ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad : 10 વર્ષીય બાળકીને પેટમાં દુ:ખાવો થયો, એક્સ-રે રિપોર્ટ જોયો તો સૌ ચોંકી ગયા!

પરિવાર દ્વારા જાણ કરાતા 108 ની ટીમ ત્વરિત બાળકીનાં ઘરે પહોંચી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે બાળકીને દાખલ કરાઈ છે.
07:01 PM Jun 01, 2025 IST | Vipul Sen
પરિવાર દ્વારા જાણ કરાતા 108 ની ટીમ ત્વરિત બાળકીનાં ઘરે પહોંચી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે બાળકીને દાખલ કરાઈ છે.
Valsad_gujarat_first 1
  1. વલસાડના રોણવેલ ગામે બાળકી સિક્કો ગળી ગઈ
  2. 10 વર્ષીય બાળકી રમતા-રમતા સિક્કો ગળી ગઈ
  3. પેટમાં દુઃખાવો થતાં બાળકીને સિવિલ ખસેડાઈ
  4. ડોક્ટર દ્વારા એક્સ-રે કરી વધુ સારવાર આપવામાં આવી
  5. ઓપરેશન કરી સિક્કો કાઢવાની તજવીજ હાથ ધરાશે

વલસાડમાં (Valsad) વાલીઓ માટે ચેતવણી સમાન એક ઘટના બની છે. રોણવેલ ગામે 10 વર્ષીય બાળકી રમતા-રમતા સિક્કો ગળી ગઈ છે. બાળકીને પેટમાં દુઃખાવો થતાં સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડાઈ છે. ડોક્ટર દ્વારા એક્સ-રે કરી વધુ સારવાર આપવામાં આવી રહી છે. બાળકીનું ઓપરેશન કરીને સિક્કો કાઢવાની તજવીજ હાથ ધરાશે.

આ પણ વાંચો - Ahmedabad માં લોન રિકવરી બાબતે માર મારવાનો કેસ, માથાભારે શખ્સોએ કર્યો હતો હુમલો

10 વર્ષીય બાળકી રમતા-રમતા સિક્કો ગળી ગઈ

વલસાડ જિલ્લામાં (Valsad) રોણવેલ ગામે રહેતાં એક પરિવારની 10 વર્ષીય બાળકી રમતા-રમતા સિક્કો ગળી ગઈ હોવાની ઘટના સામે આવી છે. સિક્કો ગળી ગયા બાદ બાળકીનાં પેટમાં દુ:ખાવો શરૂ થયો હતો. આથી, પરિવાર દ્વારા તાત્કાલિક ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. 108 ની ટીમ ત્વરિત બાળકીનાં ઘરે પહોંચી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે બાળકીને દાખલ કરાઈ છે.

આ પણ વાંચો - Rajkot : શાળાઓની મનમાની! વાલીઓને ચોક્કસ દુકાનેથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા કર્યો આગ્રહ

એક્સ-રે રિપોર્ટમાં સિક્કો દેખાયો, હવે ઓપરેશન કરી બહાર કઢાશે

સિવિલ હોસ્પિટલનાં (Valsad Civil Hospital) તબીબો દ્વારા પ્રાથમિક સારવાર અર્થે બાળકીનો એક્સ-રે રિપોર્ટ કઢાવ્યો હતો. એક્સ-રે રિપોર્ટમાં (X-ray Report) બાળકીનાં શરીરમાં સિક્કા જેવો આકાર નજરે પડ્યો છે. આથી, તબીબો દ્વારા હાલ પ્રાથમિક સારવાર અપાયા બાદ ઓપરેશન કરી સિક્કો કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ અનેક વખત આપણી સમક્ષ આવી ચૂકી છે. બાળકો એકલા રમતા હોય ત્યારે વાલીઓએ વધુ ધ્યાન અને કાળજી રાખવી જોઈએ જેથી આ પ્રકારની ગંભીર દુર્ઘટનાઓ અટકી શકે.

આ પણ વાંચો - Jamnagar માં મેગા ડિમોલિશનનો બીજો દિવસ: 331 બાંધકામો હટાવાયા

Tags :
108 emergency servicegirl Swallowed a CoinGUJARAT FIRST NEWSRonvel VillageTop Gujarati NewsValsadValsad Civil Hospitalx rayX-ray Report
Next Article