PATAN : જિ.પં.કોંગ્રેસના દંડકને હોદ્દા પરથી દૂર કરવાનો મુદ્દે વાતાવરણ ગરમાયું
પાટણ જિ.પં.કોંગ્રેસના દંડકને હોદ્દા પરથી દૂર કરવાનો મુદ્દો
હોદ્દા પરથી દૂર કરાયા બાદ મંજુલાબેન રાઠોડની પ્રતિક્રિયા
'MLA કિરીટ પટેલના દબાણથી મને હોદ્દા પરથી દૂર કરાઈ'
'કિરીટ પટેલ અમારા વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરે છે'
'હું મારો પક્ષ કોંગ્રેસના મોવડી મંડળ સમક્ષ રજુ કરીશ'
પાટણ જીલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના દંડક મંજુલાબેન પ્રવીણભાઈ રાઠોડને હોદ્દા પરથી દુર કરવાનો મામલો ગરમાયો છે. મંજુલાબેનને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા હોદ્દા પરથી દુર કરાયા હતા. હોદ્દા પરથી દૂર કરાયા બાદ મંજુલાબેન રાઠોડની પ્રતિક્રિયા સામે આવી છે.
ધારાસભ્ય કિરીટ પટેલનું દબાણનો આરોપ
મંજુલાબેને કહ્યું કે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના દબાણના કારણે મને ઉદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે
કિરીટ પટેલ ઘણા સમયથી અમને રાજકીય નુકસાન કરવા માટે અમારા વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે. હું મારો પક્ષ કોંગ્રેસના મોવડી મંડળ સમક્ષ રજુ કરીશ...
આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાની સંખ્યામાં સતત વધારો,જાણો કેટલા કેસ નોંધાયા


