ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi in Gujarat : રક્ષામંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી બાદ PM મોદી પણ આવશે ગુજરાત! વાંચો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. 'ઓપરેશન સિંદૂર' બાદ આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ હશે.
04:59 PM May 17, 2025 IST | Vipul Sen
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. 'ઓપરેશન સિંદૂર' બાદ આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ હશે.
PM Modi_Gujarat_first
  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી શકે છે (PM Modi in Gujarat)
  2. મે મહિનાનાં અંતિમ સપ્તાહમાં PM મોદી મુલાકાત લઈ શકે છે.
  3. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાનનો પહેલો ગુજરાત પ્રવાસ હશે
  4. PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર
  5. ભુજ એરબેઝ, દાહોદ, અમદાવાદ ખાતેના કાર્યક્રમ અંગેની રૂપરેખા

PM Modi in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી ગુજરાતનાં બે દિવસીય પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ મે મહિનાનાં અંતિમ સપ્તાહમાં ગુજરાત પ્રવાસે આવશે એવી માહિતી છે. જો પીએમ મોદી ગુજરાત આવશે તો 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) બાદ આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ હશે. માહિતી છે કે પીએમ મોદીનાં પ્રવાસને લઈ ભુજ એરબેઝ, દાહોદ અને અમદાવાદ ખાતેના કાર્યક્રમો અંગેની રૂપરેખા તૈયાર કરાઈ છે.

આ પણ વાંચો - MGNREGA Scam : બળવંત ખાબડની ધરપકડ બાદ MLA ચૈતર વસાવાએ કહ્યું કે, મને સંતોષ છે..!

મે મહિનાના અંતિમ સપ્તાહમાં PM મોદી ગુજરાત પ્રવાસે આવી શકે

રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે (PM Modi in Gujarat) આવી શકે છે. અહેવાલ છે કે મે મહિનાના અંતિમ સપ્તાહમાં PM મોદી ગુજરાત પ્રવાસે આવી શકે છે. 'ઓપરેશન સિંદૂર' બાદ આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ હશે. મહિતી છે કે પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસને લઈ ભુજ એરબેઝ (Bhuj Airbase), દાહોદ, અમદાવાદ ખાતેનાં કાર્યક્રમો અંગેની રૂપરેખા તૈયાર કરાઈ છે. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી કચ્છમાં માતાનાં મઢ ખાતે દર્શન કરવા પણ જઈ શકે છે. ઉપરાંત, કચ્છના (Kutch) પ્રવાસ સમયે જાહેરસભાનાં આયોજનને લઈને પણ તંત્રની તૈયારીઓ શરૂ થઈ છે.

પીએમ મોદી દાહોદની મુલાકાત લેશે

માહિતી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 26 મેનાં રોજ દાહોદની (Dahod) મુલાકાત લઈ શકે છે. મંત્રી કુબેર ડિંડોરની (Minister Kuber Dindor) અધ્યક્ષતામાં દાહોદ ખાતે બેઠક યોજાઈ છે, જેમાં પીએમ મોદીનાં પ્રવાસ અંગે તૈયારીઓની ચર્ચા કરાઈ છે. 9000 એચપી ઇલેક્ટ્રિક એન્જિન ઉત્પાદન પ્રોજેક્ટનું પીએમ મોદી લોકાર્પણ કરશે. ઉપરાંત, વિવિધ વિકાસકાર્યોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ પણ વાંચો - કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતના પ્રવાસે, વિકાસ કાર્યોની આપશે ભેટ

આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે

જણાવી દઈએ કે, આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે (Amit Shah in Gujarat) છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર-અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની (Gandhinagar) મુલાકાત લેશે અને રૂ. 700 કરોડનાં વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરશે. ઉપરાંત, ગાંધીનગરનાં કોલવડા ખાતે જાહેરસભા પણ સંબોધશે. ત્યાર બાદ AMC ના વિવિધ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

આ પણ વાંચો - Surat : ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે - C.R. Patil

Tags :
AhmedabadAmit Shah in GujaratBhuj AirbaseDahodgujaratfirstnewsOperation SindoorPM Modi In GujaratRajnath Singh in GujaratTop Gujarati New
Next Article