GPSC નાં ઉમેદવારો માટે મોટા સમાચાર, પ્રાથમિક કસોટીનાં સંમતિ પત્ર માટે ભરવી પડશે આટલી ડિપોઝિટ ફી!
- GPSC ભરતીને લઈ આવ્યા મહત્ત્વનાં સમાચાર
- પ્રાથમિક કસોટીનાં સંમતિ પત્ર માટે ડિપોઝિટ ફી લેવાશે
- બિનઅનામત વર્ગનાં ઉમેદવારો માટે રૂ. 500 ફી
- અનામત વર્ગનાં તમામ ઉમેદવારો માટે રૂ. 400 ફી
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. પ્રાથમિક કસોટીનાં (Preliminary Test) સંમતિ પત્ર માટે ડિપોઝિટ ફી વસૂલવામાં આવશે. માહિતી અનુસાર, બિનઅનામત વર્ગનાં ઉમેદવારો માટે રૂ. 500 ફી અને અનામત વર્ગનાં તમામ ઉમેદવારો માટે રૂ. 400 ફી લેવાશે. પરીક્ષા આપ્યા બાદ આ ફી ઉમેદવારોને પરત કરવામાં આવશે. ફોર્મ ભરીને પરીક્ષા ન આપતા ઉમેદવારોની સંખ્યા વધતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Gujarat Police : ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આવ્યા આ મહત્ત્વનાં સમાચાર!
GPSC Recruitment : GPSC ભરતીને લઈ મહત્વના સમાચાર | Gujarat First#GPSCRecruitment #ExamFeeDeposit #CandidateFeeUpdate #UnreservedCandidates #GujaratJobs #GPSCUpdates #GovernmentJobs #Gujaratfirst@GPSC_OFFICIAL pic.twitter.com/LHTsLWxgNg
— Gujarat First (@GujaratFirst) December 17, 2024
GPSC દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
GPSC દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર અનુસાર, GPSC દ્વારા લેવાતી વિવિધ પ્રાથમિક પરીક્ષાઓમાં અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાની સામે પરીક્ષામાં ખરેખર ઉપસ્થિત રહેતાં ઉમેદવારોની સંખ્યા ક્યારેક ખૂબ જ ઓછી હોય છે. ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો માટે પ્રશ્નપત્રો છપાવવા, તમામ ઉમેદવારોની સંખ્યાનાં આધારે સેન્ટરો લેવા, દરેક સેન્ટર પર જરૂરી સ્ટાફની નિમણૂક કરવી વિગેરે માટે થતો ખર્ચ તથા આ માટે માનવબળનો વ્યય ધ્યાને લેતાં આયોગમાં થયેલ વિચારણાને અંતે હવે પછી જાહેર થનાર પ્રાથમિક પરીક્ષાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાને આધિન આયોગ દ્વારા જરૂર જણાય ફી સંમતિપત્ર માટેની ડિપોઝિટ તરીકે લેવાનું નિયત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Mehsana: ઊંઝા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર, પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત
બિનઅનામત વર્ગનાં ઉમેદવારો માટે રૂ. 500 ડિપોઝિટ ફી
આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર, બિનઅનામત વર્ગનાં ઉમેદવારો માટે રૂ. 500 અને અનામત વર્ગનાં તમામ ઉમેદવારો માટે રૂ. 400 જેટલી ડિપોઝિટ ફી (Deposit Fee) લેવામાં આવશે. પરિપત્ર મુજબ, પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોને આ ફી પરત કરવામાં આવશે. ફોર્મ ભરીને પરીક્ષા ન આપતા ઉમેદવારોની સંખ્યા વધતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad: સરકારને મોટાપાયે ચૂનો લગાડવાના કૌભાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો


