Amit Shah : MLAs માટે 325 કરોડનાં ખર્ચે નિર્મિત લગ્ઝુરિયસ ફ્લેટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
- નવા સદસ્ય નિવાસનું કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના હસ્તે લોકાર્પણ
- રાજ્યનાં ધારાસભ્યો માટે લગ્ઝુરિયસ 3 બીએચકે ફ્લેટ તૈયાર કરાયા
- સેક્ટર 17 ખાતે રૂપિયા 325 કરોડનાં ખર્ચે બનાવાયા છે નવા સદસ્ય નિવાસ
- નવા સદસ્ય નિવાસમાં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમનો સમાવેશ
Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, આજે તેમણે ગાંધીનગરમાં સેક્ટર 17 માં નવનિર્મિત સદસ્ય નિવાસનું લોકાર્પણ કર્યું. રાજ્યનાં ધારાસભ્યો માટે લગ્ઝુરિયસ 3 BHK ફ્લેટ (3 BHK flats) તૈયાર કરવામાં આવ્યા છે. આ ફ્લેટ્સમાં અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. રૂ.325 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ આ 3 BHK ફ્લેટમાં લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમ સહિત વિવિધ સુવિધાઓ છે.
આ પણ વાંચો- Amit Shah : 805 કરોડનાં ખર્ચે તૈયાર થનારા 28 કિમી હાઈવેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત
MLA માટે નવા સદસ્ય નિવાસનું કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah નાં હસ્તે લોકાર્પણ
ગાંધીનગરમાં સેક્ટર 17 માં રાજ્યનાં ધારાસભ્યો માટે 12 બ્લોક, 9 માળનાં 216 ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ નવનિર્મિત ફ્લેટનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂ.325 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ આ 3 BHK ફ્લેટમાં લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમ સહિત વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે. સાથે જ સદસ્ય નિવાસમાં 4 ટીવી, ચીમની અને AC, ફર્નિચર સહિત વિવિધ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગરના સેક્ટર 17 માં જનપ્રતિનિધિઓ માટેના નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું હતું.
આ સંકુલ જનપ્રતિનિધિઓને આધુનિક રહેઠાણ સુવિધા પૂરી પાડશે. તેમાં વિશાળ ડાઈનિંગ હોલ, કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ છે, અને સમગ્ર… pic.twitter.com/Dv4Y1yZa4J
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 23, 2025
કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ, જીમ, પાર્કિંગ જેવી સુવિધાઓ
માહિતી અનુસાર, 12 બ્લોકનાં આ નિવાસસ્થાનમાં પ્રત્યેક એક બ્લોકમાં 18 ફ્લેટ છે. વર્તમાન સંખ્યાનાં આધારે 180 ફ્લેટ રહેણાંક માટે ફાળવવામાં આવશે. સદસ્ય નિવાસમાં 300 ની ક્ષમતાવાળા કોમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત, અહીં સ્વિમિંગ પૂલ, જીમ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. સાથે જ યુનિટ દીઠ 2 એલોટેડ પાર્કિંગ પણ ફાળવાશે. ઉપરાંત, ડ્રોઇંગરૂમ, ડાઇનિંગરૂમ, કિચન, સ્ટોરરૂમ, લાયબ્રેરી કમ રીડિંગ રૂમ, ડ્રેસિંગરૂમ, 3 એટેચ અને એક કોમન ટોઇલેટ સુવિધાથી આ ફ્લેટ સજજ છે. ધારાસભ્ય માટે નિવાસસ્થાન સાથે ઓફિસની પણ સુવિધા છે. ફ્લેટમાં અલગ એન્ટ્રી સાથે ડ્રાઇવર કમ સર્વન્ટ રૂમ સહિત સુવિધા પણ ખાસ વિશેષતા છે. જાહેર સુવિધામાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેઝન્ટ સીટઆઉટ પણ સમાવેશ કરાયો છે. ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટિન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઇન્ડોર ગેમઝોન, ડેક સાથે યોગ એરોબિક્સ ઝોન પણ સહિતની સુવિધા પણ અપાશે. આ સાથે જોગિંગ અને વોકિંગ ટ્રેક સહિત સુવિધાવાળા આલ્હાદક આ ફ્લેટ તૈયાર કરાયા છે.
આ પણ વાંચો- ગુજરાતમાં અમિત શાહના હાથે 805 કરોડ રૂપિયાના વિકાસના કામો, GIDC વિકાસને મળશે વેગ


