India-Pakistan War : હર્ષભાઈ સંઘવીએ 15મી મે સુધી ફટાકડા અને ડ્રોન સંબંધી આદેશો કર્યા જાહેર
- ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghvi એ 15મી મે સુધી લાદ્યા પ્રતિબંધ
- સમગ્ર રાજ્યમાં ફટાકડા ફોડવા અને કોઈપણ પ્રકારના ડ્રોન ફ્લાઈંગ પર પ્રતિબંધ
- Harshbhai Sanghvi એ X પર એક પોસ્ટમાં આ આદેશો રજૂ કર્યા છે
India-Pakistan War : ગુજરાત એક સરહદીય રાજ્ય છે અને અત્યારે India-Pakistan War ચરમસીમા પર છે. ગુજરાતના કચ્છ સહિત અનેક જિલ્લાઓ માટે અત્યારે સંવેદનશીલ સ્થિતિ છે. તેથી આ સ્થિતિમાં નાગરિકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. જેમાં બ્લેકઆઉટ કે મોક ડ્રીલ જેવી આપાતકાલીન સ્થિતિમાં સરકારી નિર્દેશોનું પાલન કરવું. પોલીસ અને સુરક્ષાદળોને સહકાર આપવો પણ ખૂબ આવશ્યક છે.
ગૃહ રાજ્ય મંત્રીનો આદેશ
India-Pakistan War ની સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghvi એ કેટલાક ખાસ આદેશો અને સૂચનાઓ રજૂ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 15મી મે સુધી કોઈપણ પ્રકારના પ્રસંગે ફટાકડા (Firecracker) ફોડવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. આ ઉપરાંત ડ્રોન (Drone) પણ ઉડાડી નહીં શકાય. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghvi એ પોતાના X હેન્ડલ પર આ આદેશો અને સૂચનાઓ આપી છે.
Gujarat:
No firecrackers or drones will be allowed in any functions or events until the 15th of this month. Kindly cooperate and follow the guidelines.— Harsh Sanghavi (@sanghaviharsh) May 9, 2025
ગુજરાત ફર્સ્ટે ગઈકાલે જ કરી હતી અપીલ
Gujarat First એ ગઈકાલે જ લાઈવ કવરેજમાં ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી. સમગ્ર દેશ અત્યારે India-Pakistan War ની સ્થિતિને લઈને એલર્ટમોડ પર છે. તેથી જ ગઈકાલે જ ગુજરાતના અગ્રણી મીડિયા હાઉસ Gujarat First એ નાગરિકોને ફટાકડા ન ફોડવા અપીલ કરી હતી. આ અપીલ સમાન આદેશો આજે ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghvi એ કર્યા છે. તેમણે X હેન્ડલ પર પોસ્ટ કરી છે કે, સમગ્ર રાજ્યમાં 15મી મે સુધી ફટાકડા ફોડવા અને કોઈપણ પ્રકારના ડ્રોન ફ્લાઈંગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
રાજ્યમાં કોઈપણ ઉજવણીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
આગામી 15મી મે સુધી ઉજવણીમાં ફટાકડા નહીં ફોડી શકાય
આગામી 15મી સુધી ડ્રોનનો ઉપયોગ પણ નહીં કરી શકાય
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્સ પર પોસ્ટથી કરી જાણ
ગુજરાત ફર્સ્ટે ગઈકાલે જ લાઈવ કવરેજમાં કરી હતી અપીલ
ફટાકડા નહીં ફોડવા ગુજરાત ફર્સ્ટે… pic.twitter.com/Oc98N6fxxJ— Gujarat First (@GujaratFirst) May 9, 2025
આ પણ વાંચોઃ India-Pakistan War : બનાસકાંઠાના નાગરિકોને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો સતર્ક રહેવાનો સંદેશ
Shankar Chaudhary ની અપીલ
ગુજરાતના બનાસકાંઠાના નાગરિકોને વિધાનસભા અધ્યક્ષ Shankar Chaudhary એ અપીલ કરી છે. India-Pakistan War દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ Banaskantha ના નાગરિકોને અપીલ કરી છે. તેમણે અપીલ કરતા જણાવ્યું કે, બ્લેકઆઉટ જેવી આપાતકાલીન સ્થિતિની સૂચના મળે તો તાત્કાલિક તેનું પાલન કરો. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠાના નાગરિકોને સર્તક રહેવાનો પણ સંદેશ આપ્યો છે. Banaskantha સરહદીય જિલ્લો છે. તેથી શંકર ચૌધરીએ બનાસકાંઠાના જિલ્લાવાસીઓને સરકારની સૂચનાનું પાલન કરવા અને અજાણી વ્યક્તિ કે અજાણી ચીજ દેખાય તો તંત્રને જાણ કરવા પણ અપીલ કરી છે.
આ પણ વાંચોઃ OPERATION SINDOOR : ભારતીય સેનાની જવાબી કાર્યવાહી બિરદાવતું સંઘ


