ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : સતત બીજા દિવસે ગુજરાતી કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી, જુઓ Video

વિક્રમ ઠાકોર વિવાદ મુદ્દે પણ તેમણે નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, ક્યાંક અણસમજ થઈ લાગે છે.
04:32 PM Mar 27, 2025 IST | Vipul Sen
વિક્રમ ઠાકોર વિવાદ મુદ્દે પણ તેમણે નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, ક્યાંક અણસમજ થઈ લાગે છે.
kalakar_Gujarat_first
  1. વિધાનસભામાં સતત બીજા દિવસે કલાકારો આમંત્રિત (Gandhinagar)
  2. કલાકાર પાર્થ ઓઝા, ભાવિની જાની પહોંચ્યા
  3. વિક્રમ ઠાકોર મુદ્દે પણ આપ્યું નિવેદન
  4. ક્યાંક અણસમજ થઈ લાગે છે : ભાવિની જાની
  5. આજના દિવસની તમામને શુભકામના આપુ છું: મયુર વાકાણી
  6. વિવાદને લઇ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) કલાકારોનાં આમંત્રણ વિવાદ બાદ સરકાર દ્વારા રાજ્યનાં તમામ કલાકારોને વિધાનસભાની મુલાકાત લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેનાં ભાગરૂપે ગઈકાલે ગુજરાતી ફિલ્મ જગતનાં 15 થી 20 કલાકારો પ્રેક્ષક દીર્ધામાં વિધાનસભાની કાર્યવાહી નિહાળવા પહોંચ્યા હતા. જ્યારે, આજે સતત બીજા દિવસે પણ કલાકારોને આમંત્રિત કરાયા છે. પાર્થ ઓઝા, ભાવિની જાનિ (Bhavini Jani), મયુર વાકાણી સહિતનાં કલાકારો વિધાનસભા પહોંચ્યા હતા.

મોસાળમાં જમવાનું મા પીરસનારી : ભાવિની જાનિ

આજે સતત બીજા દિવસે ગુજરાતી કલાકારો વિધાનસભા ગૃહ પહોંચ્યા છે. સરકાર દ્વારા આમંત્રિત કરાયા બાદ કલાકારોએ વિધાનસભામાં પ્રેક્ષક દીર્ધામાં બેસી ગૃહની (Gandhinagar) કાર્યવાહી નિહાળી હતી. ગુજરાતનાં જાણીતા અભિનેત્રી ભાવિની જાનિએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે અમારા કલાકારો માટે 'વર્લ્ડ થિયેટર ડે' છે ત્યારે આજે વિધાનસભા ગૃહની મુલાકાત, વિધાનસભાનાં અને સાંસ્કૃતિક વિભાગનાં સભ્યો સાથે સ્નેહ ભોજન એટલે મોસાળમાં જમવાનું મા પીરસનારી. વિક્રમ ઠાકોર વિવાદ મુદ્દે પણ તેમણે નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, ક્યાંક અણસમજ થઈ લાગે છે.

આ પણ વાંચો - Dwarka :સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીનો બફાટ, સાધુ સંતોમાં રોષ

જાગૃત નાગરિક અને કલાકાર તરીકે આજે ગૃહનાં દ્રશ્ય જોઇશ : મયુર વાકાણી

એક્ટર મયુર વાકાણીએ (Mayur Vakani) કહ્યું હતું કે, કલાકારોને વિધાનસભાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવા બદલ સરકારનો આભાર માનું છું. સાથે જ આજનાં દિવસની તમામને શુભકામના આપુ છું. જાગૃત નાગરિક અને કલાકાર તરીકે આજે ગૃહનાં દ્રશ્ય જોઇશ.નોંધનીય છે કે, આ પહેલા પણ જ્યારે વિધાનસભાની મુલાકાત માટે કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોરે (Vikram Thakor) નારાજગી વ્યક્ત કરી હતી અને ઠાકોર સમાજ સહિત અન્ય સમાજનાં કલાકારોની અવગણ કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ વિવાદ વકરતા સરકારે ગુજરાતનાં તમામ કલાકારોને વિધાનસભાની (Gujarat Assembly) મુલાકાત લેવા માટે આમંત્રિત કર્યા હતા. જો કે, તેમ છતાં વિધાનસભાની મુલાકાત લેનારા કલાકારોમાં વિક્રમ ઠાકોરની ગેરહાજરી જોવા મળી છે.

આ પણ વાંચો - VADODARA : ત્રીચી ગેંગ દબોચનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઇ-કોપ એવોર્ડ એનાયત

વિક્રમ ઠાકોરને આમંત્રણ વિવાદ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા

ગૃહમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળવા મુદ્દે વિવાદ અંગે પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલની (Rushikesh Patel) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, મોબાઈલ થકી આમંત્રણ અપાયું હતું. વિક્રભાઈને વિનંતી છે કે વિવાદ સિવાય હાજરી આપે. આવતીકાલે અંતિમ દિવસ છે, હાજરી આપે તેવી અપીલ છે. પ્રેક્ષક દીર્ઘામાં બેસીને પ્રક્રિયા નિહાળી શકે છે. આ વિષયમાં કોઈ વિવાદ ન હોય શકે.

આ પણ વાંચો - Patan : HNGU માં સરકારે ફાળવેલી 20 કરોડની ગ્રાન્ટ પાંછી ખેંચી, જાણો શું કારણ

Tags :
Bhavini JaniGandhinagarGujarat Artists in Gujarat AssemblyGUJARAT FIRST NEWSGujarat-AssemblyGujarati film industryMayur VakaniParth OjhaRushikesh PatelTop Gujarati NewsVikram ThakorWorld Theatre Day
Next Article