Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : NSG, ચેતક કમાન્ડો, SOG અને પોલીસની સૌથી મોટી મોકડ્રીલ યોજાઈ

તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ માત્ર એક મોકડ્રીલ છે આથી, નાગરિકોએ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી.
gandhinagar   nsg  ચેતક કમાન્ડો  sog અને પોલીસની સૌથી મોટી મોકડ્રીલ યોજાઈ
Advertisement
  1. રાજ્યનાં પાટનગર Gandhinagar માં સૌથી મોટી મોકડ્રીલ યોજાઈ
  2. NSG, ચેતક કમાન્ડો, SOG, પોલીસની મોટી મોકડ્રીલ યોજાઈ
  3. ગાંધીનગરમાં સચિવાલય પાસેના મેટ્રો સ્ટેશન પર મોકડ્રીલનું આયોજન 
  4. 'આ માત્ર મોકડ્રીલ છે, લોકોએ ગભરાવાની જરૂર નથી'

Gandhinagar : ભારત સરકાર દ્વારા આવતીકાલે દેશના 244 જિલ્લામાં એકસાથે મૉકડ્રીલનું (Mock Drill) આયોજન કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં ગુજરાતનાં 15 જેટલા જિલ્લા પણ સામેલ છે, જેમાં ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં આજે સૌથી મોટી મોકડ્રીલ યોજાઈ છે. NSG, ચેતક કમાન્ડો, SOG, પોલીસ દ્વારા આ મોટી મોકડ્રીલ યોજાઈ છે.

આ પણ વાંચો - Mock Drill in Surat : આવતીકાલે સાંજે 5 વાગે મોકડ્રીલ, 7.30 વાગે બ્લેકઆઉટ, તંત્રે કરી આ અપીલ

Advertisement

Advertisement

ગાંધીનગરમાં મેટ્રો સ્ટેશન પર મોકડ્રીલનું આયોજન

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં સૌથી મોટી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. NSG, ચેતક કમાન્ડો, SOG અને પોલીસની (Gandhinagar Police) ટીમ દ્વારા સચિવાલય નજીક મેટ્રો સ્ટેશન પર આ મોકડ્રીલ યોજાઈ છે. પોલીસ દ્વારા આસપાસ નો વિસ્તાર કોર્ડન કરાયો. NSG અને ચેતક કમાન્ડોનાં સંયુક્ત ઓપરેશન હેઠળ આ મોકડ્રીલ યોજાઈ છે. પોલીસ દ્વારા આસપાસનો વિસ્તાર કોર્ડન કરાયો છે. આતંકવાદી હુમલા સમયે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરાયું છે. મોકડ્રિલનાં ભાગરૂપે ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમને આતંકવાદી હુમલાનો મેસેજ થયો છે. જો કે, તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ માત્ર એક મોકડ્રીલ છે આથી, નાગરિકોએ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી.

આ પણ વાંચો - India-Pakistan : કેટલી મજબૂત છે દેશની રડાર-નિરીક્ષણ સિસ્ટમ્સ ? ટેકનિકલ અને સેનાની તૈયારીઓ અંગે જાણો

શા માટે યોજાઈ રહી છે મોકડ્રીલ ?

તંત્રે વધુમાં જણાવ્યું કે, આતંકવાદીઓ આવે કે પછી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય અથવા કોઈ ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થાય તો એવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું અને કેવી રીતે બચવું ? તે અંગેની માહિતી આપવામાં આવશે. જણાવી દઈએ કે, મૉકડ્રીલને લઈને કેન્દ્રીય ગૃહસચિવની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં દેશભરમાં મોકડ્રીલનું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. માહિતી અનુસાર, મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ (Blackout), સ્થળાંતર જેવી સ્થિતિ અંગેનું રિહર્સલ થશે. ઉપરાંત, હવાઈ હુમલાની ચેતવણી માટે સાયરન વગાડીને સંચાલન કરાશે. નાગરિકોને એલર્ટ કરવા માટે મૉકડ્રીલનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો - Surat: મિશન હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓમાં ભયનો માહોલ, ફાયર વિભાગ ઘટના સ્થળે

Tags :
Advertisement

.

×