Gandhinagar: આંદોલન પર ઉતર્યા વિદ્યાસહાયકોના ઉમેદવારો, જગ્યા વધારવા કરી રહ્યાં છે માંગ
- ગાંધીનગરમાં આજે વિદ્યાસહાયકોના ઉમેદવારોનું મહા આંદોલન
- ધોરણ 1 થી 5માં વિદ્યાસહાયક જગ્યાની વધારો કરવાની માગ
- ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રજૂઆત કરશે
Gandhinagar: ગાંધીનગર ફરી એકવાર ઉમેદવારોની છાવણી બન્યું છે. વિદ્યાસહાયકોના ઉમેદવારો જગ્યા વધારવા માટે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ વાતને ધ્યાને લેવામાં આવી નથી.જેથી અત્યારે આ ઉમેદવારો આંદોલન પર ઉતર્યાં છે. ધોરણ 01 થી 05 વિદ્યાસહાયક જગ્યાની વધારો કરવાની માંગ સાથે ઉમેદવારો આંદોલન કરવા માટે ઉતર્યાં છે. સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમની માંગણીઓને અત્યાર સુધી ધ્યાને લાવમાં આવી નથી.
સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર ઉતરીને રજૂઆત કરાઈ
નોંધનીય છે કે, આજે સવારે 10.30 વાગે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામં આવ્યું છે. ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર ઉતરીને રજૂઆત કરી રહ્યાં છે. તેઓની માંગણી એ છે કે, ધોરણ 01 થી 05 વિદ્યાસહાયકની ભરતી માટે જગ્યાનો વધારો કરવામાં આવે. પરંતુ શું સરકાર આ મામલે કોઈ નિર્ણય લેશે કે કેમ? તે એક સવાક છે.
1થી 05માં આશરે 18 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી તો...
વિદ્યાસહાયકોના ઉમેદવારોએ કહ્યું કે, ધોરણ 1થી 05માં આશરે 18 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને તેની સામે સરકારે ધોરણ 01થી 05 માં માત્ર 5 હજારની જગ્યા માટે જ ભરતીની જાહેરાત કરી છે. વધુમાં કહ્યું કે, ધોરણ 6થી 12 સુધીમાં 50 ટકાથી વધારે ભરતી કરવામાં આવી છે તો અમારી સાથે અન્યાય કેમ? ધોરણ 01થી 05માં તો 18 હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ આટલી ઓછી જાહેરાત કરવામાં આવી છે? વિદ્યાસહાયકોના ઉમેદવારોનું કહેવું છે કે, બાળકો માટે 01થી 05 ધોરણ એ પાયાનું શિક્ષણ છે અને તેમાં જ આટલી ઓછી જાહેરાત કરવામાં આવી છે. જે અમારી સાથે અને બાળકો સાથે થતો અન્યાય છે અને તેના માટે અમે અહીં આવ્યાં છીએ.
આ પણ વાંચો: Surat: હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે વધુ એકનો આપઘાત, કાપોદ્રામાં રત્નકલાકારે ગળે ફાંસો ખાધો
જગ્યાઓને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી પરંતુ...
જ્યારથી વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ઉમેદવાારો દ્વારા જગ્યાઓને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા તેમની વાતોને સાંભળવામાં આવી નથી તેવું વિદ્યાસહાયકના ઉમેદાવારોનું કહેવું છે. જેથી અત્યારે ધોરણ 01 થી 05 માટે વિદ્યાસહાયકોની જગ્યા વધારવા માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે સરકાર કેવો નિર્ણય કરે છે?
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં આજે વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ, તાપમાન 13 ડિગ્રીએ જતા લોકો ઠુંઠવાયા
માધ્યમિકમાં વિભાગના ઉમેદવારોએ પણ જગ્યા વધારવા માંગ કરી હતી
આ પહેલા માધ્યામિક વિભાગના ઉમેદવારો દ્વારા પણ જગ્યાઓ વધારવા માટે પણ ઉમેદાવારો રજૂઆત કરવામાં આવી હતી. માધ્યમિકમાં વિભાગમાં ઉચ્ચતર માધ્યમિકમાં 464 અને માધ્યમિકમાં 319 ગુજરાતી વિષયની જગ્યાઓ આપવામાં આવી છે. આ મામલે વિદ્યાસહાયકના ઉમેદવારે કહ્યું કે, અમારા માટે ખુબ જ ઓછી જગ્યાઓ આપવામાં આવી છે. કારણ કે, જુના શિક્ષકની ભરતી કરવામાં આવી છે તો જુના શિક્ષકોએ આ વિષયોની જગ્યાઓ લઈ લીધી છે અને જુના શિક્ષકની જગ્યા જે કહેવાય છે એ ભરતી નથી ,માત્ર બદલી છે. પણ સરકાર એને ભરતી કહી અને એ જગ્યાઓ એમને આપી છે, માટે ગુજરાતી વિષયની જગ્યાઓ ઓછી આવી છે. આ જૂના શિક્ષકોની અને 31/10 ના જે રિટાયર થયા છે એમની જગ્યાઓ આ ચાલુ ભરતીમાં એડ કરવામાં આવે એવી અમારી માંગણી છે.’
આ પણ વાંચો: 'No Detention Policy' અંગે કેન્દ્ર સરકારનાં નિર્ણય બાદ જાણો શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું ?