનાં જમાનામાં ચમકવાવાળા કચેરીમાં આવી જશે.
dycm harsh sanghvi   અનેક લોકો કચેરીએ આવી તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે   dycm હર્ષભાઈ સંઘવી
Advertisement
  1. DyCM Harsh Sanghvi ના MLA જિગ્નેશભાઈ મેવાણી પર પ્રહાર!
  2. નિમણૂક પત્ર એનાયતનાં સમારોહમાં નામ લીધા વિના કર્યા પ્રહાર!
  3. "સરકારી નોકરીમાં જોડાયા છો તો તૈયારી આજથી જ કરી લેજો"
  4. "તમારા હજારો સાથીમાંથી કોઈ એક જો નાની મોટી ભૂલ કરશે"
  5. તો સો.મીડિયાના જમાનામાં ચમકવા વાળા કચેરીમાં આવી જશે : DyCM હર્ષભાઈ સંઘવી

Gandhinagar : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghvi) દ્વારા MLA જિગ્નેશભાઈ મેવાણી (MLA Jignesh Mevani) પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે. નામ લીધા વિના નિમણૂક પત્ર એનાયતના સમારોહમાં તેમણે આ શાબ્દિક પ્રહાર કર્યા છે. DyCM હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, સરકારી નોકરીમાં જોડાયા છો તો તૈયારી આજથી જ કરી લેજો. તમારા હજારો સાથીમાંથી કોઈ એક જો નાની મોટી ભૂલ કરશે તો સો.મીડિયાનાં જમાનામાં ચમકવાવાળા કચેરીમાં આવી જશે. સરકારી કચેરીમાં આવીને હલ્લા દુલ્લા કરશે. કોઈ એક ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા આવશે.

MLA જિગ્નેશભાઈ મેવાણી પર DyCM Harsh Sanghvi ના આકરા પ્રહાર!

ગાંધીનગર ખાતે આજે નિમણૂક પત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel), DyCM હર્ષભાઈ સંઘવી, મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitu Vaghani) સહિત ધારાસભ્યો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારો પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નામ લીધા વિના MLA જિગ્નેશભાઈ મેવાણી પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હોવાની ચર્ચા છે. DyCM હર્ષભાઈ સંઘવીએ ઉમેદવારોને સંબોધિત કરતા કહ્યું કે, સરકારી નોકરીમાં જોડાયા છો તો તૈયારી આજથી જ કરી લેજો. તમારા હજારો સાથીમાંથી કોઈ એક જો નાની-મોટી ભૂલ કરશે તો સોશિયલ મીડિયાનાં જમાનામાં ચમકવાવાળા કચેરીમાં આવી જશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Rajkumar Jat Case : ગણેશ ગોંડલ સમર્થકો સાથે સુરેન્દ્રનગર જિ. પો. વડાની કચેરી પહોંચ્યા, જાણો કારણ!

ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા ડિગ્રીઓવાળા આવશે : DyCM હર્ષભાઈ સંઘવી

DyCM હર્ષભાઈ સંઘવીએ વધુમાં કહ્યું કે, કોઈ એક ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા આવશે. ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓવાળા આવશે. ડિગ્રી જોડે-જોડે સમાજનાં સંસ્કાર જેને ન મળ્યા હોય તેવા લોકો આવશે. અનેક લોકો કચેરીએ આવી તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે. અનેક લોકો તમને નોકરીએથી કાઢી મૂકવાની પણ વાત કરશે. પરંતુ, તમે ગાંધીજીએ જે કહેલું તે યાદ રાખજો કે આપણી યથાશક્તિ પ્રમાણે આપણી મહેનત ચાલું રાખવાની છે. તમે સારૂં કામ કરશો તો આ પ્રકારનાં લોકો તમારી સામે આવશે જ. જે સામે આવવાવાળા લોકો છે, તેમાં જનપ્રતિનિધિઓ પણ હશે. પરંતુ, તમે હિમ્મતથી સમાજ માટે કામગીરી કરવા આગળ વધજો.

આ પણ વાંચો - Gujarat Police : IPS નિતેશ પાંડેની 'DGP કોમોડેશન ડિસ્ક 2024' માટે પસંદગી

દારૂ વેચાણ મુદ્દે જીગ્નેશભાઈ મેવાણી એસપી કચેરીએ પહોંચ્યા હતા

નોંધનીય છે કે, ગઈકાલે વાવ થરાદનાં (Vav Tharad) શિવનગરમાં દારૂ વેચાવા મુદ્દે મહિલાઓ સહિત કેટલાક સ્થાનિકો દ્વારા MLA જિગ્નેશભાઈ મેવાણીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ જીગ્નેશભાઈ મેવાણી એસપી કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ બેફામ મળતો હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યાર બાદ કાર્યવાહી કરવાની જિલ્લા એસપીએ સ્થાનિકોને આશ્વાસન આપ્યું. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

આ પણ વાંચો - Chhotaudepur : આઉટસોર્સ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ સામે રૂ. 1.41 કરોડની ઉચાપતનો આરોપ!

Tags :
Advertisement

.

×