Morbi: હળવદમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 5 બોગસ તબીબો ઝડપાયા
- લાયસન્સ વગર ક્લિનિક ચલાવતાં નકલી ડોક્ટર ઝડપી લેતા સ્થાનિકોમાં ચકચાર
- નવસારીમાં આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથિક દવા આપતો ડોક્ટર ઝડપાયો
- પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો
Bogus doctor: ગુજરાતમાં કેટલાક સમયથી નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ અવારનવાર નકલી ડોક્ટરો પકડાઇ રહ્યાં છે. રાજ્ય આ વર્ષની વાત કરીએ તો નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબોએ માજા મુકી છે. જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે અને વિવિધ વિસ્તારોમાંથી નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે નકલી તબીબો (Bogus doctor)ને પકડાવોનો રાજ્યમાં સિલસિલો યથાવત્ રહ્યો છે.
લાયસન્સ વગર ક્લિનિક ચલાવતાં નકલી ડોક્ટર ઝડપી લેતા સ્થાનિકોમાં ચકચાર
ઉલ્લેખનીય છે કે મોરબી હળવદમાંથી 5 બોગસ તબીબો (Bogus doctor) ઝડપાયાં છે. જેમાં લીલાપુર , રાયસંગપુર, ઢવાણા, સુંદરી ભવાની, રણમલપુરથી ડિગ્રી વગરના તબીબો ઝડપાયા છે. જેમાં ડિગ્રી વગર એલોપેથી દવાઓ દર્દીઓને આપી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી તબીબો ઝડપાયા છે. જેમાં નકલી તબીબોમાં સંદીપ મનુભાઇ પટેલ - લીલાપુર ગામે ક્લિનિક, વાસુદેવ કાનજીભાઈ પટેલ - સુંદરી ભવાની ગામે ક્લિનિક, પરીમલ ધિરેનભાઈ બાલા - રણમલપુર ગામે ક્લિનિક તેમજ પંચાનન ખુદીરામ ધરામી - રાયસંગપુર ગામે ક્લિનિક અને અનુજ ખુદીરામ ધરામી - ઢવાણા ગામે ક્લિનિક ધરાવી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરી રહ્યાં હતા. જેમાં 51567ની ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ હળવદ પોલીસે 5 લાયસન્સ વગર ક્લિનિક ચલાવતાં નકલી ડોક્ટર ઝડપી લેતા સ્થાનિકોમાં ચકચાર મચી છે.
આ પણ વાંચો: Gujaratમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક Scam સામે આવતા ચકચાર મચી
નવસારીમાં આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથિક દવા આપતો ડોક્ટર ઝડપાયો
જ્યારે નવસારીમાં આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથિક દવા આપતો ડોક્ટર (Bogus doctor) ઝડપાયો છે. તો અમરેલીમાં પણ નકલી તબીબ પકડાયો છે. મોરબીમાં નિત્યાનંદ સોસાયટી પાસે શ્રીજી ક્લિનિમાં બી ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાં કોઈપણ પ્રકારની ડીગ્રી કે લાયસન્સ વગર એલોપેથિક દવા આપીને સારવાર કરવામાં આવતી હતી. સ્થળ ઉપરથી પોલીસ દ્વારા દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. બોગસ ડોક્ટર પ્રણવ કુમાર અશોકભાઈ ફળદુ 24 રહે. જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે.
મહાવીર ક્લિનિકના નામે દવાખાનું છેલ્લા એક વર્ષથી ચલાવતો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુરત શહેરના કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-8માં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર (Bogus doctor)ને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી બિહાર રાજ્યમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેણે ધો.12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો હતો. તેમ છતાં તે મહાવીર ક્લિનિકના નામે દવાખાનું છેલ્લા એક વર્ષથી ચલાવતો હતો. જેમાં સુરત ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-8માં મહાવીર ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે અજીત કુમાર અખિલેશ મહેતાને ઝડપી પાડ્યો હતો. પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ 18,188 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રીતે વારંવાર શહેર અને જિલ્લાઓમાંથી નકલી તબીબો ઝડપાઇ રહ્યાં છે ત્યારે લોકોએ જાગૃત થવાની જરૂર છે અને આવા નકલી તબીબોની જાણકારી મેળવી તંત્રને જાણ કરવી જોઇએ જેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારને યોગ્ય સજા મળી શકે.
આ પણ વાંચો: Bharuchમાં સગીરા સાથે દુષ્કર્મને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ


