ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PSI Sisodia : CID ક્રાઈમનાં EOW નાં PSI સિસોદિયા સસ્પેન્ડ, જાણો શું છે કારણ ?

SMC નાં ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવેલ EOW નાં ઈન્સ્પેકશન બાદ આ પગલાં લેવાયા છે.
10:53 PM Jun 05, 2025 IST | Vipul Sen
SMC નાં ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવેલ EOW નાં ઈન્સ્પેકશન બાદ આ પગલાં લેવાયા છે.
EOW_Gujarat_first main
  1. CID ક્રાઈમનાં EOW નાં પીએસઆઈ સિસોદિયાને DG એ સસ્પેન્ડ કર્યા (PSI Sisodia)
  2. પીએસઆઈ સિસોદિયા ગાંધીનગર EOW યુનિટ-2 માં ફરજ બજાવતા હતા
  3. સિસોદિયા પાસે દસેક જેટલી અરજીઓની તપાસ લાંબા સમયથી પેન્ડિંગ હતી
  4. SMC ના DIG નિર્લિપ્ત રાયે કરેલા EOW નાં ઈન્સ્પેકશન બાદ પગલાં લેવાયા
  5. ત્રણ દિવસ આર્થિક ગુના નિવારણ શાખામાં ચાલી ઈન્સ્પેકશનની કાર્યવાહી

ગાંધીનગરમાંથી (Gandhinagar) મોટા સમાચાર આવ્યા છે. સીઆઈડી ક્રાઈમનાં EOW નાં પીએસઆઈ સિસોદિયાને (PSI Sisodia) DG એ સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી સામે આવી છે. PSI સિસોદિયા પાસે 10 જેટલી અરજીઓની તપાસ લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી છે. SMC નાં ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવેલ EOW નાં ઈન્સ્પેકશન બાદ આ પગલાં લેવાયા છે.

આ પણ વાંચો - Visavadar by-Election : ઇસુદાન ગઢવીના BJP ઉમેદવાર કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ

સિસોદિયા પાસે દસેક જેટલી અરજીઓની તપાસ લાંબા સમયથી પેન્ડિંગ હતી

ગાંધીનગરમાં (Gandhinagar) EOW યુનિટ-2 માં ફરજ બજાવતા CID ક્રાઈમનાં EOW નાં પીએસઆઈ સિસોદિયા (PSI Sisodia) સામે ડીજીએ મોટી કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, DG એ પીએસઆઈ સિસોદિયાને સસ્પેન્ડ કર્યા છે. સિસોદિયા પાસે લાંબા સમયથી દસેક જેટલી અરજીઓની તપાસ પેન્ડિંગ હતી. આથી, આ કાર્યવાહી કરાઈ છે. સાથે જ SMC નાં DIG નિર્લિપ્ત રાય (DIG Nirlipt Rai) દ્વારા EOW નાં ઈન્સ્પેકશન બાદ પગલાં લેવાયા છે.

આ પણ વાંચો - Ider Royal Family : ઈડર રાજગાદીનાં વારસદાર તરીકે રાજકુમારી વિવેકાકુમારીજી જાહેર, જાણો તેમનાં વિશે

આર્થિક ગુના નિવારણ શાખામાં સતત ત્રણ દિવસ સુધી ઈન્સ્પેકશનની કાર્યવાહી

જણાવી દઈએ કે, આર્થિક ગુના નિવારણ શાખામાં સતત ત્રણ દિવસ સુધી ઈન્સ્પેકશનની કાર્યવાહી ચાલી હતી. અરજીઓની નકલ સહિતનાં દસ્તાવેજો વધુ તપાસ માટે કબજે લેવાયા હતા. DGP વિકાસ સહાયે (DGP Vikas Sahay) લીધેલા સસ્પેન્શનનાં નિર્ણયને લઈને પોલીસ બેડામાં (Gujarat Police) ખળભળાટ મચી ગયો હતો.

આ પણ વાંચો - World Environment Day : કેન્દ્રની મોદી સરકારનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માન્યો આભાર

Tags :
DGP Vikas SahayDIG Nirlipt RaiEOW of CID CrimeEOW Unit-2GandhinagarGUJARAT FIRST NEWSGujarat PolicePSI SisodiaTop Gujarati News
Next Article