ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓ માટે સરકારે લીધો આ મોટો નિર્ણય

સામાન્ય રીતે મહિલા કર્મીઓને 180 દિવસની માતૃત્વની રજા અપાય છે. ગુજરાત મુલ્કી સેવા રજાનાં નિયમો પ્રમાણે આ લાભ અપાય છે.
11:27 PM May 01, 2025 IST | Vipul Sen
સામાન્ય રીતે મહિલા કર્મીઓને 180 દિવસની માતૃત્વની રજા અપાય છે. ગુજરાત મુલ્કી સેવા રજાનાં નિયમો પ્રમાણે આ લાભ અપાય છે.
Gandhinagar_Gujarat_first
  1. મહિલા કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય (Gandhinagar)
  2. નોકરી પહેલા માતા બન્યા હોય તો પણ માતૃત્વની રજાનાં હકદાર
  3. રાજ્ય સરકારમાં જોડાયેલી મહિલાઓ માટે મહત્ત્વનો નિર્ણય
  4. સામાન્ય રીતે મહિલાકર્મીઓને 180 દિવસની રજા અપાય છે
  5. ગુજરાત મુલ્કી સેવા રજાનાં નિયમો પ્રમાણે આ લાભ અપાય છે

Gandhinagar : રાજ્ય સરકારમાં જોડાયેલી મહિલા કર્મચારીઓ માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે, નોકરી પહેલા માતા બન્યા હોય તો પણ માતૃત્વની રજાનાં હકદાર ગણાશે. સામાન્ય રીતે મહિલા કર્મીઓને 180 દિવસની માતૃત્વની રજા (Maternity Leave) અપાય છે. ગુજરાત મુલ્કી સેવા રજાનાં નિયમો પ્રમાણે આ લાભ અપાય છે. અગાઉ નોકરીમાં જોડાયા પહેલા માતૃત્વ અંગે કોઈ ઉલ્લેખ ન્હોતો. જો કે, હવેથી આ નિર્ણય કાયમી અને હંગામી મહિલા કર્મીઓને લાગુ થશે.

આ પણ વાંચો - Surat : પિતા કોણ ? ગર્ભવતી શિક્ષિકાએ કર્યો ચોંકાવનારો દાવો! DNA ટેસ્ટમાં થશે ખુલાસો

નોકરી પહેલા માતા બન્યા હોય તો પણ માતૃત્વની રજાનાં હકદાર

રાજ્ય સરકારમાં (Gujarat Government) ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. સરકારી નોકરીમાં જોડાતા પહેલા જો મહિલા કર્મચારી માતા બની હોય તો પણ તેમને માતૃત્વની રજા (Maternity Leave) આપવામાં આવશે. જણાવી દઈએ કે, સામાન્ય રીતે રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓને 180 દિવસની માતૃત્વની રજા આપવામાં આવે છે. ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો (Gujarat Civil Service Leave rules) પ્રમાણે સરકારી મહિલા કર્મચારીને આ લાભ આપવામાં આવે છે.

આ પણ વાંચો - Panchmahal: ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દૂધ ઉત્પાદકોને મોટી ભેટ

આ નિર્ણય કાયમી અને હંગામી મહિલા કર્મીચારીઓને લાગુ થશે

જો કે, ઘણા કેસોમાં મહિલા કર્મચારીઓ નોકરીમાં જોડાતા પહેલા માતૃત્વ ધારણ કર્યું હોય તો શું કરવું ? તે અંગે કોઈ ઉલ્લેખ ન હતો. ત્યારે હવેથી આ નિર્ણય કાયમી અને હંગામી મહિલા કર્મીચારીઓને લાગુ થશે. રાજ્ય સરકારનાં (Gujarat Government) આ ઠરાવનો અમલ 22-9-2022 થી લાગુ કરાશે, (Gandhinagar) એવી માહિતી છે.

આ પણ વાંચો - Surat : મહિલા PSI સહિત ત્રણ રૂ. 63 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Tags :
GandhinagarGujarat Civil Service Leave rulesGUJARAT FIRST NEWSMaternity LeaveState Government Women EmployeesTop Gujarati News
Next Article