ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Police: પોલીસ બેડામાં હડકંપ! એક સાથે 13 પોલીસકર્મીની અન્ય જિલ્લાઓમાં બદલી

ગઈકાલે એક જ દિવસમાં બે PI જ્યારે આજે એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
09:50 PM Nov 19, 2024 IST | Vipul Sen
ગઈકાલે એક જ દિવસમાં બે PI જ્યારે આજે એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Police Recruitment
  1. અમદાવાદમાં એક સાથે 13 પોલીસકર્મીઓની બદલી (Ahmedabad Police)
  2. અલગ-અલગ જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી બદલી કરાઈ
  3. શહેરમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળી, DGP વિકાસ સહાયનો મોટો નિર્ણય

Ahmedabad Police : અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' (Khyati Hospital Kand) અને સતત વધી રહેલા હત્યાનાં બનાવ અને ગુનાખોરીને લઈ શહેર પોલીસની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં બે PI જ્યારે આજે એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે, શહેરમાં ફરજ બજાવતા 13 જેટલા પોલીસકર્મીઓની અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવાનો આદેશ કરાયો છે.

આ પણ વાંચો - Ahmedabad : આજે વધુ એક પોલીસકર્મી સસ્પેન્ડ, વસ્ત્રાપુર PI સામે પણ તપાસનો હુકમ!

એક સાથે 13 પોલીસકર્મીઓની બદલી કરાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, ADGP ખુરશીદ એહમદ (ADGP Khursheed Ahmed) દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર શહેરમાં ફરજ બજાવતા 13 જેટલા પોલીસકર્મીઓને અલગ-અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે. એવી ચર્ચા છે કે બદલી કરાયેલા પોલીસકર્મીઓ સામે ગંભીર આરોપ છે.

આ પણ વાંચો - Ahmedabad : વધુ એક PI સસ્પેન્ડ, કાગડાપીઠ મર્ડર કેસમાં સસ્પેન્ડેડ PI નો લેટર વાઈરલ!

ગઈકાલે બે PI અને આજે એક પોલીસકર્મી સસ્પેન્ડ કરાયાં

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીનાં (DGP Vikas Sahay) આદેશ મુજબ, બદલી કરાયેલ તમામ પોલીસકર્મીઓને (Ahmedabad Police) બદલીવાળી જગ્યાએ હાજર થવા અને તાત્કાલિક અસરથી છૂટા કરવાની સૂચના અપાઈ છે. જણાવી દઈએ કે, ફરજ પર નિષ્કાળજી દાખવા અને ધીમી કાર્યવાહી કરવા બદલ ગઈકાલે એક જ દિવસમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં PI એસ.એ.પટેલ (PI S.A. Patel) અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં PI BD ઝિલારિયાને (PI BD Zhilariya) સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે, આજે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં PSO લાલસંગ સાગરદાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં PI એલ.એલ. ચાવડા સામે પણ તપાસનો હુકમ કરાયો છે.

આ પણ વાંચો -  Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ, લોકોને આપ્યું આ વચન!

Tags :
ADGP Khursheed AhmedAhmedabadAhmedabad PoliceBreaking News In GujaratiElisbridge Police StationGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKagdapith Police StationKhyati Hospital KandKhyati Hospital scandalLatest News In GujaratiNews In GujaratiPI BD ZhilariyaPI S.A. PateltransferVastrapur Police Station
Next Article