GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર, 15 દિવસમાં કરાશે વર્ગ 1-2ની ભરતીની જાહેરાત
- 15 દિવસમાં કરાશે વર્ગ 1-2ની ભરતીની જાહેરાત
- GPSCના ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી
- એપ્રિલ મધ્યમાં પરીક્ષા લેવાનું પણ આયોજન
- UPSCની પ્રિલીમને ધ્યાને રાખીને પરીક્ષા લેવાશે
GPSC Class 1-2 Recruitment: GPSCના ચેરમેન હસમુખ પટેલે GPSCની તૈયારી ઉમેદવારો માટે મોટા સમાચાર જાહેર કર્યાં છે. આગમી 15 દિવસમાં વર્ગ 1-2ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો GPSCના ચેરમેન હસમુખ પટેલે પરીક્ષા અને આ વિગતો આપી છે. એપ્રિલ મધ્યમાં પરીક્ષા લેવાનું પણ આયોજન હોય તેવું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, UPSCની પ્રિલીમને ધ્યાને રાખીને પરીક્ષા લેવાશે.
GPSCની તૈયારી કરનારા માટે મોટા સમાચાર#GPSCRecruitment #HasmukhPatel #GPSC #GovernmentExam #Class1Class2Jobs #GujaratStudents @Hasmukhpatelips @GPSC_OFFICIAL pic.twitter.com/GUapTIc01r
— Gujarat First (@GujaratFirst) December 31, 2024
આ પણ વાંચો: Junagadh: શ્રી ભવનાથ મહાદેવ મંદિરની જમીનનો ફરી વિવાદ વકર્યો, નવા મહંત નિયુક્તિ માંગ
ગુજરાતના વિદ્યાર્થી UPSC માટે સક્ષમઃ હસમુખ પટેલ
હસમુખ પટેલે કહ્યું કે, ગુજરાતના વિદ્યાર્થી UPSC માટે સક્ષમ છે. પરીક્ષાર્થીઓની સરળતાને પણ ધ્યાને લેવામાં આવશે. જેથી GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર છે. આગામી 15 દિવસમાં વર્ગ 1-2 ની ભરતી જાહેર કરવામાં આવશે તેવું હસમુખ પટેલે જણાવ્યું છે. અત્યારે તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યાં છે. તેમની આતુરતાનો હવે અંત આવી ગયો છે.
આ પણ વાંચો: Surat: ફરીવાર BRTS બસના ડ્રાઇવર સાથે વાહનચાલકોએ કરી મારામારી, ઘટના સીસીટીવીમાં થઈ કેદ
વર્ગ ૧-૨ ની જાહેરાત આવનારા પખવાડિયામાં આપી શકીશું તેવી આશા છે. જાહેરાતમાં વહેલું મોડું થઈ શકે પરંતુ પરીક્ષા મધ્ય એપ્રિલમાં લેવામાં આવશે. જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષામાં ભાગ લઈ શકે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 31, 2024
GPSCના ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી
GPSCના ચેરમેન હસમુખ પટેલે પોતાના સોશિયલ મીડિયા ઓકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘વર્ગ ૧-૨ ની જાહેરાત આવનારા પખવાડિયામાં આપી શકીશું તેવી આશા છે. જાહેરાતમાં વહેલું મોડું થઈ શકે પરંતુ પરીક્ષા મધ્ય એપ્રિલમાં લેવામાં આવશે. જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષામાં ભાગ લઈ શકે.’
આ પણ વાંચો: Narmada: 31 ડિસેમ્બરની ઉજવણી માટે Statue Of Unity હાલ સજ્જ, હજારોની સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ


