Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : અદ્ભુત તબીબી સિદ્ધિ :10 મહિનાના બાળકને મળી એપિલેપ્સીથી મુક્તિ, જાણો કેવી રીતે

અહેવાલ  -સંજય  જોષી - અમદાવાદ Ahmedabad : કેન્યામાં 6-મહિનાના રાહીલના માતા-પિતા પોતાના બાળકને સામાન્ય બાળપણ મળે તેની તમામ આશા ગુમાવી બેઠા હતા. રાહીલ ટ્યુબરસ સ્ક્લેરોસિસ સાથે સંકળાયેલ મેડિકલ રીફ્રેક્ટરી એપિલેપ્સીથી પિડાઈ રહ્યો હતો. ટ્યુબરસ સ્ક્લેરોસિસ એક દુર્લભ આનુવંશિક વિકાર છે...
ahmedabad   અદ્ભુત તબીબી સિદ્ધિ  10 મહિનાના બાળકને મળી એપિલેપ્સીથી મુક્તિ  જાણો કેવી રીતે
Advertisement

અહેવાલ  -સંજય  જોષી - અમદાવાદ

Ahmedabad : કેન્યામાં 6-મહિનાના રાહીલના માતા-પિતા પોતાના બાળકને સામાન્ય બાળપણ મળે તેની તમામ આશા ગુમાવી બેઠા હતા. રાહીલ ટ્યુબરસ સ્ક્લેરોસિસ સાથે સંકળાયેલ મેડિકલ રીફ્રેક્ટરી એપિલેપ્સીથી પિડાઈ રહ્યો હતો. ટ્યુબરસ સ્ક્લેરોસિસ એક દુર્લભ આનુવંશિક વિકાર છે જે મગજ સહિત શરીરના અન્ય ભાગમાં ગાંઠોનું કારણ બને છે. અને જેના કારણે ઘણીવાર વાઈ અથવા ખેંચ આવે છે.

Advertisement

રાહીલ નૂરમોહમ્મદ જાફરને ખેંચની શરુઆત એ 4 મહિનાનો થયો ત્યારથી શરુ થઈ. તેના માતાપિતાએ ડાબી બાજુના સ્નાયુઓમાં ખેંચાણ જોયા, અને ઘણીવાર રાહીલ ઉંઘતો હોય ત્યારે તેના આખા શરીરમાં ખેંચ આવતી. ખેંચના લીધે પહેલા તેના ડાબા ઉપલા અને નીચલા અંગોને અસર થઈ. અને પછી આખા શરીર પર તેની અસર દેખાતી હતી. (Ahmedabad ) શરુઆતમાં દિવસમાં 4-5 એપિસોડ અથવા ખેંચના હુમલા આવતા અને પછી દિવસમાં 100 થી વધુ હુમલા આવવા લાગ્યા. દરેક પસાર થતા દિવસ સાથે રાહીલની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી હતી.

Advertisement

રાહીલ ફોકલ સ્ટેટસ એપિલેપ્ટીકસ અને એપિલેપ્ટિક એન્સેફાલોપથીથી પીડિત હતો, જેમાં ખેંચની પ્રવૃત્તિ ચાલુ રહેવાથી તેની અસરના ભાગરુપે માનસિક અને વર્તણૂકીય કાર્ય કરવાની વૃદ્ધીમાં ઘટાડો થાય છે. રાહીલને ટ્યુબરસ સ્ક્લેરોસિસ કોમ્પ્લેક્સ (TSC) હોવાનું નિદાન થયું હતું. ડોકટરોને તેના મગજના સ્કેનમાં ટ્યુબર્સ (કંદ) અને પેશીઓના નમૂનાઓમાં ફોકલ કોર્ટિકલ ડિસપ્લેસિયા (FCD) મળી આવ્યા હતા. તેઓએ સંપૂર્ણ એક્ઝોમ સિક્વન્સિંગનો ઉપયોગ કરીને TSC2 જીન મ્યુટેશનની પુષ્ટી કરી હતી.

રાહીલના માતા-પિતાએ  કેડી હોસ્પિટલમાંથી આશાનું કિરણ તેમને અમદાવાદ ખેંચી લાવ્યુ

રાહીલના માતા-પિતાએ કેન્યામાં ખેંચ રોકવા ઘણી દવાઓ અને અસંખ્ય ડોક્ટરોની સલાહ લીધી, પણ કશુંજ કામ ના આવ્યુ. તેમની આશાઓ ધૂંધળી થઈ રહી હતી. નિરાશાના અંધકાર વચ્ચે કેડી હોસ્પિટલમાંથી (KD Hospital)આશાનું કિરણ તેમને અમદાવાદ (Ahmedabad)ખેંચી લાવ્યુ. અમદાવાદની કેડી હોસ્પિટલના તબીબો એપીલેપ્ટોલોજિસ્ટ્સ, ન્યુરોલોજીસ્ટ્સ અને નિષ્ણાત ન્યુરોસર્જન્સ ટીમ દ્વારા અયાન માટે એપિલેપ્સીમાંથી મુક્તિનો માર્ગ શોધવામાં આવ્યો.અત્યાધુનિક વિડિયો EEGમોનિટરિંગ ટેક્નોલોજી અને એપિલેપ્ટોલોજિસ્ટ્સની વિશેષ સમર્પિત ટીમ સાથે. કેડી હોસ્પિટલ એપિલેપ્સીની અસરકારક સારવાર માટે અગ્રણી કેન્દ્રોમાંનું એક છે.

ડૉ. અભિષેક ગોહેલ અને ડૉ. રૂતુલ શાહ, ન્યુરોલોજીસ્ટ અને એપિલેપ્ટોલોજિસ્ટ, તથા નિષ્ણાત ન્યુરોસર્જન ડૉ. ગોપાલ શાહ અને ડૉ. રૂષભ શાહના સહયોગથી બ્રેઈન સર્જરી કરવામાં આવી. ડોક્ટરોની ટીમ દ્વારા સફળતાપૂર્વક જમણા ફ્રન્ટોટેમ્પોરોપેરીએટલ ક્રેનિયોટોમી અને આગળના અને ઓસીપીટલ કોર્ટીકલ ટ્યુબરને કાપવામાં આવ્યુ.આ સર્જરી અધ્યતન ટેકનોલોજી-ન્યુરોનેવિગેશન માર્ગદર્શનનો ઉપયોગ કરીને સામાન્ય એનેસ્થેસિયા હેઠળ હાથ ધરવામાં આવી હતી.

રિફ્રેક્ટરી એપિલેપ્સી પર સફળતાપૂર્વક કાબુ મેળવવામાં આવ્યો

સર્જરીના 4 મહિના પછી રાહીલ હવે જાતે બેસી શકે છે અને ભાષા તથા જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં નોંધપાત્ર પ્રગતિ પણ દર્શાવે છે. કેડી હોસ્પિટલમાં ગ્રાઉન્ડબ્રેકિંગ સર્જિકલ હસ્તક્ષેપ દ્વારા રિફ્રેક્ટરી એપિલેપ્સી પર સફળતાપૂર્વક કાબુ મેળવવામાં આવ્યો. આજની તારીખમાં, રાહીલ જેવા ઘણા દર્દીઓ કેડી હોસ્પિટલમાં નિષ્ણાત ન્યુરોસાયન્સ ટીમ હેઠળ સર્જીકલ હસ્તક્ષેપની મદદથી ખેંચ-મુક્ત જીવન જીવી રહ્યા છે.

ડૉ. ગોપાલ શાહ ન્યુરોસર્જન, ભારપૂર્વક જણાવે છે કે એપિલેપ્સી સર્જરી અથવા કોઈપણ ન્યુરો સર્જરીમાં ચોકસાઇ મહત્વપૂર્ણ છે અને ન્યુરોનેવિગેશન જેવી ટેકનોલોજી સમગ્ર પ્રક્રિયા દરમિયાન અત્યંત ચોકસાઈ પ્રાપ્ત કરવા માટે અમને સશક્ત બનાવે છે.

દર્દી માટે કસ્ટમાઇઝ અભિગમ અપનાવું કેટલું મહત્વપૂર્ણ : ડૉ. રૂતુલ શાહ

ડૉ. રૂતુલ શાહ, ન્યુરોલોજીસ્ટ અને એપિલેપ્ટોલોજિસ્ટ વ્યક્ત કરે છે. શસ્ત્રક્રિયા બાદ રાહીલના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. રાહીલની પરિસ્થિતિ જટિલ હતી. અને અમારા સહયોગી પ્રયાસ દર્શાવે છે કે શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવા દરેક દર્દી માટે કસ્ટમાઇઝ અભિગમ અપનાવું કેટલું મહત્વપૂર્ણ છે.

ભારતમાં એપિલેપ્સી એ એક મોટી આરોગ્ય સમસ્યા : ડૉ.અભિષેક ગોહેલ

ડૉ.અભિષેક ગોહેલ, ન્યુરોલોજીસ્ટ અને એપિલેપ્ટોલોજિસ્ટે, ભારપૂર્વક જણાવ્યું હતું કે,ભારતમાં એપિલેપ્સી એ એક મોટી આરોગ્ય સમસ્યા છે. જે લગભગ 10 મિલિયન લોકોને અસર કરે છે. જેમાં રીફ્રેક્ટરી એપિલેપ્સી ધરાવતા લગભગ 30 ટકા લોકો પરંપરાગત ફાર્માકોથેરાપીને પ્રતિભાવ આપતા નથી. જો કે, સર્જિકલ હસ્તક્ષેપ દ્વારા તેઓ સંભવિતપણે અયાનની જેમ ખેંચના હુમલાથી મુક્ત જીવન જીવી શકે છે.

દર્દીઓ સર્જરી બાદ ખેંચ-મુક્ત જીવન જીવે છે :  ડૉ. અદિત દેસાઈ

Ahmedabad કેડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અદિત દેસાઈએ જણાવ્યું હતું કે, અમને ગર્વ છે કે અમે રાહીલની ખેંચથી મુક્તીની આ સફરમાં એની સાથે છીએ. આવા પડકારભર્યા મેડિકલ કેસમાં ચોકસાઈ અને કુશળતા ખુબજ જરુરી છે. અમારા કુશળ ન્યુરોસર્જન અને એપિલેપ્ટોલોજિસ્ટની ટીમ દ્વારા સર્જરી દરમિયાન અસાધારણ કૌશલ્ય દર્શાવવામાં આવ્યું છે. રાહીલ જેવા અનેક દર્દીઓ સર્જરી બાદ ખેંચ-મુક્ત જીવન જીવે છે. જે અન્ય સમાન તકલીફથી પિડાતા પરિવારોને નવી આશા આપે છે.

આ  પણ  વાંચો  - ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડ્યા, અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા

Tags :
Advertisement

.

×