ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : બજેટ સત્રને લઈ આવ્યા મહત્ત્વનાં સમાચાર, આ તારીખે નાણામંત્રી રજૂ કરશે Budget !

1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સંસદમાં બજેટ (Budget) રજૂ કરશે.
04:57 PM Jan 20, 2025 IST | Vipul Sen
1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સંસદમાં બજેટ (Budget) રજૂ કરશે.
Budged_gujarat_first
  1. 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું Budget સત્ર મળશે
  2. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભા બજેટ સત્રનું આહ્વાન કર્યું
  3. 19 ફેબ્રુઆરીએ રાજ્યપાલનાં સંબોધનથી શરૂઆત થશે
  4. 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી ગુજરાતનું બજેટ રજૂ કરશે

Gandhinagar : ગુજરાત વિધાનસભાનાં બજેટ સત્રને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Acharya Devvrat) બજેટ સત્રનું આહ્વાન કર્યું છે. 19 ફેબ્રુઆરીએ રાજ્યપાલનાં સંબોધનથી બજેટસત્રની (Budget Session) શરૂઆત થશે. જ્યારે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી ગુજરાતનું બજેટ રજૂ કરશે. આ વર્ષે સરકાર કેવું બજેટ રજૂ કરશે તેને લઈ નાગરિકોમાં ભારે ઉત્સુક્તા છે.

આ પણ વાંચો - Kheda: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવકે મેનેજર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા

19 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભાનું બજેટ સત્ર મળશે

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) બજેટ સત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ બજેટ સત્ર પર સમગ્ર રાજ્યની નજર હોય છે. આ વર્ષે રાજ્ય સરકાર બજેટમાં નાગરિકોને શું રાહત આપશે ? અથવા કંઈ કંઈ મોટી જાહેરાતો કરશે તેને લઈ ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. જો કે, હવે વિધાનસભા બજેટ સત્રને લઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Acharya Devvrat) આહ્વાન કર્યું છે. માહિતી અનુસાર, 19 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભાનું બજેટ સત્ર મળશે. રાજ્યપાલનાં સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે.

આ પણ વાંચો - Surat : 4.30 કેરેટનાં લેબગ્રોન ડાયમંડમાં Donald Trump ની અદભુત પ્રતિકૃતિ જોઈ ચકિત થઈ જશો!

નાણામંત્રી 20 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ કરશે

માહિતી અનુસાર, 20 ફેબ્રુઆરીનાં રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) બજેટ રજૂ કરશે. જણાવી દઈએ કે, 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સંસદમાં બજેટ (Budget) રજૂ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સંસદનાં બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે યોજાય તેવી શક્યતા છે. દરમિયાન, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરશે.

આ પણ વાંચો - Exclusive: ‘અમારો જિલ્લો, વાવ-થરાદ’ વિભાજનના વિરોધ વચ્ચે નવા જિલ્લાના સમર્થનમાં આવ્યું કોંગ્રેસ

Tags :
BJP GovernmentBreaking News In GujaratiBudget Session of ParliamentCentral governmentfinance ministerGandhinagarGovernor Acharya DevvratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Government Budget SessionGujarat-AssemblyGujarati breaking newsGujarati Newskanubhai desaiLatest News In GujaratiNews In GujaratiNirmala Sitharaman
Next Article