Gujarat Police : ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનાં ઉપયોગમાં ગુજરાત પોલીસ પ્રથમ સ્થાને : DGP વિકાસ સહાય
- ઈ-સાક્ષ્ય એપ્લિકેશનના ઉપયોગમાં Gujarat Police પ્રથમ સ્થાને
- 90 ટકા FIR માં પંચનામું ઈ-સાક્ષ્ય એપ્લિકેશન મારફતે : DGP
- ટેકનોલોજીનો પોલીસ દ્વારા કરાઈ રહ્યો છે મહત્તમ ઉપયોગ : DGP
- હવે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન દ્વારા વીડિયો રેકોર્ડિંગ થાય છે: DGP
- ઈ-સાક્ષ્ય એપ દ્વારા પોલીસ અને કોર્ટ વચ્ચે સીધુ જ સંકલન: DGP
Gandhinagar : ગુજરાત પોલીસ તંત્ર (Gujarat Police) દ્વારા સમયની સાથે પોતાની કામગીરીમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત પોલીસ ડિજિટલાઇઝેશનને (Digitalization) વધુ મહત્ત્વ આપી રહી છે. ત્યારે દેશમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનાં (E-Sakshya App) ઉપયોગમાં ગુજરાત પોલીસ નંબર 1 પર પહોંચી હોવાની માહિતી રાજ્ય પોલીસવડા વિકાસ સહાયએ (Vikas Sahay) આપી છે. તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પહેલા ગુનાનાં સ્થળ પર મેન્યુઅલી પંચનામું કરાતું હતું, ત્યારે હવે 90 ટકા FIR માં પંચનામું (Panchnama) ઈ-સાક્ષ્ય એપ્લિકેશન મારફતે થઈ રહ્યું છે.
આ પણ વાંચો - Diwali 2025 : રાજકોટ અને અમદાવાદમાં જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડતા ઇસમોનાં Video વાઇરલ
90 ટકા FIR માં પંચનામું ઈ-સાક્ષ્ય એપ્લિકેશન મારફતે થાય છે : DGP
આજનાં આધુનિક સમયમાં ગુજરાત પોલીસ દ્વારા પણ ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પોલીસ ડિજિટલાઇઝેશનને વધુ મહત્ત્વ આપી રહી છે. આ અંગે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયએ (Vikas Sahay) માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, હવે ગુજરાતમાં નોંધાતી 90 ટકા FIR માં પંચનામું ઈ-સાક્ષ્ય એપ્લિકેશન (E-Sakshya App) મારફતે થાય છે. જ્યારે, પહેલા ગુનાનાં સ્થળ પર પોલિસ દ્વારા કાગળ પર મેન્યુઅલી પંચનામું કરાતું હતું. તેમણે આગળ કહ્યું કે, હવે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન દ્વારા પંચનામું વીડિયો રેકોર્ડિંગ દ્વારા થાય છે. ગુજરાત પોલીસનાં તપાસ કરનારા અધિકારીઓ ઈ-સાક્ષ્ય એપ્લિકેશન વેરિફાઈ યુઝર છે.
ઈ-સાક્ષ્ય એપ્લિકેશનના ઉપયોગમાં ગુજરાત પોલીસ પ્રથમ સ્થાને
90 ટકા FIRમા પંચનામું ઈ-સાક્ષ્ય એપ્લિકેશન મારફતે: DGP
ટેકનોલોજીનો પોલીસ દ્વારા કરાઈ રહ્યો છે મહત્તમ ઉપયોગ: DGP
પહેલા ગુનાના સ્થળ પર મેન્યુઅલી પંચનામું કરાતું હતું: DGP
હવે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન દ્વારા વીડિયો રેકોર્ડિંગ થાય… pic.twitter.com/sJ8AbwmlPw— Gujarat First (@GujaratFirst) October 24, 2025
આ પણ વાંચો - Ahmedabad : ન્યૂ રાણીપમાં પરિવાર માટે દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાયો, ગોઝારી ઘટના CCTV માં કેદ
ઈ-સાક્ષ્ય એપ્લિકેશનના ઉપયોગમાં Gujarat Police પ્રથમ સ્થાને : DGP
રાજ્ય પોલીસવડા વિકાસ સહાયએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં 24000 હજાર પોલીસ તપાસ અધિકરીઓ ઈ-સાક્ષ્ય એપ્લિકેશનમાં રજિસ્ટર થયેલા છે. ગુનાનો જ્યારે કોર્ટ કેસ ચાલે ત્યારે પંચનામાનાં (Panchnama) વીડિયો રેકોર્ડિંગ કોર્ટમાં જોઈ શકાય છે. ટેકનોલોજીનાં ઉપયોગ દ્વારા કોર્ટમાં આરોપીને સજા કરવામાં મજબૂત પૂરાવાઓ મળી રહે છે. ઇ-સાક્ષ્ય એપ્લિકેશન દ્વારા થતું પંચનામું સીઘું જ કોર્ટમાં જમા થાય છે. ઈ-સાક્ષ્ય એપ દ્વારા પોલીસ અને કોર્ટ વચ્ચે સીધું જ સંકલન થાય છે. તેમણે જણાવ્યું કે, મને આ કહેતા આનંદ થાય છે કે, સમગ્ર દેશમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનાં ઉપયોગમાં ગુજરાત પોલીસ (Gujarat Police) પ્રથમ સ્થાને છે.
આ પણ વાંચો - Earthquake : દિવાળીનાં તહેવાર વચ્ચે ગોંડલમાં ધરા ધ્રૂજી, 24 કિમી દૂર નોંધાયું એપી સેન્ટર


