Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar સિવિલમાં યુ.એન. મહેતા હોસ્પિટલનું 96 બેડ ધરાવતું હાર્ટ યુનિટ કાર્યરત થશે

Gandhinagar ની જનતા માટે સારા સમાચાર એ છે કે હવે શહેરની સિવિલ હોસ્પિટલમાં વિખ્યાત યુ.એન. મહેતા હોસ્પિટલ (U.N. Mehta Hospital) નું હાર્ટ યુનિટ કાર્યરત થશે. વાંચો વિગતવાર
gandhinagar સિવિલમાં યુ એન  મહેતા હોસ્પિટલનું 96 બેડ ધરાવતું હાર્ટ યુનિટ કાર્યરત થશે
Advertisement
  • ગાંધીનગર સિવિલમાં હાર્ટ સબંધી સારવાર માટે ખાસ સુવિધા
  • U.N. Mehta Hospital નું એક યુનિટ કરાશે કાર્યરત
  • કાર્ડિયોલોજી સાથે ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ પણ થશે શરૂ
  • U.N. Mehta Hospital નું 96 બેડનું યુનિટ શરૂ કરાશે

Gandhinagar : હવે ગાંધીનગરમાં રહેતા અને હાર્ટ ડીસીઝના દર્દીઓને ઘર આંગણે જ યુ. એન. મહેતા હોસ્પિટલ (U.N. Mehta Hospital) ની સગવડ મળી રહેશે. ગાંધીનગર સિવિલમાં હાર્ટ ડીસીઝ માટે વિખ્યાત એવી U.N. Mehta Hospital નું એક યુનિટ કાર્યરત થશે. તેથી ગાંધીનગરના દર્દીઓએ અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ સુધી લાંબા થવું નહીં પડે. આ સમાચારથી ગાંધીનગરમાં રહેતા હાર્ટ પેશન્ટમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ છે.

ગાંધીનગર સિવિલના 3 માળમાં એસ્ટાબ્લિશમેન્ટ

અગાઉ ગાંધીનગરમાં રહેતા હાર્ટ પેશન્ટ્સને યોગ્ય સારવાર માટે અમદાવાદની U.N. Mehta Hospital સુધી લાંબા થવું પડતું હતું. હવે ગાંધીનગરના દર્દીઓ માટે સારા સમાચાર એ છે કે શહેરની સિવિલ હોસ્પિટલમાં અમદાવાદની વિખ્યાત યુ. એન. મહેતા હોસ્પિટલનું એક યુનિટ કાર્યરત થશે. આ યુનિટમાં યુ.એન. મહેતા ઈન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા અત્યાધુનિક કેથલેબ (Cathlab) , કાર્ડિયોલોજી (Cardiology) અને ન્યુરોલોજી (Neurology) વિભાગની સ્થાપના કરશે. આ સમગ્ર એસ્ટાબ્લિશમેન્ટ સિવિલ હોસ્પિટલના પ્રથમ 3 માળ પર કાર્યરત કરવામાં આવશે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Gondal Marketing Yard: કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને પાક ઢાંકીને લાવવા અપાઈ સૂચના

96 બેડનું યુનિટ શરૂ કરાશે

Gandhinagar Civil Hospital માં હવે અમદાવાદની વિખ્યાત એવી હાર્ટ હોસ્પિટલ U.N. Mehta Hospital નું એક અદ્યતન હાઈટેક યુનિટ કાર્યરત થશે. જેમાં અત્યાધુનિક કેથલેબ, કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી વિભાગની સ્થાપના કરશે. આ સમગ્ર એસ્ટાબ્લિશમેન્ટ સિવિલ હોસ્પિટલના પ્રથમ 3 માળ પર કાર્યરત કરવામાં આવશે. આ યુનિટમાં 96 બેડની સુવિધા ઊભી કરવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં યુનિટ કાર્યરત થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હવે Gandhinagar Civil Hospital માં યુ. એન. મહેતા હોસ્પિટલના સ્થપાનારા યુનિટમાં હાર્ટ સબંધી સારવાર માટે 10થી 12 ડોક્ટર્સની ટીમ 24 કલાક કાર્યરત રહેશે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack નો બદલો લેવાશે નહીં ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારુ - સી. આર. પાટીલ

Tags :
Advertisement

.

×